શોધખોળ કરો

Shrawan 2023: શ્રાવણ મહિનામાં રાશિ મુજબ કરો પૂજા-અભિષેક, જાણો શું છે સોમવારનું માહાત્મ્ય

Shrawan Month: 28 ઓગસ્ટે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શ્રાવણી અમાસ સુધી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે.

Shrawan 2023: ભગવાન શંકરને ખૂબ જ પ્રિય અને તપ-જપ-ઉત્સવના પર્વ પવિત્ર શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ છે. 28 ઓગસ્ટે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. શ્રાવણી અમાસ સુધી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે.  

શ્રાવણ મહિનાના સોમવારનું શું છે માહાત્મ્ય

શ્રાવણ મહિનાના સોમવારનું ખૂબ જ મહત્વ છે. સોમવાર શિવજીને પ્રિય છે. આ મહિનામાં ભગવાન ભોળાનાથની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ મહિનામાં કરવામાં આવતાં સોમવારના ઉપવાસ જે ભક્ત સાચી શ્રદ્ધાથી કરે છે તેમને વર્ષભરની પૂજાનું ફળ મળે છે. જે લોકો તેમના લગ્ન જીવનમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે તેઓએ શ્રાવણ માસમાં ભગવાન શંકરની વિશેષ પૂજા કરવી જોઈએ. ભગવાન શિવની કૃપાથી લગ્ન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. આ મહિનામાં શિવની પૂજા કરવાથી તમામ પ્રકારના પાપોથી મુક્તિ મળે છે અને મરણ પછી મોક્ષ પ્રાપ્ત થાય છે.

સોમવારે કેવી રીતે ઉપવાસ કરવો

સૌ પ્રથમ, શ્રાવણ મહિનાના સોમવારે સવારે ઉઠ્યા પછી, કાળા તલને પાણીમાં ભેળવીને સ્નાન કરો. આ પછી, ભગવાન શિવને શુદ્ધ હૃદયથી યાદ કરો, સોમવારે ઉપવાસનો સંકલ્પ લો. ત્યારબાદ સફેદ ફૂલો, સફેદ ચંદન, પંચામૃત, ચોખા, સોપારી, બેલના પાન વગેરેથી શિવલિંગની પૂજા કરો. પૂજા દરમિયાન “ॐ सों सोमाय नम:” મંત્રનો જાપ કરતા રહો. હંમેશાં રુદ્રાક્ષની માળાથી શિવના મંત્રનો જાપ કરો.

Shrawan 2023: શ્રાવણ મહિનામાં રાશિ મુજબ કરો પૂજા-અભિષેક, જાણો શું છે સોમવારનું માહાત્મ્ય

કેવી રીતે કરશો પૂજા

  • વહેલી સવારે ઉઠો અને સ્નાન વગેરેથી નિવૃત્ત થયા પછી સ્વચ્છ કપડાં પહેરો.
  • આ પછી, ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને ગંગા જળથી બધા દેવતાઓનો અભિષેક
  • શિવલિંગ પર ગંગા જળ અને દૂધ અર્પણ કરો.
  • ભગવાન શિવને બીલીપત્ર અને ફૂલો અર્પણ કરો.
  • આ પછી ભગવાન શિવની આરતી કરો અને ભોગ પણ ચઢાવો.
  • ધ્યાનમાં રાખો કે ભગવાનને ફક્ત સાત્વિક વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે.
  • આ દિવસે ભગવાન શિવનું વધુને વધુ ધ્યાન કરો.

Shrawan 2023: શ્રાવણ મહિનામાં રાશિ મુજબ કરો પૂજા-અભિષેક, જાણો શું છે સોમવારનું માહાત્મ્ય

રાશિ પ્રમાણે પૂજનનું મહત્વ

જ્યોતીષોના કહેવા મુજબ ભોળાનાથના રીઝવવા પૂજા., અભિષેક ફળદાયી માનવામાં આવે છે. શિવભક્તો રાશિ મુજબ પૂજન અને શિવલિંગ પર વિવિધ અભિષેક કરીને પૂજા દ્વારા મનોવાંછીત ફળ મેળવી શકે છે.

  • મેષઃ તાંબાના લોટામાં શુદ્ધ જળમાં ગોળ મેળવીને પાણી ચઢાવવું, લાલ ફૂલ ચઢાવવા.
  • વૃષભઃ શિવલિંગ પર દહીં, સફેદ ચંદન, ફૂલ અને ચોખા અર્પણ કરવા,
  • મિથુનઃ શેરડીનો રસ અને બીલીપત્રપથી ભગવાન શિવની પૂજા અર્ચના કરવી,
  • કર્કઃ સફેદ ચંદનથી ત્રિપુંડ કરવું અને ઘીથી ભગવાનનો અભિષેક કરવો.
  • સિંહઃ ગોળ મિશ્રિત ગંગાજળથી તથા ઘઉં અર્પણ કરીને પૂજા કરવી.
  • કન્યાઃ શેરડીના રસથી ભગવાનનો અભિષેક કરવો, શિવજીને બીલીપત્ર ચઢાવવા,
  • તુલાઃ અત્તર મિશ્રિત પાણીથી શિવલિંગનો અભિષેક કરવો, સુગંધી ફૂલો અર્પણ કરવા.
  • વૃશ્ચિકઃ શ્રાવણ માસમાં પંચામૃતથી ભગવાન શિવજીનો અભિષેક કરવો.
  • ધનઃ કેસરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરી પીળા ફૂલ ચઢાવવા,
  • મકરઃ શ્રાવણ માસ દરમિયાન કાળા તલથી ભગવાનનો અભિષેક કરવો.
  • કુંભઃ ગંગાજળમાં કાળા તલ નાંખીને શિવલિંગ પર અભિષેક કરવો,
  • મીનઃ હળદરવાળા દૂધથી શિવજીનો અભિષેક કરવો.  

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ

સૌથી મોટું પુણ્ય છે દાન, જાણો સપ્તાહના કયા દિવસે કઈ ચીજનું કરશો દાન

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast  | આગામી ત્રણ કલાકમાં ઘમરોળાશે ગુજરાત, સૌથી મોટી આગાહી| Abp AsmitaNarmada Rain | જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ...દ્વારકા-પોરબંદર હાઈવેના થયા આવા હાલ Watch VideoSaurashtra rain | સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ બોલાવ્યા ભુક્કા, ભાવનગરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ | Watch VideoRajkot Rain | વહેલી સવારથી ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ નજારો આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
બપોર સુધીમાં રાજ્યના 134 તાલુકામાં વરસાદ, સુરતના પલસાણામાં સૌથી વધુ સાડા પાંચ ઇંચ વરસાદ
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
Gujarat Rain: વલસાડમાં મેઘરાજા કોપાયમાન, બે કલાકમાં 4 ઇંચ વરસાદથી કેડસમા પાણી ભરાયા
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
રોહિત શર્માએ ચાખ્યો જીતનો સ્વાદ, વર્લ્ડકપ વિજેતા બન્યા બાદ બાર્બાડોસના મેદાનની માટી ઉઠાવીને ખાધી
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
EPFO Alert: EPFOના પેન્શનના નિયમોમાં ફેરફાર, 23 લાખ કર્મચારીઓને સીધો ફાયદો
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain: ગુજરાતમાં ચોમાસુ જામ્યુ, સવારે 8 વાગ્યા સુધી 77 તાલુકા જળબંબાકાર, જુઓ લેટેસ્ટ આંકડા
Gujarat Rain:ગુજરાતના આ  જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Gujarat Rain:ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધૂંવાધાર એન્ટ્રી, છેલ્લા 24 કલાકમાં 191 તાલુકામાં વરસાદ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો  રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Kohli Rohit Retirement: T20Iથી ખતમ થયો રોહિત-કોહલી યુગ, ખિતાબ સાથે મળી યાદગાર ફેરવેલ
Embed widget