Dhanteras 2021 :ધન તેરસના દિવસે આ 5 કામ સાથે અને આ વસ્તુની કરો ખરીદી, થઇ જશો માલામાલ
ધનતેરસના દિવસે ખરીદીનું અતિ મહત્વ છે. માન્યતા છે કે, ધનતેરસના દિવસે કરેલી ખરીદીમાં ઉત્તરોતર વૃદ્ધિ થાય છે.
Dhanteras 2021 Ke Upay: ધનતેરસના દિવસે ખરીદીનું અતિ મહત્વ છે. માન્યતા છે કે, ધનતેરસના દિવસે કરેલી ખરીદીમાં ઉત્તરોતર વૃદ્ધિ થાય છે.
હિન્દુ પંચાગ મુજબ ધનતેરસનું પર્વ કાર્તિક માસના કૃષ્ણપક્ષની ત્રયોદશીએ મનાવાય છે. 5 દિવસિય દિવાળીનો તહેવાર ધનતેરસથી જ શરૂ થાય છે. આ દિવસે ધનવંતરી ભગવાનનો જન્મ થયો હતો. જેથી તે દિવસે ધનતેરસનો તહેવાર મનાવાય છે. ધનવંતરી જંયતી અને ધન ત્રયોદશી તરીકે પણ તેને મનાવાય છે.
ધનતેરસથી ત્રણ દિવસ સુધી ચાલતી ગોત્રિરાત્ર શરૂ થાય છે. ધનતેરસના દિવસે ખરીદદારીનું વિશેષ મહત્વ છે. એવી માન્યતા છે કે, આ દિવસે ખરીદવામાં આવેલી ચીજોની ઉત્તરોતર વૃદ્ધિ થાય છે. આ કારણે જ ધનતેરસના દિવસે સોના-ચાંદીની ખરીદી કરે છે. ધનતેરસના દિવસે આ પાંચ ઉપાય કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિમાં વૃદ્ધિ થાય છે.
પંચદેવોની પૂજા
ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરિની સાથે મા લક્ષ્મીની પૂજાનું પણ વિધાન છે. આ સાથે કુબેર, યમ અને ભગવાન ગણેશજીની પૂજા કરવામાં આવે છે. પૂજાથી મા લક્ષ્મી અતિ પ્રસન્ન થાય છે અને ભક્તના ઘરમાં વાસ કરે છે.
દીપદાન જરૂર કરો
કહેવાય છે કે ધનતેરસના દિવસે યમરાજાને નિમિત જે ઘરમાં દીપદાન કરવામાં આવે છે. ત્યાં અકાળ મૃત્યુ નથી થતી.
આ ચીજો ખરીદો
આમ તો ધનતેરસના દિવસ સુવર્ણ ખરીદવાની પ્રથા છે પરંતુ જો તે શક્ય ન હોય તો પીત્તળનું વાસણ અથવા કોથમીરની ખરીદી પણ શુભ ગણાય છે. જેનાથી જીવનમાં લીલોતરી બની રહે છે.
આ ચીજોનું દાન કરો
ધન તેરસના દિવસે ખાંડ, પતાસા, ખીર, ચોખા, સફેદ કપડાં,વગેરે ચીજોનું દાન કરવું પણ ઉત્તમ ફળદાયી મનાય છે. માન્યતા છે કે, આ ચીજોનું દાન કરવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને આર્થિક મુશ્કેલી નથી આવતી, જમા પૂંજી વધતી રહે છે.
ખાતાવહીને કરો નવી
ધનતેરસના દિવસે ખાતાવહીના પુસ્તકની પણ પૂજાકરવાં આવે છે. વેપારી પૂજન કરીને નવી ખાતાવહી નવા સંકલ્પ સાથે શરૂ કરે છે.