(Source: ECI/ABP News/ABP Majha)
‘ઔરંગઝેબે તોડ્યું હતું મથુરાનું શ્રીકૃષ્ણ મંદિર’, ASI એ જન્મભૂમિ મામલે દાખલ કરેલી RTI માં આપ્યો જવાબ
Mathura: કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ એડવોકેટ મહેન્દ્ર પ્રતાપે જણાવ્યું કે, આને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પુરાવા તરીકે સામેલ કરીશું.
Mathura Shri Krishna Janmabhoomi: શ્રીકૃષ્ણ જન્મભૂમિ-શાહી ઈદગાહ વિવાદમાં એક મોટી જાણકારી સામે આવી છે. જેમાં જણાવાયું છે કે મુગલ શાસક ઔરંગઝેબે મથુરામાં મંદિર તોડીને મસ્જિદ બનાવી હતી. તેનો ખુલાસો આરટીઆઈમાં માંગવામાં આવેલી જાણકારીના આધારે થયો છે. આરટીઆઈમાં આગ્રાના પુરાતત્વ વિભાગે જણાવ્યું કે, ઔરંગઝેબ દ્વારા મંદિર તોડીને બનાવવામાં આવેલી મસ્જિદના સ્થાન પર જ શાહી ઈદગાહ મસ્જિદનું નિર્માણ થયું છે.
મૈનપુરીના અજય પ્રતાપ સિંહે દેશભરના મંદિરો અંગે આરટીઆઈ અંતર્ગત જાણકારી માંગી હતી. જેમાં મથુરાના શ્રીકૃષ્ણ જન્મભૂમિને લઈ પણ જાણકારી માંગવામાં આવી હતી. જેના જવાબમાં ભારતીય પુરાતત્વ વિભાગે બ્રિટિશ હુકૂમતમાં વર્ષ 1920માં પ્રકાશિત ગેજેટના આધારે દાવો કરતાં જવાબ આપ્યો કે, મસ્જિદના સ્થાન પર પહેલા શ્રીકૃષ્ણ મંદિર હતું. જેને ધ્વસ્ત કરીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું.
કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ એડવોકેટ મહેન્દ્ર પ્રતાપે જણાવ્યું કે, બ્રિટિશ હુકૂમતમાં સંચિલાત જનકાર્ય વિભાગના બિલ્ડિંગ એન્ડ રોડ સેક્શન દ્વારા 1920માં ઈલાહાબાદથી પ્રકાશિત થયેલા ગેજેટના આધારે ઉત્તર પ્રદેશની વિવિધ જ્ગ્યાના 39 સ્મારકોની યાદી ઉપલબ્ધ કરાવી હતી. આ યાદીમાં 37 નંબર પર કટરા કેશવ દેવ ભૂમિ પર શ્રીકૃષ્ણ ભૂમિનો ઉલ્લેખ છે. જેમાં લખવામાં આવ્યું છે કે અહીંય પહેલા કેશવ દેવ મંદિર હતું. જેને ધ્વસ્ત કરવામાં આવ્યું હતું અને તેના સ્થાને મસ્જિદ બનાવવામાં આવી હતી.
કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાસના અધ્યક્ષ એડવોકેટ મહેન્દ્ર પ્રતાપે જણાવ્યું કે, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પુરાવા તરીકે સામેલ કરીશું. એએસઆઈ દ્વારા જણાવાયું છે કે મંદિર તોડીને મસ્જિદ બનાવાઈ છે, જ્યાં પહેલા કટરા કેશવ દેવનું મંદિર હતું. 1920ના ગેજેટમાં આ સ્પષ્ટ લખવામાં આવ્યું છે. 39 સ્મારકમાં 37 નંબર પર તે નોંધાયેલું છે.
શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદ શું છે
મથુરાનો વિવાદ પણ કઈંક અયોધ્ય જેવો છે. હિન્દુઓનો દાવો છે કે મથુરામાં ઔરંગઝેબે મંદિર તોડાવીને ત્યાં મસ્જિદ બનાવી હતી. ઔંરંગઝેબે 1670માં મથુરામાં ભગવા કેશવદેવનું મંદિર તોડવાનું ફરમાન જાહેર કર્યુ હતું. જ બાદ શાહી ઈદગાહ મસ્જિદ બનાવાઈ હતી. મથુરાનો આ વિવાદ કુલ 13.37 એકર જમીન પર માલિકી હક સાથે જોડાયેલો છે.
શ્રીકૃષ્ણ જન્મસ્થાન પાસે 10.9 એકર જમીન માલિકી હક છે. જ્યારે અઢી એકર જમીનનો માલિકી હક શાહી ઈદગાહ મસ્જિદ પાસે છે. હિન્દુ પક્ષ શાદી ઈદગાહ મસ્જિદને ગેરકાયદે કબજો કરીને બનાવાયેલું માળખું ઘણાવે છે અને જમીન પર દાવો પણ કર્યો છે. હિન્દુ પક્ષ તરફથી શાહી ઈદગાહ મસ્જિદ હટાવવા અને આ જમીન શ્રીકૃષ્ણ જન્મસ્થાનને આપવાની માંગ કરવામાં આવી છે.