Navsari: મોદી ભક્તિનો જુવાળ, સીઆર પાટીલના ગઢ નવસારીના મંદિરમાં ગવાયા મોદીના ભજન, જુઓ વીડિયો
નવસારી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરી મોદી મેજીક જોવા મળ્યું. ગુજરાતના ઈતિહાસમાં પહેવીવાર કોઈ પાર્ટીને 156 બેઠકો મળી છે. દેશથી લઈને વિદેશી મીડિયા પણ મોદી લહેર વિશે કહી રહ્યા છે.
નવસારી: ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ફરી મોદી મેજીક જોવા મળ્યું. ગુજરાતના ઈતિહાસમાં પહેવીવાર કોઈ પાર્ટીને 156 બેઠકો મળી છે. દેશથી લઈને વિદેશી મીડિયા પણ મોદી લહેર વિશે કહી રહ્યા છે. તો બીજી તરફ ભાજપના ભવ્ય વિજય બાદ ગણદેવી નજીક મંદિરમાં મોદીના કીર્તન ગવાયા હતા. ગણદેવી તાલુકાના માછીયાવાસણ ગામે મંદિરમાં મોદીના ભજન ગવાયા હતા. ભાજપની પ્રચંડ જીત બાદ ગ્રામજનોએ રાધાકૃષ્ણ મંદિરમાં આનંદભેર મોદીના ભજન લલકાર્યા હતા. સૌથી નવાઈની વાત એ છે કે, માછીયાવાસણ ગામે મોદીના ભજન કીર્તનમાં NRI પણ જોડાયા હતા. વિદેશથી આવેલા ભારતીયોએ પણ મોદીના કીર્તન ગાયા હતા.
ફરી ભૂપેન્દ્ર પટલે સંભાળશે ગુજરાતનું સુકાન
ગુજરાત વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ આજે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ગાંધીનગર કમલમ્ ખાતે મળી હતી. જેમાં મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ કનુભાઇ દેસાઇ મૂકયો હતો જેને દરેક ઘારાસભ્યોએ વધાવી લીધો હતો,. ગુજરાત વિધાનસભામાં ભાજપે જંગી બહુમતીથી ફરી સત્તામાં વાપસી કરી છે ત્યારે મુખ્યમંત્રીના પદ માટે ભૂપેન્દ્ર પટેલનૂં નામ લગભગ નિશ્ચિત હતું પરંતુ તેની સત્તાવાર જાહેરાત કરવાની બાકી હતી. આજે કમલમ ખાતે ભાજપના ધારાસભ્યની બેઠક મળી હતી. જેમાં પહેલા કનુભાઇ દેસાઇ ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને દરેક ઘારાસભ્યોએ ટેકો આપતા આખરે ગુજરાતનું સતાવાર ફરી સુકાન ભૂપેન્દ્ર પટેલ સંભાળવવા જઇ રહ્યાં છે. આજે બપોરે બાર વાગ્યે ભૂપેન્દ્ર પટેલ સરકાર બનાવવાનો દાવો રાજ્યપાલ સમક્ષ રજૂ કરશે. તો સીએમ ભૂપેંદ્ર પટેલ અને સી.આર પાટીલ 4 વાગે દિલ્લી જશે. તો 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદનો શપથ સમારોહ યોજાશે.
રાજકોટમાંથી કોણ બની શકે છે મંત્રી ? જાણો કોના કોના નામ છે ચર્ચામાં
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 બેઠક જીતીને ઈતિહાસ સર્જી દીધો છે. આ ઉપરાંત ભાજપે 50 ટકાથી વધુ વોટ શેર મેળવ્યો હોય તેવું પણ પ્રથમવાર બન્યું છે. ગુજરાતમાં ભાજપ તેની સાતમી ટર્મ માટે તૈયારી કરી રહ્યું છે. ભૂપેન્દ્ર પટેલ 12 ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ દરમિયાન મંત્રીપદમાં કોને કોને સ્થાન મળી શકે તેની ચર્ચા શરૂ થઈ છે. રાજ્ય સરકારમાં મંત્રી પદ માટે રાજકોટના અનેક નામો ચર્ચામાં છે.
કોના કોના નામ છે ચર્ચામાં
સૌરાષ્ટ્રના સહકારી અગ્રણી જયેશ રાદડીયાનું નામ મોખરે છે. આ ઉપરાંત રાજકોટની હાઇ પ્રોફાઈલ બેઠક પશ્ચિમ વિધાનસભાના ઉમેદવાર ડો.દર્શિતાબેન શાહનું નામ ચર્ચામાં છે. જાણીતા ઉદ્યોગપતિ અને રાજકોટ દક્ષિણના ચૂંટાયેલા ઉમેદવાર રમેશ ટીલાળાનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. રાજ્યના ઓબીસી નેતા અને પૂર્વ વિધાનસભાના ચૂંટાયેલા ઉદય કાનગડનું નામ પણ મોખરે છે. સૌરાષ્ટ્રના કોળી સમાજના અગ્રણી કુંવરજીભાઈ બાવળીયાને પણ મંત્રી પદ આપવામાં આવે તેવી શક્યતાઓ છે. ધોરાજી વિધાનસભામાંથી ચૂંટાયેલા મહેન્દ્ર પાડલીયાનું નામ પણ ચર્ચામાં છે. જો કાંતિ અમૃતિયાને મંત્રી બનાવવામાં આવશે તો ડો. મહેન્દ્ર પાડલીયા કપાઈ શકે છે. જ્ઞાતિના ગણિત મુજબ અને લાયકાત મુજબ આપવામાં આવી શકે છે મંત્રીપદ છે.