Holika Dahan 2021: આ વર્ષે હોળીમાં 6 વસ્તુ અર્પિત કરવાનું ન ભૂલશો, આર્થિક તંગી સહિતની આ સમસ્યાથી અચૂક મળશે મુક્તિ
હોલિકા દહનની વિધિનું અનેક ગણું મહત્વ છે. તે નકારાત્મકતાને દૂર કરીને સકારાત્મકતાના સંચારનો સંદેશ આપે છે. હોલિકા દહન સમયે અગ્નિમાં ક્યા પદાર્થ હોમવાથી શું લાભ મળે છે, જાણીએ...
ધર્મ:ભારતીય નવ સંવત્સર ચૈત્ર શુક્લ પ્રતિપદાની પહેલી તિથિથી શરૂ થાય છે. તેના આગમન પહેલા ચાલુ સંવત્સરને વિદાય આપવા માટે તેની નકારાત્મકતાને સમાપ્ત કરવા માટે હોલિકા દહન કરવામાં આવે છે. કેટલીક જગ્યાએ તેને સંવત દહન પણ કહે છે. તેની પાછળ જો કોઇ પૌરાણિક કથા છે તો વૈજ્ઞાનિક તથ્યો પણ છે. આસુરીશક્તિ સામે ધર્મના વિજયના પ્રતીક રૂપે આ તહેવારની ઉજવણવી કરવામાં આવે .છે.
શું છે હોલિકા દહનની વિશેષતા અને લાભ?
હોલિકા દહન શેરી મહોલ્લા અને ચાર રસ્તા પર શુભ મુર્હુત જોઇને પ્રગટાવવામાં આવે છે. હોલિકા દહનની વિધિ અને તેના લાભને સમજી લઇએ. હોલિકા દહન બાદ તેની પ્રદક્ષિણા કરીને વંદન કરાઇ છે. પાણીની ધારા સાથે પણ હોલિકાની પ્રદક્ષિણા કરવાનું વિધાન છે. કહેવાય છે કે, તે દિવસે મનની દરેક સમસ્યાનું નિવારણ મળી શકે છે. રોગ બીમારી અને વિરોધી શક્તિ સામે મુક્તિ મળી શકે છે. આર્થિક મુશ્કેલીઓથી રાહત મળી શકે છે. જો આપ પણ આ તમામ સમસ્યાથી મુક્તિ ઇચ્છતા હો તો અગ્નિમાં અમુક પદાર્થ નાખીને આ સંકટથી મુક્તિ મેળવી શકો છો.
શું કરશો હોલિકા દહનના દિવસે
હોલિકા દહનના સ્થળે પહોંચીને તે સ્થાનને વંદન કરો. ભૂમિ પર જલ ધારા કરો. ત્યારબાદ અગ્નિમાં ધાણી, તલ, નાખો. અગ્નિની પરિક્રમા ત્રણ વખત કરો. ત્યારબાદ અગ્નિને વંદન કરો અને મનોકામના કહો. હોલિકાની અગ્નિની રાખથી તિલક કરો.
આ વર્ષે હોલિકાની અગ્નિમાં શું કરશો અર્પિત?
- સારા સ્વાસ્થ્ય માટે તલના દાણા કરો અર્પિત
- બીમારીથી મુક્તિ માટે લીલી ઇલાયચી અને કપૂર હોમો
- ધન લાભ માટે ચંદનનું કાષ્ટ કરો અર્પિત
- રોજગાર માટે પીળી સરસો કરો અર્પણ
- લગ્ન અથવા દામ્પત્ય જીવનની સમસ્યા માટે હાવન સામગ્રી
- નકારાત્મક ઉર્જાથી મુક્તિ મેળવવા માટે રાય કરો અર્પિત