શોધખોળ કરો

Salangpur Hanuman: સાળંગપુર હનુમાનને ભક્તો સ્વહસ્તે લખેલી હનુમાન ચાલીસા અર્પણ કરી શકશે, શરૂ કરાયું ''મારા દાદાને મારી ચાલીસા '' અભિયાન

Hanuman Jayanti: હનુમાન જયંતિ 6 એપ્રિલ 2023, ગુરુવારે છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ આ તિથિ ઉજવવામાં આવે છે.

Salangpur Hanumanji : હનુમાન જયંતિ 6 એપ્રિલ 2023, ગુરુવારે છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાએ આ તિથિ ઉજવવામાં આવે છે. હનુમાનને ભગવાન શિવનો 11મો રુદ્ર અવતાર કહેવામાં આવે છે અને તેઓ ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત છે. આ દિવસે હનુમાનજીએ વાનર જાતિમાં જન્મ લીધો હતો. હનુમાનજી એવા દેવતા છે જેમને ત્રેતાયુગથી અત્યાર સુધીના સૌથી ઝડપી દેવતા માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યાં પણ રામ કથા થાય છે ત્યાં હનુમાનજી કોઈને કોઈ સ્વરૂપમાં હાજર હોય છે. હનુમાન જયંતિ પર હનુમાનજીની જન્મ કથા સાંભળવાથી બજરંગબલીના આશીર્વાદ વરસે છે.

હનુમાન જયંતિને લઈ સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા ''મારા દાદાને મારી ચાલીસા '' અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હનુમાન જ્યંતિ પર્વ નિમિત્તે -સ્વહસ્તે લિખિત શ્રી હનુમાન ચાલીસાનું સામુહિક અભિયાન શરૂ કરાયું છે. દાદાના ભક્તો સ્વહસ્તે લિખિત શ્રી હનુમાન ચાલીસા પ્રાર્થના સ્વરૂપે દાદાના દરબારમાં મોકલી શકાશે. હનુમાન જયંતિના પવિત્ર દિવસે એ તમામ ચાલીસા પત્રો દાદાના ચરણે ભક્તિ ભાવપૂર્વક સમર્પિત કરી પ્રાર્થના કરવામાં આવશે. મંદિર ના કોઠારી સ્વામી તેમજ શાસ્ત્રી સ્વામીના માર્ગદર્શન હેઠળ કરાયું મારા દાદા ને મારી ચાલીસા નું અભિયાન

:: પત્ર મોકલવા માટે એડ્રેસ :

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર
મું.સાળંગપુર(હનુમાન),તા.બરવાળા, જી. બોટાદ, ગુજરાત, ભારત. પિન-382420

હનુમાન જયંતિ કથા

હનુમાનજીને કેસરીનંદન અને અંજનાયના પુત્ર કહેવામાં આવે છે, જ્યારે અન્ય માન્યતા અનુસાર, હનુમાનજીના જન્મ પાછળ પવનદેવનું પણ યોગદાન હતું, તેથી તેમને પવનપુત્ર પણ કહેવામાં આવે છે. દંતકથા અનુસાર, ત્રેતાયુગમાં, રાજા દશરથને પુત્ર પ્રાપ્તિ માટે હવન કરવામાં આવ્યો હતો. હવનની સમાપ્તિ પછી, ગુરુદેવે રાજા દશરથની ત્રણ રાણીઓ કૌશલ્યા, સુભદ્રા અને કૈકેયીને પ્રસાદની ખીર વહેંચી. તે સમયે ખીરનો એક નાનકડો ભાગ એક પક્ષી લઈ ગયું હતું.

આ રીતે હનુમાનજીનો જન્મ થયો હતો

ઉડતી વખતે તે પક્ષી અંજના દેવીના આશ્રમમાં ગયું. માતા અંજના અહીં તપસ્યા કરતી હતી. તે દરમિયાન પક્ષીના મોંમાંથી ખીર માતા અંજનાના હાથમાં આવી ગઈ. દેવીએ તેને ભોલેનાથનો પ્રસાદ માનીને તેનો સ્વીકાર કર્યો. આ પ્રસાદની અસરથી અને ભગવાનની કૃપાથી માતા અંજનાએ શિવના અવતાર એવા બાળક હનુમાનને જન્મ આપ્યો. તે દિવસે ચૈત્ર માસના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ હતી.

હનુમાન જયંતિ પર કેવી રીતે પૂજા કરવી

હનુમાન જયંતિના દિવસે બજરંગબલીને ચમેલીના તેલમાં સિંદૂર અર્પણ કરો. અક્ષત,  ગુલાબના ફૂલ ચઢાવો. નૈવેદ્યમાં માલપુઆ, ચણાના લોટના લાડુ ચઢાવો. 'ઓમ હં હનુમતે નમઃ' નો 108 વાર જાપ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. હવે આરતી પછી ગરીબોને દાન કરો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Embed widget