Christmas : ક્રિસમસના દિવસે ઘરમાં કેમ રાખવામાં આવે છે ક્રિસમસ ટ્રી ? જાણો શું છે મહત્વ
નાતાલ એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. આ ખુશીમાં લોકો 25 ડિસેમ્બરે ઘરને સારી રીતે સજાવે છે. આ તહેવાર પર ક્રિસમસ ટ્રીનું પણ ઘણું મહત્વ છે.
Christmas 2022: નાતાલ એ ખ્રિસ્તી સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. આ ખુશીમાં લોકો 25 ડિસેમ્બરે ઘરને સારી રીતે સજાવે છે. આ તહેવાર પર ક્રિસમસ ટ્રીનું પણ ઘણું મહત્વ છે. ક્રિસમસ ટ્રી તારાઓ, ભેટો અને રંગબેરંગી બોલ અને લાઇટ્સથી શણગારવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ક્રિસમસ ટ્રી ઘરમાં લાવવા અને સજાવવાથી વાસ્તુ દોષ દૂર થાય છે
25 ડિસેમ્બરે ક્રિસમસ કેમ ઉજવવામાં આવે છે ?
બાઇબલમાં ઈસુની કોઈ જન્મ તારીખ આપવામાં આવી નથી, પરંતુ 25 ડિસેમ્બરના દિવસે જ દર વર્ષે ક્રિસમસ ઉજવવામાં આવે છે. આ તારીખને લઇ ઘણી વખત વિવાદ પણ થયો છે. પરંતુ 336 ઈ.પૂર્વમાં રોમનના પહેલા ઈસાઈ રોમન સમ્રાટના સમયમાં સૌથી પહેલા ક્રિસમસ 25 ડિસેમ્બરે ઉજવવામાં આવી હતી. એના થોડા વર્ષો પછી પૉપ જુલિયસએ અધિકારીક રીતે ઈસુના જન્મને 25 ડિસેમ્બરે જ ઉજવવાનું એલાન કર્યું હતું.
ક્રિસમસ ટ્રીનો ઇતિહાસ
ક્રિસમસ ટ્રીને લઇને અનેક માન્યતાઓ પ્રચલિત છે. એક માન્યતા અનુસાર 16મી સદીના ખ્રિસ્તી ધર્મના સુધારક માર્ટિન લ્યુથરે આની શરૂઆત કરી હતી. માર્ટિન લ્યુથર 24 ડિસેમ્બરની રાતે ગાઢ અને બર્ફીલા જંગલોમાંથી આવતા હતા. જ્યાં તેમણે એક સદાબહાર ઝાડ જોયું. ઝાડની ડાળીઓ ચંદ્રની રોશનીની જેમ ચમકી રહી હતી. ત્યારબાદ માર્ટિન લ્યુથરે પોતાના ઘર પર પણ સદાબહાર ઝાડ લગાવ્યુ. તેને નાની નાની કેન્ડલથી સજાવ્યુ. ત્યારબાદ જીસસ ક્રિસ્ટના જન્મદિવસના સન્માનમાં પણ તેમને સદાબહાર ઝાડને સજાવ્યુ અને તેને રોશનીથી પ્રકાશિત કર્યુ.
બાળકના બલિદાનની કહાની
એવુ કહેવાય છે કે સૌથી પહેલા ક્રિસમસ ટ્રીને સજાવવાની પરંપરા જર્મનીમાં શરૂ થઇ હતી. એક વાર જર્મનીના સેન્ટ બોનિફેસને જાણ થઇ કે કેટલાક લોકો એક વિશાળ ઓક ટ્રીની નીચે એક બાળકની કુરબાની આપશે. આ વાતની જાણકારી મળતા જ સેન્ટ બોનિફેસે બાળકને બચાવવા માટે તે ઝાડ કાપી નાખ્યુ. તે ઓક ટ્રી પાસે એક ફર ટ્રી ઉગી ગયુ. લોકો આ ઝાડને ચમત્કારિક માનવા લાગ્યા. સેન્ટ બોનિફેસે લોકોને જણાવ્યુ કે આ એક પવિત્ર દૈવીય વૃક્ષ છે. તેની ડાળીઓ સ્વર્ગનો સંકેત આપે છે. ત્યારથી લોકો દર વર્ષે જીસસના જન્મદિવસ પર તે પવિત્ર ઝાડને સજાવવા લાગ્યા.
ક્રિસમસ ટ્રીનું મહત્ત્વ
પ્રાચીન કાળથી ક્રિસમસ ટ્રીને જીવનની નિરંતરતાનુ પ્રતિક માનવામાં આવે છે. તેને ઇશ્વર તરફથી મળેલા લાંબા જીવનના આશીર્વાદના રૂપમાં જોવામાં આવે છે. એવી પણ માન્યતા છે તેને સજાવવાથી ઘરના બાળકોનું આયુષ્ય વધે છે.