Diwali 2022: દિવાળી ક્યારે છે ? જાણો તારીખ, શુભ મુહૂર્ત અને લક્ષ્મી પૂજાની વિધિ
Diwali 2022: પૌરાણિક માન્યતા અનુસાર દિવાળી એ રોશનીનો તહેવાર છે. આ દિવસે શુભ મુહૂર્તમાં લક્ષ્મીની પૂજા કરવાથી ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
Diwali 2022 Date: ઓક્ટોબર મહિનો શરૂ થઈ ગયો છે.. ધાર્મિક દૃષ્ટિએ ઓક્ટોબર મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે. દશેરા અને ધનતેરસ જેવા તહેવારો પણ ઓક્ટોબરમાં આવે છે, પણ દિવાળીનો તહેવાર ક્યારે આવે છે? આવો જાણીએ-
દિવાળી ક્યારે છે?
હિંદુ કેલેન્ડર મુજબ, દિવાળીનો તહેવાર આસો વદ અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તિથિ તારીખ 24 ઓક્ટોબર 2022 સોમવાર આવી રહી છે. આ દિવસે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.
દિવાળીનું મહત્વ
પૌરાણિક માન્યતા અનુસાર દિવાળી એ રોશનીનો તહેવાર છે. આ તહેવાર સુખ, સમૃદ્ધિ અને કીર્તિનું પણ પ્રતિક છે. આ દિવસે લક્ષ્મીજીની વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આ દિવસે શુભ મુહૂર્તમાં લક્ષ્મીની પૂજા કરવાથી ધનની દેવી લક્ષ્મીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
દિવાળી મુહૂર્ત 2022
- અમાસ તિથિ શરૂ થશે - 24 ઓક્ટોબર 06:03 વાગ્યે
- અમાસ તિથિ સમાપ્ત થશે - 24 ઓક્ટોબર 2022 02:44 વાગ્યે
- નિશિતા કાલ - 24 ઓક્ટોબર, 23:39 થી 00:31
- સિંહ રાશિ -24 ઓક્ટોબર, 00:39 થી 02:56
લક્ષ્મી પૂજાનો સમય : 18:54:52 થી 20:16:07
- સમય ગાળો : 1 કલાક 21 મિનિટ
- પ્રદોષ કાળ :17:43:11 થી 20:16:07
- વૃષભ કાળ : 18:54:52 થી 20:50:43
ચોઘડિયા મુહૂર્ત- દિવાળી પંચાંગ
- સવારનું મુહૂર્ત (શુભ): 06:34:53 થી 07:57:17
- સવારના મુહૂર્ત (ચલ, લાભ, અમૃત): 10:42:06 થી 14:49:20 સુધી
- સાંજના મુહૂર્ત (શુભ, અમૃત, ચલ): 16:11:45 થી 20:49:31
- રાત્રી મુહૂર્ત (લાભ): 24:04:53 થી 25:42:34 સુધી
લક્ષ્મી પૂજન વિધિ
દિવાળી એ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ દિવસ કહેવાય છે. પૌરાણિક માન્યતા અનુસાર, આ દિવસે સ્નાન કર્યા પછી, વ્યક્તિએ સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ. આ પછી લક્ષ્મીજીની પૂજા શરૂ કરવી જોઈએ. પૂજામાં લક્ષ્મીજીના મંત્ર અને આરતીનો પાઠ કરવો જોઈએ. દિવાળી પર દાનનું વિશેષ મહત્વ પણ જણાવવામાં આવ્યું છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન કરવાથી લક્ષ્મીજી પણ પ્રસન્ન થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.