શોધખોળ કરો

Navratri 2024 1st Day : નવરાત્રિના પ્રથમ દિવસે કરો માતા શૈલપુત્રીની પૂજા, જાણો પૂજાવિધિ?

આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ શુભ અવસર પર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે

આજથી આસો નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ શુભ અવસર પર મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવશે. નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન પછી મા શૈલપુત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે. શૈલ એટલે હિમાલય અને પર્વતરાજ હિમાલયની પુત્રી હોવાને કારણે માતા પાર્વતીને શૈલપુત્રી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ શ્રદ્ધા અને વિધિપૂર્વક મા શૈલપુત્રીની પૂજા કરે છે, તેની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે અને તેને દરેક પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. માતા શૈલપુત્રીના આશીર્વાદથી તમને ઈચ્છિત ફળ મળે છે.

માતા શૈલપુત્રીનું સ્વરૂપ

માતા શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ શાંત, સરળ, નમ્ર અને દયાથી ભરેલું છે. માતાના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળ શોભે છે. તેઓ નંદી નામના બળદ પર સવાર થઈને હિમાલય પર બિરાજમાન છે. નંદીને ભગવાન શિવનો ગણ માનવામાં આવે છે. તપસ્યા કરનારા માતા શૈલપુત્રી તમામ વન્ય જીવોની રક્ષક પણ છે અને સૌંદર્ય અને દયાની મૂર્તિ પણ છે. જે ભક્તો દેવી શૈલપુત્રીની પૂજા કરે છે અને નવરાત્રિના પ્રથમ દિવસે વ્રત રાખે છે, તેમના જીવનમાંથી તમામ પ્રકારની પરેશાનીઓ દૂર રહે છે અને માતા સંકટ સમયે તેમની રક્ષા કરે છે. તે તેમના ભક્તોની તમામ ઈચ્છાઓ પૂરી કરે છે

નવરાત્રિના પહેલા દિવસે આ રીતે કરો ઘટસ્થાપન

નવરાત્રિના પ્રથમ દિવસે ઘટસ્થાપન કરવામાં આવે છે. ઘટસ્થાપનમાં તાંબા અથવા માટીના કળશમાં દેવી દુર્ગાનું આહવાન કરવામાં આવે છે. આ કળશને નવ દિવસ સુધી પૂજા સ્થાન પર રાખવામાં આવે છે. ઘટસ્થાપન માટે ગંગાજળ, નારિયેળ, લાલ કપડું, ચંદન, પાન, સોપારી, ધૂપ, ઘીનો દીવો, તાજા ફળો, ફૂલની માળા, બેલપત્રોની માળા અને એક શાળીમાં ચોખાની જરૂર હોય છે. વૈદિક કેલેન્ડર મુજબ આ વખતે આસો નવરાત્રિ 3જી ઓક્ટોબરથી શરૂ થશે. આજે ઘટસ્થાપન માટે શુભ સમય છે. મંદિરો અને શક્તિપીઠોમાં સવારે 4:09 થી 5:07 સુધી વિશેષ શુભ રહેશે. તમે ઘરો અને પંડાલોમાં સવારે 9:40 થી 11:50 સુધી દેવી ભગવતીની પૂજા કરી શકો છો. આ સમય વૃશ્ચિક રાશિમાં રહેશે અને સામાન્ય રીતે શુભ રહેશે.

મા શૈલપુત્રીની પૂજાવિધિ

મા દુર્ગાના પ્રથમ સ્વરૂપ મા શૈલપુત્રીની પૂજા કેવી રીતે કરવી તે વિશે દેવી ભાગવત પુરાણમાં વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સવારે વહેલા ઉઠીને સ્વચ્છ વસ્ત્રો પહેરીને અને મા દુર્ગાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરીને પૂજાની શરૂઆત કરો.

આસો નવરાત્રિના પ્રથમ દિવસે ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરે છે અને સ્વચ્છ વસ્ત્રો પહેરે છે. આ પછી પૂજા સ્થળ પર ગંગા જળ છાંટીને શુદ્ધ કરવામાં આવે છે અને પછી તેના પર મા દુર્ગાની મૂર્તિ, ચિત્ર અથવા ફોટો સ્થાપિત કરવામાં આવે છે. કળશની સ્થાપના સમગ્ર પરિવાર સાથે સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે કરવામાં આવે છે

ઘટસ્થાપના પછી મા શૈલપુત્રીના ધ્યાન મંત્રનો જાપ કરો અને નવરાત્રિ વ્રતનો સંકલ્પ લો. મા દુર્ગાની પ્રથમ શક્તિ મા શૈલપુત્રીની પૂજા ષોડશોપચાર પદ્ધતિથી કરવામાં આવે છે. તેમની પૂજામાં તમામ નદીઓ, તીર્થસ્થાનો અને દિશાઓનું આહવાન કરવામાં આવે છે.

માતાને કુમકુમ અર્પણ કરો અને સફેદ, પીળા કે લાલ ફૂલ ચઢાવો. માતાની સામે ધૂપ અને દીવો પ્રગટાવો. તેમજ પાંચ દેશી ઘીના દીવા પ્રગટાવો. આ પછી માતા શૈલપુત્રીની આરતી કરો.

પછી માતાની કથા, દુર્ગા ચાલિસા, દુર્ગા સ્તુતિ અથવા દુર્ગા સપ્તશતી વગેરેનો પાઠ કરો. તેમજ પરિવાર સાથે માતા દેવીની સ્તુતિ કરો. અંતમાં માતાને ભોગ અર્પણ કરી પૂજા પૂર્ણ કરો. સાંજની પૂજામાં પણ માતાની આરતી કરો અને મંત્રોચ્ચાર અને ધ્યાન કરો.

માતા શૈલપુત્રીનો પ્રસાદ

નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. શૈલનો અર્થ થાય છે પથ્થર, જેને હંમેશા અડગ માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજામાં સફેદ રંગનું ઘણું મહત્વ છે. માતાને પ્રસન્ન કરવા માટે સફેદ ફૂલ, વસ્ત્રો અને મીઠાઈઓ અર્પણ કરવી જોઈએ. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી અવિવાહિત કન્યાઓને સારો વર મળે છે. સાથે જ ઘરમાં પૈસા અને અનાજની ખોટ રહેતી નથી

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી

વિડિઓઝ

Banaskantha Trible Protest : પાડલિયામાં આદિવાસી-પોલીસ વચ્ચે ઘર્ષણનો કેસ , શું ઉચ્ચારી ચીમકી?
Ahmedabad Metro : કાલે અમદાવાદમાં IND Vs SA T20 મેચને લઈ મેટ્રોના સમયમાં વધારો
Hun To Bolish : હું તો બોલીશ : સુરત ચૌટા બજારના હટાવાશે દબાણ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા મારશે બુલડોઝરને બ્રેક?
Hun To Bolish : હું તો બોલીશ : બિલ્ડરો બન્યા બેફામ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
આગામી 72 કલાક ભારે... ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડવેવનો ડબલ એટેક, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ જાહેર
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
અભિનેત્રી શિલ્પા શેટ્ટીના ઘરે ઈનકમ ટેક્સના દરોડા,બેસ્ટિયન રેસ્ટોરન્ટ વિવાદ બાદ મોટી કાર્યવાહી
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
ઈશાન કિશનની કેપ્ટનશીપ હેઠળ ઝારખંડે રચ્યો ઈતિહાસ, પ્રથમ વખત જીતી સૈયદ મુશ્તાક અલી ટ્રોફી
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
Tulsi Leaves: તુલસીના પાન ચાવવા ખૂબ જ ફાયદાકારક, અનેક બીમારીઓ રહેશે તમારાથી દૂર
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
Embed widget