Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના હાઇબ્રિડ મોડલ માટે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે.
India vs Pakistan Champions Trophy: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના હાઇબ્રિડ મોડલ માટે સ્થળ નક્કી કરવામાં આવ્યું છે. તેની સત્તાવાર જાહેરાત હજુ થવાની બાકી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ અંગે ICCને જાણ કરી છે. PCBએ ટીમ ઈન્ડિયાની મેચો માટે UAEની પસંદગી કરી છે. તેની પાસે શ્રીલંકા અને યુએઈનો વિકલ્પ હતો. આ બંને દેશો પાકિસ્તાનની નજીક છે. પરંતુ એક રિપોર્ટ અનુસાર UAEના નામને મંજૂરી મળી ગઈ છે.
CT 2025: PCB choose UAE as neutral venue for India games.
— Cricbuzz (@cricbuzz) December 22, 2024
Details: https://t.co/1ONNm3UnyD#ChampionsTrophy2025 #India #Pakistan #PAKvIND pic.twitter.com/ls8rnvROOz
ક્રિકબઝના એક રિપોર્ટ અનુસાર, PCBએ UAEમાં રસ દાખવ્યો છે. તેણે આ અંગે આઈસીસીને સત્તાવાર રીતે જાણ કરી છે. PCBના અધ્યક્ષ મોહસિન નકવીએ અમીરાત ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ શેખ મુબારક અલ નાહયાન સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ યુએઈના નામને મંજૂરી આપવામાં આવી છે. જોકે, ICCએ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચ ક્યારે અને ક્યાં રમાશે?
ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાઈ શકે છે. આ મેચ દુબઈમાં યોજાઈ શકે છે. દુબઈનું સ્ટેડિયમ તેના અન્ય સ્ટેડિયમ કરતાં ઘણું મોટું છે. તેથી આ મેદાન પર મેચ થવાની સંભાવના વધુ છે.
UAE પાસે દુબઈની સાથે વધુ બે વિકલ્પો છે
યુએઈમાં કુલ ત્રણ સ્ટેડિયમ છે. પરંતુ આમાં સૌથી લોકપ્રિય સ્ટેડિયમ દુબઈનું છે. અહીં ઘણી મેચો થઈ છે. દુબઈની સાથે અબુ ધાબી અને શારજાહનો પણ વિકલ્પ છે. પરંતુ દુબઈનું સ્ટેડિયમ કદની દૃષ્ટિએ આ બંને કરતાં મોટું છે. આથી દુબઈનું નામ લગભગ નિશ્ચિત છે. ECB અને PCBની બેઠક બાદ ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચને લઈને ચર્ચા વધશે.
ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું શિડ્યૂલ ક્યારે જાહેર થશે
ચેમ્પિયન્સ ટ્રોફીનું શિડ્યુલ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ બાંગ્લાદેશ સામે રમી શકે છે. આ મેચ 20 ફેબ્રુઆરીએ યોજાશે.
Women U19 Asia Cup 2024: ભારતીય ટીમે જીત્યો એશિયા કપનો ખિતાબ, બાંગ્લાદેશને ફાઇનલમાં હરાવ્યું