શોધખોળ કરો

કાળીચૌદશે આ મંત્રનો જાપ કરવાથી શત્રુ ભય કષ્ટ બાધા દૂર થશે, બનશે આ  દુર્લભ સિદ્ધિયોગ

આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪  શનિવારે  હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે,  કેમ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૌદશ અને શનિવાર હોવાથી સિદ્ધિ યોગ થાય છે.

આ મંત્ર પ્રયોગો કાળીચૌદશે કરવાથી  મહાકાળી અને હનુમાનજી અને ભૈરવનું રક્ષણ  મળે છે.    આ અંગે જણાવતા ગુજરાતના  જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે ઉગ્ર દેવી દેવતાની સાધના માટે તુરંત ફળ આપતો દિવસ અને રાત્રિ છે એટલે કાળી ચૌદશ તેમાં પણ શનિનો દુર્લભ યોગ છે.   આ વર્ષે કાળી ચૌદશ આસો વદ-૧૪  શનિવારે  હોવાથી દુર્લભ સિદ્ધિયોગ થાય છે,  કેમ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ ચૌદશ અને શનિવાર હોવાથી સિદ્ધિ યોગ થાય છે અને સાથે કાળી ચૌદસ  સ્વયં એક સિદ્ધિ પ્રાપ્ત કરાવતો પર્વ  છે. તા. ૧૧-૧૧-૨૦૨૩ આ દિવસે  દિવસે અને રાત્રે  મહા કાળીપૂજા, હનુમાનજીની પૂજા, ભૈરવ પૂજા તંત્ર યંત્ર મંત્ર સાધના તેમજ અન્ય ઉગ્ર દેવી દેવતાની સાધનાનો પર્વ

સમય : બપોરે ૧૨-૨૪ થી ૧૬-૩૨ ( ચલ લાભ અમૃત )
સાંજે ૧૭-૫૫ થી ૧૯-૩૨( લાભ) 
રાત્રે ૨૧-૧૦ થી ૨૬-૦૧ 
( શુભ અમૃત ચલ) 
સુધીમાં સાધના  મશીનરી, યંત્રપૂજા કરવી ઉત્તમ ગણાય 
 
કાળી ચૌદશના દિવસ અને રાત્રિએ કરેલી પૂજા કે સાધના સહસ્ત્ર ગણું ફળ આપે છે.  આ અંગે વધુ માહિતી આપતા જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યુ કે મંત્ર વગર દેવીની પૂજા શકય નથી, ધર્મ અનુસાર મંત્ર જ આપણું રક્ષણ કરે છે.   માટે જ કાળીચૌદશની સાધના મંત્ર પ્રયોગ યંત્ર પ્રયોગ કે આરાધના કરવાથી રાક્ષસ ભૂત અંધકાર , પ્રેત પિશાચ રાત્રિ , ભય , નાશ પામે છે. આપત્તિ,  સંકટ સામે રક્ષણ મળે અને શક્તિની પ્રાપ્તિ થાય છે. કાળીચૌદશે  મહાકાળી ભૈરવ, રુદ્ર , હનુમાનજી   જેવા ઉગ્ર દેવી -દેવતાઓની પૂજા પ્રાર્થના સાધના કે મંત્ર ઉપાસના કરવામાં આવે છે.  આ અંગે જ્યોતિષ ચેતન પટેલે વધુમાં જણાવ્યું કે  આ દિવસ અને રાત્રિને સિદ્ધદાયી  માનવામાં આવે છે . તેથી જ આદિ અનાદિ કાળથી કાળીચૌદશે  તંત્ર - મંત્ર - યંત્ર સિદ્ધિપ્રયોગો વિશેષ પ્રયોગો સાધનાઓ થાય છે અને  ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્ત્વ પણ છે.  સામાન્ય લોકો પણ કાળી ચૌદશ મહાકાળી હનુમાનજી અને ભૈરવની અનેક ઉપાસના કરી કૃપા મેળવી શકે છે. 

મહાકાળી મંત્ર યંત્ર સાધનાનોપ્રયોગ 

મહાકાળી સ્વરૂપ ભલે ભયંકર વિકરાળ લાગે પરંતુ ભક્તોને સદાય શુભ આપે છે . ઉપરોક્ત સાધનામાં મહાકાળીના મહામંત્રની સાધના શ્રેષ્ઠ ગણાય છે. 
   ॐ क्रीं
  ॐ क्रीं काली नमः 
  ॐ क्रीं कालिकायै नमः

 મંત્ર- “ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કૃપાલીની , દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે...

ઉપરોક્ત મંત્રની સંકલ્પ પૂર્વક 3 માળા કરવાથી મહાકાળીનું રક્ષણ પ્રાપ્ત થાય છે શત્રુ પર વિજય મેળવી શકાય છે

 આજની હનુમાનજીની  ઉપાસના  સંકટ ભૂત પ્રેત  બાધાઓથી મુક્તિ મેળવી શકે છે 
 
વિઘ્ન નિવારણ મંત્ર :  ઓમ્ નમો હનુમંતયે ભય ભંજનાય સુખમ્ કુટુ સ્વા

કાળીચૌદશની રાત્રે ધૂપ દીપ પ્રગટાવી હનુમાનજી સમક્ષ બેસી  લાલ કે કેસરી વસ્ત્ર પહેરી આ મંત્રની સાત માળા કરવાથી કાર્ય રૂકાવટ,  રોગ, સંકટો શત્રુઓ અને  તકલીફો અને મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ મળે છે. 

હનુમાન ચાલીસા પ્રયોગ

કોર્ટ કચેરી કષ્ટ બાધા શત્રુ પીડા ભય નાશ માટે કાળી ચૌદશ સંકલ્પ કરી હનુમાનજી સમક્ષ બેસી ધૂપ દીપ પ્રગટાવી 7 વખત હનુમાન ચાલીસા કરવાથી ભય નાશ પામે છે શત્રુ બાધા દૂર થાય છે.  આકસ્મિક રક્ષણ મળે છે.  મનમાંથી ભય અને સંતાપ દૂર થાય છે.  

ભૈરવ રક્ષણ માટેનો મંત્ર પ્રયોગ

અતિપ્રાચીન ભૈરવ તંત્રમાં અતિ ફળદાયી મંત્ર પ્રયોગ સાત્વિક સાધના હેતુ જન માનસ  કલ્યાણ થાય તે ભાવથી નિર્મિત કરેલ છે 

 “ઓમ હ્રીં ભૈરવ ભૈરવ ભયકરહરમ રક્ષ રક્ષ હું ફટ સ્વાહા:”

 કાળીચૌદશની રાત્રે કાળભૈરવનું ધ્યાન કરી ઉપરોક્ત મંત્રની 3 માળા કરવાથી રાક્ષસ ભૂત પ્રેત પિશાચનો  ભય રહેતો નથી.  શત્રુ  બાધાઓ બંધનો મેલી વિદ્યાઓ નાશ પામે છે.

Disclaimer:અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ અવશ્ય લો.

ટોપ સ્ટોરી

Navratri 2026 : નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન બાદ આ નિયમ અનુસરવા જરૂર, જાણો વિધિ વિધાન
Navratri 2026 : નવરાત્રિ દરમિયાન ઘટસ્થાપન બાદ આ નિયમ અનુસરવા જરૂરી, જાણો વિધિ વિધાન
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિમાં કરેલી આ ભૂલ વાસ્તુ દોષને નોતરશે, આર્થિક સુખ સમૃદ્ધિ માટે નોરતામાં આ નિયમને અનુસરો
નવરાત્રિના ચોથા દિવસે કઈ વિધિથી કરવી મા કુષ્માંડાની પૂજા? અહીં જાણો સંપૂર્ણ પૂજાવિધિ, મંત્ર અને ભોગ
નવરાત્રિના ચોથા દિવસે કઈ વિધિથી કરવી મા કુષ્માંડાની પૂજા? અહીં જાણો સંપૂર્ણ પૂજાવિધિ, મંત્ર અને ભોગ
નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 
નવરાત્રિમાં 2 વખત ગજકેસરી યોગનો મહાસંયોગ, 4 રાશિઓની ચમકશે કિસ્મત 

વિડિઓઝ

Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ
Hun To Bolish | હું તો બોલીશ | જોડી નંબર વન
Hun To Bolish | હું તો બોલીશ | ગામમાં અંધારપટ કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તા વધુ એક વિવાદમાં! સ્ટડી એબ્રોડ પ્રોગ્રામના નામે ₹3.78 લાખનાં દાગીના ખરીદ્યાનો આરોપ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
Bihar Boat: બિહારના વૈશાલીમાં બોટ પલટી જતાં 13 બાળકોના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
દિલ્લીના એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ, જીવ બચાવવા માટે લોકો બારીથી કૂદ્યા
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
Today's Horoscope: બુધવારનો દિવસ આ 3 રાશિ માટે રહેશે ઉત્તમ, જાણો રાશિફળ
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
શું બેરોજગાર યુવક માતા-પિતા પાસેથી માંગી શકે છે ભરણપોષણ? કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો 1977નો IPO: ધીરુભાઈ અંબાણીએ સામાન્ય ભારતીયોને કંપનીની પ્રગતિમાં કેવી રીતે બનાવ્યા ભાગીદાર?
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
ગુજરાતમાં 41 વર્ષથી કોંગ્રેસ હારી રહી છે: શું આ SIR નું પરિણામ છે? અમિત શાહનો સવાલ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ હુમલો, હુતીના હુમલાથી સાઉદી અરેબિયામાં હડકંપ
Embed widget