હુમા કુરેશીના ભાઇની હત્યાની ઘટના CCTVમાં કેદ, આરોપી ઉપરાછાપરી કરતા રહ્યાં પ્રહાર, જાણો અપડેટસ
દિલ્હીના જંગપુરા ભોગલ માર્કેટમાં પાર્કિંગ વિવાદ દરમિયાન હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની હત્યા કરવામાં આવી છે. આ ઘટના સાથે સંકળાયેલા સીસીટીવી વાયરલ થયા છે.

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આવેલા જંગપુરા ભોગલ બજાર લેનમાં ગુરુવારે મોડી રાત્રે (7 ઓગસ્ટ 2025) બોલિવૂડ અભિનેત્રી હુમા કુરેશીના પિતરાઈ ભાઈ આસિફ કુરેશીની પાર્કિંગ વિવાદમાં હત્યા કરવામાં આવી હતી. બે યુવાનોએ તેમના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટના સાથે જોડાયેલા સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કોઈ વાતને લઈને ઝઘડો થયા બાદ આરોપીઓ ગુસ્સે થઈ જાય છે અને આસિફ પર હુમલો કરે છે. એક આરોપીના હાથમાં તીક્ષ્ણ હથિયાર છે, જેનાથી તે સતત હુમલો કરે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સ્કૂટીને ગેટ પરથી હટાવીને બાજુ પર પાર્ક કરવાનું કહેવામાં આવતાં વિવાદ શરૂ થયો હતો. આ સામાન્ય લાગતો વિવાદ ટૂંક સમયમાં હિંસક બન્યો. ઘટનાના મુખ્ય આરોપી ગૌતમ અને ઉજ્જવલ એ સાથે મળીને આસિફ પર હુમલો કર્યો. ઉજ્જવલે પહેલા હુમલો કર્યો, ત્યારબાદ ગૌતમે પણ હુમલો કર્યો. ઘટના સમયે ઘટનાસ્થળે હાજર ભીડે દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો, આસિફની પત્નીએ પણ હુમલાખોરોને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં આસિફ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો.
હુમા કુરેશીના ભાઇની હત્યાના સીસીટીવી ફૂટેજ pic.twitter.com/9cgeHMqbpA
— ABP Asmita (@abpasmitatv) August 8, 2025
હોસ્પિટલમાં મૃત્યુ, આરોપીની ઓળખ થઈ
ગંભીર રીતે ઘાયલ આસિફને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. પોલીસે બંને આરોપીઓની ઓળખ કરી લીધી છે, જે સગા ભાઈઓ છે. પોલીસે એક ટીમ બનાવી છે અને આરોપીઓને પકડવા માટે દરોડા પાડવાનું શરૂ કર્યું છે.
સંબંધીઓનો દાવો છે - પહેલાથી જ કાવતરું ઘડાયું હતું
મૃતકના સંબંધીઓ કહે છે કે, આ હત્યા એક સુનિયોજિત કાવતરાનું પરિણામ છે. આસિફના સંબંધી જાવેદે જણાવ્યું હતું કે અગાઉ પણ બે વાર તેની સાથે જાણી જોઈને ઝઘડો કરવામાં આવ્યો હતો અને હુમલો કરવામાં આવ્યો હતો. તેનો આરોપ છે કે આ વખતે આરોપીઓએ તક મળતાં જ તેની હત્યા કરી દીધી.
સીસીટીવી ફૂટેજ કેસનો મહત્વપૂર્ણ પુરાવો છે
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેમાં બંને આરોપીઓ આસિફ પર હથિયારોથી હુમલો કરતા સ્પષ્ટ જોઈ શકાય છે. આ ફૂટેજ પોલીસ તપાસમાં મહત્વપૂર્ણ પુરાવો સાબિત થઈ શકે છે.





















