Atlantic Diet: એટલાન્ટિક ડાયટ શું છે તમે જાણો છો, જાણો તેના ફાયદા અને કરવાના નિયમો
Atlantic Diet:એટલાન્ટિંક ડાયટને ફોલો કરવાના અનેક ફાયદા છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે,તે પેટની ચરબી ઘટાડે છે અને સ્થૂળતા દૂર કરે છે,તે તંદુરસ્ત વૃદ્ધત્વને પ્રોત્સાહન આપે છે,તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને અટકાવે છે, તેનાથી ડિપ્રેશન પણ ઓછું થાય છે.

Atlantic Diet: સ્વસ્થ અને ફિટ રહેવા માટે આપણે બધા શું નથી કરતા? વર્કઆઉટથી લઈને પ્રોપર ડાયટ પર વિશેષ ધ્યાન આપીએ છીએ. હાલ અનેક પ્રકારના ડાયટ પ્લાન ટ્રેન્ડમાં છે, કિટો ડાયટ, વિગન ડાયટમાં આમાંથી એક છે Atlantic Diet. આ ડાયટ શું છે અને તેના ફાયદા જાણીએ.
એટલાન્ટિક ડાયટ શું છે?-એટલાન્ટિક ડાયટ ઉત્તરી પોર્ટુગલ અને ઉત્તર-દક્ષિણ સ્પેનિશ સમુદાયની દેણ છે. જેમાં ફળો, શાકભાજી, આખા અનાજ અને સીફૂડનો સમાવેશ થાય છે.
એટલાન્ટિંક ડાયટને ફોલો કરવાના અનેક ફાયદા છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે,તે પેટની ચરબી ઘટાડે છે અને સ્થૂળતા દૂર કરે છે,તે તંદુરસ્ત વૃદ્ધત્વને પ્રોત્સાહન આપે છે,તે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને અટકાવે છે, તેનાથી ડિપ્રેશન પણ ઓછું થાય છે.
કેવી રીતે કામ કરે છે આ ડાયટ- માછલી, કઠોળ, આખા અનાજ અને શાકભાજીનું વધુ સેવન કરવાથી સી-રિએક્ટિવ પ્રોટીનનું સ્તર ઘટે છે, જે ઇન્ફેકશનને ઘટાડે છે.ઓમેગા-થ્રી ફેટી એસિડ સી-ફૂડ અથવા માછલીમાં જોવા મળે છે, જે કાર્ડિયોવેસ્ક્યુલર રોગોને અટકાવે છે.
આખા અનાજ, ફળો, શાકભાજી, કઠોળ, બદામ વગેરેમાં પૂરતા પ્રમાણમાં ફાઈબર, વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટી-ઓક્સિડન્ટ્સ મળી આવે છે જે એકંદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, જે વધતી ઉંમરની અસરને ધીમી કરે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.
છોડ આધારિત ખોરાકમાં પોટેશિયમ અને મેગ્નેશિયમની વધુ માત્રા હોય છે, જે બ્લડ પ્રેશરને સંતુલિત રાખવામાં મદદ કરે છે.
ડાયટિંગ દરમિયાન ન કરો આ ભૂલો
- ડાયટિંગમાં ન કરો આ ભૂલો
- પોષણ યુક્ત આહાર ઇનટેક કરો
- સાવ ભૂખ્યા રહીને ન કરો ડાયટિંગ
- દિવસમાં જરૂરી પ્રોટીન અચૂક લો
- ખુદને હાઇડ્રેઇટ રાખવા પુરતુ પાણી પીવો
- દિવસભરમાં 10થી12 ગ્લાસ પાણી પીવો
- અનહેલ્ધી ફૂડને સંપૂર્ણ અવોઇડ કરો
- દિવસમાં 2 સિઝનલ ફળો અચૂક લો
- જમ્યા પહેલા પ્લેટભરી સલાડ લો
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.




















