શોધખોળ કરો

Ganesh Chaturthi 2025: ગણેશ પૂજામાં આ ભૂલ ક્યારેય ન કરો, નહીં તો પૂજા નિષ્ફળ જશે

ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહ્યા છે આ અંગે સચોટ માર્ગદર્શન આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે સાચા વિધિ વિધાનથી ગણેશ ઉત્સવમાં ગણેશ પૂજન કરવામાં આવે તો ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે

Ganesh Chaturthi: ભગવાન શ્રી ગણેશને વિઘ્નહર્તા દેવ કહ્યા છે આ અંગે સચોટ માર્ગદર્શન આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે સાચા વિધિ વિધાનથી ગણેશ ઉત્સવમાં ગણેશ પૂજન કરવામાં આવે તો ગણેશજીની કૃપા પ્રાપ્ત થાય છે. જીવનમાં શુભતા આવે છે વિઘ્નો દૂર થાય છે અને શુભ અને મંગળ થાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. 

વર્ષ દરમિયાન ભગવાન ગણેશને રીઝવવાનો શ્રેષ્ઠ સમય  એટલે  ગણેશ મહોત્સવ. જે ગણેશ ચતુર્થીથી શરૂ થાય અને અનંત ચૌદશના રોજ પૂરો થાય છે. માટે જ  સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થીએ ભગવાન ગણેશની સ્થાપના કરાય છે. 10 દિવસના ઉત્સવમાં પૂજન અર્ચન  કરી અનંત ચૌદસના રોજ તેમનું વિસર્જન કરવામાં આવે છે.  

ગણેશ ચતુર્થી, ગણેશજી જેમને પ્રથમ પૂજ્ય દેવ તરીકે પૂજવામાં આવે છે દરેક શુભ કાર્યની શરૂઆત કરતા પહેલા તેમની પૂજા કરાય છે તેઓની આરાધના કરવાનો આ શ્રેષ્ઠ અવસર ગણાય છે.  

1 ગણેશજીની કેવી મૂર્તિ શ્રેષ્ઠ ફળ આપે ?

માટીના ગણેશનો મહિમા કેમ ? 

શાસ્ત્રો અનુસાર  વિશેષ રૂપે સાચો મહિમા માટીના ગણપતિ બનાવવાનો અને સ્થાપન કરવાનો એટલે  છે  તે જ ઉત્તમ ફળ પ્રદાન કરે છે. જેના ત્રણ મુખ્ય કારણો છે.  1- પૂર્વ કાળમાં માતા ઉમા એ જ દિવસે  ગણેશજીને પોતાના શરીરના મેલ અને કાચી માટીથી ગણેશજીનું સર્જન કર્યું હતું.  2 - ગણેશ જીને હાથીનું શીશ લગાવી આજ દિવસે ભગવાન શિવજીએ પુનઃ સજીવન કર્યા હતા. 3-  મહાભારત ગ્રંથ રચના સમયે મહર્ષિ વેદ વ્યાસજીએ ગણેશજીને શીતળતા મળે તે માટે માટીનો લેપ લગાવ્યો હતો આ મહાન કથાઓને કારણે ગણેશ પર્વ ઉજવાય છે માટે જ સાચો મહિમા માટીના ગણેશનો છે.  

મૂષક , રિદ્ધિ સિદ્ધિ અને મોદક  સહિતના ગણેશજીની પ્રતિમા લેવી

ગણેશજીના  અસ્ત્ર

પ્રમુખ અસ્ત્ર-  પાશ, અંકુશ,અને પરશુ છે 

ગણેશજીના અન્ય શણગારમાં શંખ કમળ પુષ્પ  ચક્ર  ગદા પરશુ અને નાગ છે મૂષક

2 ભગવાન ગણેશનો મહિમા

આજ કારણે  ગણેશ પર્વેમાં ગુજરાત સહિત દેશભરમાં  માટીના ભગવાન ગણેશનો મહિમા  છે.  પોતાના ઘર શહેર નગર શેરી ઓફીસ ફેક્ટરી કે દરેક સ્થાને અને પોતાની શ્રદ્ધા અનુસાર ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ કે દસ દિવસ સુધી કરી શકાય.  

આ વર્ષે ગણેશ ઉત્સવમાં 27 ઓગસ્ટ 2025  બુધવારે ગણેશ ચતુર્થીએ ગણેશ સ્થાપના અને 6 સપ્ટેમ્બર શનિવારે અનંત ચૌદસે ગણેશ વિસર્જન આમ આ દસ દિવસ ગણેશ આરાઘના કરાશે.  

3 ગણેશ ચોથના ચંદ્ર દર્શન નિષેધ  મનાય  છે.   ગણેશજીએ શ્રાપ આપેલો છે.  

નિષેધ ચંદ્ર દર્શનનો સમય (ગણેશ ચતુર્થી 2025 ચંદ્ર સમય)
ગણેશ ચતુર્થી પર ચંદ્ર જોવાનું અશુભ માનવામાં આવે છે. જેથી  આ દિવસે ચંદ્ર જોવાથી કોઈ પ્રકારનો કલંક લાગે છે. તેથી એક દિવસ પહેલા એટલે કે 26 ઓગસ્ટથી 27 ઓગસ્ટ સુધી ચંદ્ર જોવાની મનાઈ છે.

નિષેધ ચંદ્ર દર્શનનો સમય - 26 ઓગસ્ટ બપોરે 01:54 થી સાજે 08:29 વાગ્યા સુધી
સમયગાળો - 6 કલાક 34 મિનિટ
નિષેધ ચંદ્ર દર્શનનો સમય - 27 ઓગસ્ટ સવારે 09:28 થી 08:57 વાગ્યા સુધી
સમયગાળો - 11 કલાક 29 મિનિટ 

માટીના  ગણેશજીનું પૂજન

ભક્તો માટીના  ગણેશજીનું સ્થાપન કરી પુજન અર્ચન કરે છે અને વર્ષ પર્યંત માટે ગણેશજીના આશીર્વાદ મેળવે છે અને અનેક લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે. 

ભગવાન શ્રી ગણેશને પ્રથમ પૂજ્ય દેવ તેમજ શુભતાના દેવ વિઘ્નહરતા દેવ કહેવાય છે.  જેથી કોઈપણ કાર્યની શરૂઆત કરતા પહેલા ગણેશજીનું નામ સ્મરણ કરી કાર્ય કરાય છે.  આદિ કાળથી ભક્તો દ્વારા ગણેશ ચતુર્થી એ ભગવાન શ્રી ગણેશનું પોતાના ઘરમાં ઓફિસમાં ફેક્ટરીમાં સોસાયટીમાં નગરમાં કે ગામમાં સ્થાપના કરીએ છીએ અને વર્ષપર્યંત તેમની કૃપા અવશ્ય પ્રાપ્ત થાય છે 

4 ગણેશજીને રીઝવવા શ્રેષ્ઠ મંત્રો 

ઓમ ગં ગણપતયે નમઃ

ઓમ એક દંતાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તનો દંતિ પ્રચોદયાત્

ગણેશજી - જલ તત્વનાં અધિપતિ છે અને ગંગાજળ  મિશ્રિત જળથી સ્નાન ખુબ પ્રિય છે તેમની પાસે જલ અવશ્ય રાખવું. 

ગણેશ સ્થાપન પાસે જલ ભરેલ કળશ રાખવાથી ગણેશજી પ્રસન્ન રહે છે 

ગણેશજી - બુધ અને કેતુ ગ્રહના અધિપતિ છે

5  ગણેશજીને પ્રિય પ્રસાદ

અનેક પ્રકારના મોદક, ચુરમાના લાડુ તેમજ ગોળ  

ગણેશજીને  મન ગમતા પુષ્પ જાસુદ લાલ પીળા, લાલ ગુલાબના પુષ્પ, પીળા કેસરી ગલગોટા હજારીગલના પુષ્પ 

પ્રિય ફળ-કેળા, ચીકુ, સીતાફળ સફરજન, પપૈયુ

ગણેશજીને ધરો કેવી રીતે અર્પણ કરાય

ગણેશજીને  ધરો અતિપ્રિય છે અચૂક તેમને અર્પણ કરાય છે.  ગણેશજીને ધરોની 21 ગાંઠો અર્પણ કરવાથી  મનોકામના પૂર્ણ થાય તેમજ જીવનમાં શીતળતા અને સુખ પ્રાપ્ત થાય  છે. ગણેશજીને સમીપત્ર પ્રિય છે તે અર્પણ કરી શકાય તેનાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થાય છે 

ઉપરોક્ત ગણેશજીની ચીજો સામગ્રીઓ દ્વારા આ 10 દિવસમાં યથાશક્તિ ગણેશ પૂજન કરવાથી જીવનના દૂર થાય છે અને ધન સમૃદ્ધિ એશ્વર્ય અને કાર્ય સિદ્ધિની પ્રાપ્તિ થાય છે ઘરમાં શુભ અને મંગલ પ્રસંગ આવે છે

6 ભગવાન ગણેશને અપ્રિય 5 વસ્તુઓ

તુલસી, ખંડિત સૂકા ચોખા, કેતકી કે સફેદ ફૂલ, સફેદ વસ્ત્ર અને સફેદ ચંદન ચઢાવવામાં આવતા નથી કેમકે તે ચંદ્રથી સંબંધિત છે. ગણેશજીને અન્ય અપ્રિય બાબતોમાં કેક, પેસ્ટ્રી, પીઝા, પાસ્તા, સેન્ડવીચ જેવી ચીજો ન ધરાવી શકાય.  ઘરનું બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન થાળ સ્વરૂપે મોદક સહિત ધરાવી શકાય. 

બીજું ઘણા ભક્તોને એવો પણ સંશય રહે છે કે ઓફિસ કે ફેક્ટરીમાં સ્થાપન કર્યા પછી તેને બંધ કરાય નહીં તેવો કોઈ વહેમ રાખવો નહીં હા, એકવાત જરૂરી છે  સ્થાપન કર્યા પછી બંને સમય તેમનું પુજન અર્ચન થવું જોઈએ.  બંને સમય ફુલહાર પ્રસાદ ધૂપ દીપ આરતી કરવી જરૂરી છે. 

(જાણીતા જ્યોતિષી ચેતન પટેલ) 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષના મેસેજથી સાવધાન!
Hun To Bolish : હું તો બોલીશ : ફરજી IPSની ફાંકા ફોજદારી
Hun To Bolish : હું તો બોલીશ : લગ્નસંસ્કાર પર સવાલ કેમ?
Ambalal Patel Rain Prediction : ગુજરાતમાં ક્યાં પડશે માવઠું? અંબાલાલની ચોકાંવનારી આગાહી
Marriage Registration Rule Change : ભાગેડુ લગ્નને લઈ સરકાર લઈ શકે છે મોટો નિર્ણય

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
ગાંધીનગર: સચિવાલયના 19 DySO ને બઢતી, હંગામી ધોરણે સેક્શન ઓફિસર તરીકે નિમણૂક
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
180ની સ્પીડ છતાં પાણી ન છલકાયું: વંદે ભારત સ્લીપર ટ્રેનનું સફળ ટ્રાયલ, જુઓ અદભૂત Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
બે મુસ્લિમ દેશો વચ્ચે ભયાનક યુદ્ધના એંધાણ, સાઉદીએ 2 જહાજો પર કરી એરસ્ટ્રાઈક, જુઓ Video
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
‘મારી પાછળ તો ઘણાં ક્રિકેટર..., સૂર્યકુમાર યાદવ તો મને...’ - બોલિવૂડ એક્ટ્રેસના દાવાથી ખળભળાટ
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
2026 માં ભારત - પાકિસ્તાન વચ્ચે મહાયુદ્ધના ભણકારા, અમેરિકાના રિપોર્ટથી ખળભળાટ; 'ઓપરેશન સિંદૂર' તો ટ્રેલર....
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
હાર્ટ એટેક અને સ્ટ્રોકથી બચવું છે ? ધમનીઓ સાફ રાખવા અપનાવો આ 3 રીત, ડોક્ટરની સલાહ
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
CBSE Board Exam 2026: ધોરણ 10 અને 12 ની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર, 3 March નું પેપર હવે આ નવી તારીખે લેવાશે
Embed widget