Guru Pradosh Vrat: શત્રુઓ પર જીત અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે આ રીતે કરો ગુરુ પ્રદોષ વ્રત
Pradosh Vrat 2022: એપ્રિલ મહિનાનું છેલ્લું પ્રદોષ વ્રત ગુરુવાર, 28 એપ્રિલ 2022 ના રોજ છે. આ દિવસે ચૈત્ર મહિનાના વદ પક્ષની તેરસની તિથિ છે.
![Guru Pradosh Vrat: શત્રુઓ પર જીત અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે આ રીતે કરો ગુરુ પ્રદોષ વ્રત Guru Pradosh Vrat: Know the importance of guru pradosh vrat and tithi muhurat Guru Pradosh Vrat: શત્રુઓ પર જીત અને સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ માટે આ રીતે કરો ગુરુ પ્રદોષ વ્રત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/26/a0f8a4478927149446ff8ddea06db6c7_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pradosh Vrat 2022: દર મહિનાની સુદ અને વદ તેરસ (ત્રયોદશી)ને પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. પ્રદોષ વ્રત દરમિયાન વ્રત રાખીને ભગવાન ભોલેનાથની પૂજા-અર્ચના કરવામાં આવે છે. ભક્તોની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન તેમના પર અપાર કૃપા વરસાવે છે અને તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે.
એપ્રિલ મહિનાનું છેલ્લું પ્રદોષ વ્રત ગુરુવાર, 28 એપ્રિલ 2022 ના રોજ છે. આ દિવસે ચૈત્ર મહિનાના વદ પક્ષની તેરસની તિથિ છે. જ્યારે પ્રદોષ વ્રત એટલે કે ત્રયોદશી તિથિ ગુરુવારે આવે છે ત્યારે તેને ગુરુ પ્રદોષ વ્રત કહેવામાં આવે છે.
ગુરુ પ્રદોષ વ્રત 2022 તિથિ અને મુહૂર્ત
ચૈત્ર મહિનામાં છેલ્લો ગુરુ પ્રદોષ વ્રત 28 એપ્રિલ ગુરુવારે છે. આ દિવસે ત્રયોદશી તિથિ 28 એપ્રિલે બપોરે 12.23 કલાકે શરૂ થશે અને 29 એપ્રિલે બપોરે 12.26 વાગ્યા સુધી રહેશે. ઉદયતિથિ અનુસાર પ્રદોષ ઉપવાસ 28 એપ્રિલે જ રાખવામાં આવશે. પ્રદોષ કાળમાં પ્રદોષ વ્રતની પૂજા કરવી શ્રેષ્ઠ છે. આ વખતે પૂજાનો સમય સાંજે 06:54 થી 09:04 સુધીનો છે.
ગુરુ પ્રદોષ વ્રતનું મહત્વ
એવું માનવામાં આવે છે કે અઠવાડિયાના જે પણ દિવસે પ્રદોષ વ્રત હોય તે દિવસના નામથી વ્રતનું નામ રાખવામાં આવે છે. પ્રદોષ કાળમાં આ દિવસે પૂજા કરવાથી અનેક ગણું વધારે ફળ મળે છે. ગુરુ પ્રદોષ વ્રત અને ભગવાન શિવની પૂજા કરવાથી શત્રુઓ પર વિજય પ્રાપ્ત થાય છે. ભગવાન શિવની કૃપાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ, સંતાન, ધન, ધાન્ય વગેરેની પ્રાપ્તિ થાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
આ પણ વાંચોઃ
Fact Check: ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન હેઠળ સરકાર નોકરી, લેપટોપ, મોબાઇલ આપી રહી છે ?
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)