મહાશિવરાત્રિ 2021: શિવ પૂજામાં ભૂલથી પણ ન કરો આ વસ્તુનો ઉપયોગ, જાણો શિવ પૂજાનું વિધાન
મહાશિવરાત્રીના દિવસે શિવની પૂજાનું વિધાન છે, આ વર્ષે મહાશિવરાત્રી 11 માર્ચે છે. આ દિવસે શિવ ભક્ત શિવની કૃપા માટે મેળવવા ઉપવાસ રાખે છે અને શિવ પૂજન પણ કરે છે. પરંતુ શું આપ જાણો છો કે, શિવ પૂજનમાં કેટલીક વસ્તુ શિવને અર્પણ કરવામાં આવતી નથી.
મહાશિવરાત્રિમાં શિવ પૂજા, અભિષેકનું સવિશેષ મહત્વ છે. જો કે પૂજા કરતા પહેલા એ જાણી લેવું જરૂરી છે, કે ક્યાં પદાર્થ શિવને અર્પણ નથી કરતા. શિવજીને તુલસી અને શંખ અર્પણ કરવો વર્જિત છે.
શિવલિંગ પર તુલસી ન કરો અર્પણ
હિન્દુઘર્મમાં તુલશીનું વિશેષ મહત્વ છે. તુલસીનો બધા જ કાર્યમાં ઉપયોગ થાય છે. જો કે ભગવાન શિવને તુલસી અર્પણ કરવી વર્જિત છે. તુલસી અર્પિત કરવાથી પૂજા પૂર્ણ નથી મનાતી. શિવ પૂજામાં કયારેય તુલસીનો પ્રયોગ ન કરો.
શંખનો પ્રયોગ વર્જિત છે
શંખ શિવ પૂજા માટે વર્જિત છે. પૌરાણિક કથા મુજબ શિવે શંખચૂડ નામના રાક્ષસનો વધ કર્યો હતો. જે ભગવાન વિષ્ણુનો પ્રિય હતો. શંખને એ અસૂરનું જ પ્રતીક મનાય છે. આ કારણે શિવ પૂજામાં શંખનો ઉપયોગ વર્જિત છે.
તૂટેલા અક્ષત ન કરો અર્પણ
અક્ષત પૂજા માટે ઉપયોગમાં લેવાનું વિધાન છે પરંતુ પૂજા માટે ક્યારેય તૂટેલા અક્ષત અર્પણ ન કરવા જોઇએ. પૂજાનું સંપૂર્ણ ફળ જોઇતું હોય તો આખા અક્ષત પૂજામાં ભગવાનને અર્પણ કરવાનું વિધાન છે.
નારિયેળ પાણીથી અભિષેક ન કરો
નારિયેળને લક્ષ્મીનું પ્રતીક મનાય છે. જેનો સંબંધ વિષ્ણુ સાથે છે. શિવપૂજામાં નારિયેલ અને નારિયેળના પાણીનો પ્રયોગ પણ વર્જિત મનાય છે.
કુમકુમ સિંદૂરનો પ્રયોગ ન કરો
શિવપૂજામાં કુમકુમ અને સિંદૂરનો પ્રયોગ ન કરવાનું વિધાન છે. ભગવાન શિવને વૈરાગી માનવામાં આવે છે.જ્યારે કુમ કુમ સૌભાગ્યનું પ્રતીક છે. આ કારણે જ કુમકુમ અને સિંદૂર શિવને ન અર્પણ કરવું જોઇએ.