Raksha Bandhan 2022: રક્ષાબંધન પર વીરાની રાશિ મુજબ રાખડીનો પસંદ કરો રંગ, બધા જ કષ્ટોથી ભાઈની થશે રક્ષા
Raksha Bandhan 2022: દિવસે દરેક બહેન પોતાના ભાઈની પ્રગતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભાઈને તેની રાશિ પ્રમાણે રાખડી બાંધવી ખૂબ જ શુભ રહે છે.
Color of Rakhi 2022: આ રક્ષાબંધન પર, જો તમે તમારા ભાઈની રાશિના રંગને ધ્યાનમાં રાખીને તેના કાંડા પર રાખડી બાંધો છો, તો તે ખૂબ જ ફળદાયી રહેશે. રક્ષાબંધન 11મી ઓગસ્ટ 2022ના રોજ ઉજવવામાં આવશે. રક્ષાબંધન પર, બહેન તેના ભાઈને તિલક લગાવીને આરતી કરે છે અને તેના કાંડા પર રાખડી બાંધે છે. રક્ષાબંધન પર સારો સમય જોઈને જ રાખડી બાંધવી જોઈએ. દિવસે દરેક બહેન પોતાના ભાઈની પ્રગતિ અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભાઈને તેની રાશિ પ્રમાણે રાખડી બાંધવી ખૂબ જ શુભ રહે છે. આવો જાણીએ કઈ રાશિના ભાઈને કયા રંગની રાખડી બાંધવી જોઈએ.
રાશિ મુજબ પસંદ કરો રાખડી
- મેષઃ મેષ રાશિના ભાઈને લાલ રંગની રાખડી બાંધો.આનાથી ભાઈનું સ્વાસ્થ્ય સારું રહેશે.
- વૃષભઃ આ રાશિના ભાઈને સફેદ રંગની રેશમી દોરાની રાખડી બાંધો. તેમાં છ ગાંઠો નાખો. તેનાથી તેમને માનસિક શાંતિ મળશે.
- મિથુનઃ આ રાશિના ભાઈને લીલા રંગની રાખડી બાંધો. તેનાથી આત્મવિશ્વાસ વધશે, સાથે જ ભાઈના અટકેલા કામ પણ થવા લાગશે.
- કર્કઃ કર્ક રાશિના ભાઈને પીળા રેશમી દોરાની રાખડી બાંધો. આમ કરવાથી ભાઈને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળશે અને સંબંધ મજબૂત રહેશે.
- સિંહઃ સિંહ રાશિના ભાઈને પાંચ રંગની રાખડી બાંધો અને તેમાં સાત ગાંઠ કરો, આમ કરવાથી ભાઈના જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે.
- કન્યાઃ કન્યા રાશિના ભાઈને સફેદ અથવા ચાંદીની રાખડી બાંધો. તેનાથી જીવનમાં આવતા અવરોધો દૂર થશે અને ભાઈની રક્ષા થશે.
- તુલાઃ આ રાશિના ભાઈને ક્રીમ કલર, સફેદ કે આછા વાદળી રંગની રાખડી બાંધો. તેનાથી સંપત્તિમાં વધારો થશે.
- વૃશ્ચિકઃ આ રાશિના ભાઈને ગુલાબી, લાલ અથવા બ્રાઇટ કલરની રાખડી બાંધો. તેનાથી જીવનમાં ખુશીઓ જળવાઈ રહેશે.
- ધનઃ આ રાશિના ભાઈને સફેદ કે પીળા રંગની રાખડી બાંધો. આમ કરવાથી માનસિક શાંતિ રહેશે અને વેપાર અને નોકરીમાં પ્રગતિ થશે.
- મકરઃ મકર રાશિના ભાઈને બહુરંગી રાખડી અથવા વાદળી રંગની રાખડી બાંધો. તેનાથી ભાગ્યોદય થશે.
- કુંભઃ આ રાશિના ભાઈને વાદળી રંગની રાખડી બાંધો. મનોબળ મજબૂત રહેશે અને જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થશે.
- મીનઃ આ રાશિના ભાઈને લાલ, પીળા કે કેસરી રંગની રાખડી બાંધો આનાથી ભાઈના જીવનમાં ખુશીઓ આવશે.
રક્ષા બંધન 2022 ભદ્રા કાળનો સમય
- રક્ષાબંધનના દિવસે ભદ્રા પૂંછ - 11 ઓગસ્ટ 2022, સાંજે 05.17 થી 06.18 સુધી
- રક્ષાબંધન ભદ્રા મુખ - સાંજે 06.18 થી 8.00 સુધી
- રક્ષાબંધન સમાપ્તિ - 11 ઓગસ્ટ, 2022, રાત્રે 08.51 વાગ્યે
- રક્ષાબંધન પ્રદોષ કાળનું મુહૂર્ત 11 ઓગસ્ટ રાત્રે 08.52 થી 09.14 સુધીનો છે. રાખડી બાંધવાનો આ શ્રેષ્ઠ સમય છે.
ભદ્રાકાળમાં રાખડી કેવી રીતે બાંધવી?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા કાળમાં ભાઈના કાંડા પર રક્ષાસૂત્ર ન બાંધવું જોઈએ, પરંતુ જો સમયના અભાવે કે અન્ય કોઈ કારણથી આ સમયગાળામાં રાખડી બાંધવી જરૂરી હોય તો પ્રદોષકાળ (સાંજના સમય)માં શુભ, અમૃત ચોઘડિયાના જોઈને રાખડી બાંધી શકાય. 11 ઓગસ્ટે અમૃત ચોઘડિયું સાંજે 6.55 થી 8.20 સુધી રહેશે.
ભદ્રા ક્યારે અશુભ હોય છે?
ભદ્રા સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. શનિની જેમ તેનો સ્વભાવ પણ ક્રૂર છે. ધાર્મિક ગ્રંથો અનુસાર ભલે ભદ્રાનો શાબ્દિક અર્થ કલ્યાણ થાય, પરંતુ તેનાથી વિપરિત ભદ્રા કાળમાં શુભ કાર્ય વર્જિત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ભદ્રા ત્રણેય લોકમાં રાશિ પ્રમાણે ભ્રમણ કરે છે. મૃત્યુલોક (પૃથ્વી લોક)માં હોવાને કારણે શુભ કાર્યમાં અવરોધો આવે છે.
આ પણ વાંચોઃ