(Source: ECI/ABP News/ABP Majha)
Makar Sankranti 2022: મકરસંક્રાંતિથી આ રાશિના લોકોને મળી શકે છે સરકારી નોકરી
Zodiac Sign Makar Sankranti Effect: મકરસંક્રાંતિના દિવસે જ્યાં સૂર્ય પરિવર્તનના કારણે ખરમાસ સમાપ્ત થશે ત્યાં તેની અસર રાશિઓ પર પણ જોવા મળશે. સૂર્યનું આ રાશિ પરિવર્તન ઘણા લોકો માટે ફાયદાકારક સાબિત થશે
Makar Sankranti મકરસંક્રાંતિના દિવસે 14 જાન્યુઆરીએ સૂર્યનું પ્રથમ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યું છે. આ દિવસે સૂર્ય ભગવાન ધનુરાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્ય રાશિનો આ પરિવર્તન ખૂબ જ વિશેષ છે. સૂર્યને તમામ રાશિઓનો રાજા માનવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે જ્યાં સૂર્ય પરિવર્તનના કારણે ખરમાસ સમાપ્ત થશે ત્યાં તેની અસર રાશિઓ પર પણ જોવા મળશે. સૂર્યનું આ રાશિ પરિવર્તન આ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનું છે. આવો જાણીએ કઈ રાશિ પર તેની અસર જોવા મળશે.
વૃષભ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ રાશિના લોકો માટે સૂર્ય સંક્રાંતિ શુભ સાબિત થવા જઈ રહી છે. સૂર્ય પરિવર્તનની સાથે જ કેટલીક રાશિના લોકોને ભાગ્યનો પૂરો સાથ મળવા લાગશે. એવું માનવામાં આવે છે કે સૂર્યના સંક્રમણ કાળમાં કરવામાં આવેલ કાર્ય ધન લાભ આપશે. ધાર્મિક કાર્યોમાં રસ વધવાથી મન શાંત અને પ્રસન્ન રહેશે. આટલું જ નહીં નિયમિત રીતે સૂર્યદેવને જળ ચઢાવવાથી વિશેષ લાભ થાય છે. એટલું જ નહીં, સમાજમાં માન-સન્માન વધે છે અને રોજગારમાં પ્રગતિની તકો પ્રાપ્ત થાય છે.
સિંહઃ સૂર્યનું રાશિ પરિવર્તન સિંહ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થવાનું છે. પરિવર્તન પછી નાણાકીય જીવન ખુશહાલ રહેશે. નોકરિયાત લોકોને પ્રમોશનના સારા સમાચાર મળી શકે છે. લાંબા સમયથી અટકેલા કામમાં સફળતા મળશે. સાથે જ ધંધામાં અટવાયેલા પૈસા પરત મળશે.
વૃશ્ચિકઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મકરસંક્રાંતિ દરમિયાન સૂર્યનું પરિવર્તન દરેક કાર્ય માટે શુભ સાબિત થશે. નોકરીમાં કામની પ્રશંસા થશે. રોજિંદી આવકમાં વૃદ્ધિની તકો મળશે. સાથે જ જમીન સંબંધિત કામવાળા લોકોને પણ ફાયદો થશે.
મકર: સૂર્ય તેની રાશિ બદલીને મકર રાશિમાં પ્રવેશ કરશે. આ કારણે મકર રાશિના લોકોને ઘણો ફાયદો થવાની સંભાવના છે. નોકરીમાં સફળતા મળશે અને માન-સન્માનમાં વધારો થશે. એટલું જ નહીં, સરકારી નોકરીવાળા લોકોને પ્રમોશન મળી શકે છે. તે જ સમયે, જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને ભેટ મળી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.