Navratri 2021: નવરાત્રિના ચોથા નોરતે મા કુષ્માન્ડાના આ મંત્ર અને વિધાનથી પૂજા કરવાથી સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ, જાણો મંત્ર-વિધિ
નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માન્ડાની પૂજા અર્ચનનું વિધાન છે. માના પૂજન માટેના મંત્ર અને વિધિ વિધાન જાણી લઇએ….
Navratri 2021:નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માન્ડાની પૂજા અર્ચનનું વિધાન છે. માના પૂજન માટેના મંત્ર અને વિધિ વિધાન જાણી લઇએ….
નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માન્ડાની પૂજા અર્ચનનું વિધાન છે. માનવામાં આવે છે કે, મા કુષ્માન્ડાનું ભાવ તેમજ વિધિવત પૂજન અર્ચન કરવાથી સમસ્ત મનોકામનાની પૂર્તિ થાય છે. મા કુષ્માન્ડાની આરાધાનાથી યશ, બળ, આરોગ્ય અને આયુમાં વૃદ્ધિ થાય છે અને ભક્તના તમામ કષ્ટો દૂર થાય છે. દેવી કુષ્માન્ડાની આઠ ભૂજા છે. મા તેના હાથમાં ધનુષ બાણ, અમૃત કળશ, ચંદ્ર, ગદા, કમલ, કમંડલ ધારણ કરેલ છે. જો અન્ય બંને કરમાં સિદ્ઘિઓ અને નિધિયુક્ત માળા છે.માની સવારી સિંહ છે.
આ રીતે કરો મા કુષ્માન્ડાની પૂજા
માને ઇલાયચીનો ભોગ લગાવાવનું વિધાન છે. મા કુષ્માન્ડાને એટલી લીલી ઇલાયચી અર્પણ કરો જેટલી આપની ઉંમર હોય. દરેક ઇલાયચી અર્પણ કરતી લખતે. ઓમ બુધાય નમ:નો મંત્ર જાપ કરો. બધી જ ઇલાયચીને એકત્રિત કરીને કપડામાં બાંધીને રાખી. અને આવતી નવરાત્રિ સુધી સુરક્ષિત રાખો. જેનાથી આયુ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે.
આ મંત્રનો જાપ રહેશે અચૂક ફળદાયી
- યા દેવી સર્વભૂતેષૂ, મા કુષ્માન્ડા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમ:
- સુરા સંપૂર્ણ કલશં રૂધિરાપ્લુતમેવ ચ, દધાના હસ્તાપદ્મા યામ કુમાન્ડા શુભદાસ્તુ મેં..
- ઓમ કુષ્માન્ડા નમ:
- વન્દે વાચ્છિત કામાર્થે ચંદ્રાર્ધકૃતશેખરામ્ સિંહ રૂઢા અષ્ટ ભૂજા કુષ્માન્ડા યશસ્વિનીમ
- માને ધરાવો આ પ્રસાદ
- ચોથા દિવસે કુષ્માન્ડા દેવીને માલપુવાનો ભોગ લગાવો, ત્યારબાદ આ પ્રસાદને કોઇ ગરીબને દાન કરી દો. આવું કરવાથી બુદ્ધિનો વિકાસ થવાની સાથે નિર્ણયશક્તિમાં વધારો થાય છે અને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
ભાવ અને વિધિ વિધાન સાથે નવરાત્રિના ચોથા દિવસે મા કુષ્માન્ડાનું આ ઉપરોક્ત મંત્ર સાથે પૂજન કરવાથી અને ઇલાયચી અર્પણ કરવાથી સુખ સમૃદ્ધિ અને આયુમાં વૃદ્ધિ થવાની સાથે ભક્તનો તમામ કષ્ટોનું નિવારણ થાય છે.