Ganesh Chaturthi 2022 Live update: આજે ગણેશ ચતુર્થીનું પર્વ, સિદ્ધિ વિનાયક મંદિરમાં આરતીમાં ઉમટી શ્રદ્ધાળુની ભીડ
Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થીના અવસર પર ભક્તો ગણપતિના વિવિધ અવતારોની પૂજા કરે છે. તેઓ ખાસ શણગારવામાં આવે છે. બે વર્ષ બાદ ગણેશ ઉત્સવ ધૂમધામથી મનાવવમાં આવી રહ્યો છે.
LIVE
Background
Ganesh Chaturthi 2022: ગણેશ ચતુર્થીના અવસર પર ભક્તો ગણપતિના વિવિધ અવતારોની પૂજા કરે છે. તેઓ ખાસ શણગારવામાં આવે છે.
દેશભરમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરમાં ગણપતિ બાપ્પાની સ્થાપના કરે છે અને પૂજા શરૂ કરવામાં આવે છે. ગણેશ ચતુર્થીના અવસર પર મુંબઈના પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રથમ આરતી કરવામાં આવી હતી. આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. ગણપતિના દર્શન માટે સવારથી જ લોકો કતારોમાં ઉભા રહ્યા હતા. જે બાદ સૌએ આરતીમાં ભાગ લીધો અને બાપ્પાના દર્શન કર્યા.
આ ખાસ અવસર પર મંદિરોમાં સતત ભક્તોની ભીડ જામે છે. એટલું જ નહીં લોકોએ બાપ્પાના સુંદર અને અનોખા પંડાલ પણ બનાવ્યા છે. સિદ્ધિવિનાયક ઉપરાંત, મુંબઈના લાલબાગચા રાજા પંડાલમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં ભક્તોની ભારે ભીડ ઉમટી જોવા મળી હતી.
ગોવાના સીએમ પ્રમોદ સાવંતે કરી ગણેશ પૂજા
Goa CM Pramod Sawant offers prayers to Lord Ganesh on #GaneshChaturthi2022
— ANI (@ANI) August 31, 2022
On this occasion, we have released approximately Rs 146 crores under different welfare schemes benefitting around 3,30,000 families, he says. pic.twitter.com/Is3l0vfe8r
ગણેશ ચતુર્થી 2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામના, સુખ સંપન્ન રાજ્યની કરી કામના
આજે ગણેશ ચતુર્થીનું પર્વ ખૂબ જ ધૂમધૂમથી મનાવવામાં આવી રહ્યું છે. આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓેને ગણેશ ચતુર્થીની શુભકામના પાઠવી છે. ટ્વિટ કરીને કહ્યું કે, ઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશજીનું આ પર્વ સૌના જીવનમાંથી આધિ, વ્યાધિ, ઉપાધિને દૂર કરે તેમજ ગુજરાતને વધુ સુખી, સમૃધ્ધ અને શકિતશાળી બનાવે તેવી પ્રાર્થના
અમદાવાદના લાલ દરવાજાના મહારાજા દર્શનાર્થે જામી ભક્તોની ભીડ
સુખ કરતા દુખહર્તાનું આગમન થઈ ગયું છે ત્યારે મુંબઈમાં લાલબાગ કા રાજાની જેમ અમદાવાદના લાલ દરવાજાના મહારાજાનો પંડાલ તૈયાર થઈ ગયો છે. મોટી સંખ્યામાં ગણેશ ભક્તો તેના દર્શનાર્થે ઉમટી પડ્યા છે. જે લોકો લાલબાગ કા રાજાના દર્શન કરવા નથી જઈ શકતા તે લોકો અમદાવાદના આંગણે જ લાલ દરવાજાના મહારાજા માં લાલબાગ ચા રાજાની આબેહૂબ મૂર્તિના દર્શન કરી શકશે અહીં બે વર્ષ નિયંત્રણ બાદ આ વર્ષે ભગવાનની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.
ગુવાહાટીના ગણેશ મંદિરમાં ઉમટ્યા ભક્તો
Assam | Devotees offer prayers at Ganesh Temple in Guwahati on #GaneshChaturthi2022 pic.twitter.com/CrB6ljxBFR
— ANI (@ANI) August 31, 2022
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં ગણપતિ સ્થાપના
આણંદ કૃષિ યુનિવર્સિટીમાં દૂંદાળ દેવની સ્થાપના કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ ડીજેના તાલે નાચતા-ઝૂમતાં બાપ્પાને લઈ આવ્યા છે.