શોધખોળ કરો

Navratri 2025 rules: ચૈત્રી નવરાત્રિનો થશે ટૂંક સમયમાં પ્રારંભ, જો માતાજીનું સ્થાપન કરો તો આ ભૂલ ન કરશો

Navratri 2025 rules: ચૈત્ર નવરાત્રિનો 30માર્ચથી પ્રારંભ થઇ રહ્યો છે. આ અવસરે જો આપ માતાજીનું સ્થાપન કરો છો તો કેટલાક નિયમને અનુસરવા જરૂરી છે.

Navratri 2025 rules:હિંદુ કેલેન્ડર મુજબ, ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમ  29 માર્ચે સાંજે 4:27 કલાકથી શરૂ થઈ રહી છે, જે 30 માર્ચે બપોરે 12:49 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં 30મી માર્ચથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે, જે 7મી એપ્રિલ 2025.21 કલાક પહેલા સમાપ્ત થશે.

નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. આ પાવન દિવસો દરમિયાન કેટલાક કામ કરવા વર્જિત છે, જેને અશુભ મનાય છે.

નવરાત્રીમાં માતાજીની સાધના આરાધના અને ઉપસાસનાનો અનેરો મહિમા છે. નવરાત્રિ દરમિયાન માતાજીની ઉપાસના સાથે કેટલાક નિયમો જોડાયેલા છે. પૂજા અને વ્રત રાખવાના ખાસ નિયમ છે.તો નવરાત્રિના શું છે નિયમ જાણીએ

જો આપ માતાજીનું સ્થાપન કરતાં હો અને અખંડ દીપક રાખતા હો તો ઘરને બંધ કરવું વર્જિત છે. ઘરને ખાલી ન છોડવું તેમજ ખાસ કરીને માતાજીની સ્થાપનાના સ્થાનને સ્વસ્છ રાખવું.જો આ નિયમનું ધ્યાન ન આપવામાં આવે તો સાધનાનું ફળ મળતું નથી.

નવરાત્રિમાં નખ કાપવા પણ વર્જિત છે. તેમજ મુંડન ન કરવાવું જોઇએ. શેવિંગ કરવું પણ નવરાત્રમાં વર્જિત મનાય છે. જો કે પહેલી વખત બાળકનું મૂંડન કરાવવું શુભ મનાય છે.

વિષ્ણુ પુરાણ અનુસાર, નવરાત્રિના વ્રત દરમિયાન દિવસમાં ન ઉંઘવું જોઇએ.  નવરાત્રિ દરમિયાન લસણ, ડુંગળી ખાવું પણ વર્જિત છે.

નવ દિવસનું વ્રત રાખનાર વ્યક્તિએ કાળા કપડાં ન પહેરવા જોઇએ. ઉપરાંત સિલાઇનું કામ કરવું પણ વર્જિત છે. નવરાત્રિ દરમિયાન ગંદાં ધોયાવિનાના કપડા પહેરવા પણ વર્જિત છે.

વ્રત દરમિયાન લસણ, ડુંગળીની સાથે નમક પણ  ન લેવું જોઇએ, મસાલાવાળો અને ઓઇલી આહારને ન લેવો જોઇએ, મગફળી, ફળો, દૂધ લઇ શકાય છે.

જો આપ અનુષ્ઠાન કરી રહ્યાં હો, તે ભલે દુર્ગા ચાલસાનું હોય કે અન્ય માતાજીના ચાલીસા કે મંત્રોનું હોય તેના નિયમોમું ચુસ્તપણે પાલન કરવું જોઇએ. નવરાત્રિમાં સાધના માટે ત્રણ નિયમોનું ચુસ્તતાથી પાલન થવું જોઇએ. સમય, આસન અને સમયની અવધિ, નવેય દિવસ એક જ સમયે અનુષ્ઠાન  માટેના મંત્રોજાપ કે ચાલીસા શરૂ કરો અને સમય મર્યાદામાં જ નવેય દિવસ પૂર્ણ થવા જોઇએ. જે સ્થાન અને આસનનો ઉપયોગ કરતા હો તેમાં પણ નવેય દિવસ સમાનતા જળવાવી જોઇએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

USA Airstrike: ટ્રમ્પના આદેશ બાદ હુતિ વિદ્રોહીઓ પર કાળ બનીને તૂટી પડી અમેરિકાની સેના,એરસ્ટ્રાઈકમાં 19 લોકોના મોત

મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત બન્યું WPL ચેમ્પિયન, દિલ્હી દૂર ન કરી શક્યું 'ચોકર્સ'નું કલંક; સતત ત્રીજી વખત મળી ફાઇનલમાં હાર

અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ

ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વટાળ પ્રવૃતિમાં શિક્ષકો?Hun To Bolish : હું તો બોલીશ : સિંઘમે કરી સર્વિસGujarat Police : ગુંડાઓની હવે ખરી નથી! | ગુજરાત પોલીસ વડાએ શું કર્યો આદેશ?Surat Crime : કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ, નરાધમ પર ફિટકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
USA Airstrike: ટ્રમ્પના આદેશ બાદ હુતિ વિદ્રોહીઓ પર કાળ બનીને તૂટી પડી અમેરિકાની સેના,એરસ્ટ્રાઈકમાં 19 લોકોના મોત
USA Airstrike: ટ્રમ્પના આદેશ બાદ હુતિ વિદ્રોહીઓ પર કાળ બનીને તૂટી પડી અમેરિકાની સેના,એરસ્ટ્રાઈકમાં 19 લોકોના મોત
મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત બન્યું WPL ચેમ્પિયન, દિલ્હી દૂર ન કરી શક્યું 'ચોકર્સ'નું કલંક; સતત ત્રીજી વખત મળી ફાઇનલમાં હાર
મુંબઈ ઈન્ડિયન્સ બીજી વખત બન્યું WPL ચેમ્પિયન, દિલ્હી દૂર ન કરી શક્યું 'ચોકર્સ'નું કલંક; સતત ત્રીજી વખત મળી ફાઇનલમાં હાર
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
અંજારમાં કાળજું કંપાવનારી ઘટના: તળાવમાં ન્હાવા ગયેલા 5 બાળકોમાંથી 4ના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ ચાલુ
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
ગરીબો માટે ખુશખબર! RTEમાં આવક મર્યાદા વધી ગઈ, તારીખ પણ લંબાણી! સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું
Aaditi Pohankar: તેણે જાણી જોઈને મારા બ્રેસ્ટ પકડી લીધા,આશ્રમ'ની પમ્મીના ખુલાસાથી મચ્યો હંગામો

maharashtra News: 'એકનાથ શિંદે કોંગ્રેસમાં જોડાવા માંગતા હતા', સંજય રાઉતના દાવાથી મચી ગયો ખળભળાટ

સુરત શર્મશાર: કતારગામમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં દુષ્કર્મ, લોહીલુહાણ હાલતમાં છોડીને

વિક્રમ ઠાકોરનો આક્રોશ: 'ઘણા સમયથી સરકાર ઠાકોર સમાજને ઇગ્નોર કરી રહી છે', અલ્પેશ ઠાકોરે પણ સમાજ માટે...

Embed widget