(Source: ECI/ABP News/ABP Majha)
Garuda Purana: પૈસા ઉછીના લઇને પરત નથી કરતાં તો સાવધાન, ભોગવવી પડશે આ યાતના
ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો ઉલ્લેખ છે. આમાં યમલોકમાં વહેતી વૈતરણી નદી વિશે જણાવવામાં આવ્યું છે. જે ઉધાર લીધા બાદ બાદ પરત નથી કરતા તેમને પણ આ નદીનો સામનો કરવો પડે છે.
Garuda Purana: ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો ઉલ્લેખ છે. આમાં યમલોકમાં વહેતી વૈતરણી નદી વિશે જણાવવામાં આવ્યું છે. જે ઉધાર લીધા બાદ બાદ પરત નથી કરતા તેમને પણ આ નદીનો સામનો કરવો પડે છે.
હિંદુ ધર્મમાં ઘણા પુસ્તકો અને પુરાણો લખાયા છે. આ બધાનું પોતપોતાનું એક આગવું મહત્વ છે. ગરુડ પુરાણની વાત કરીએ તો તેને સનાતન હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવે છે, જે 18 મહાપુરાણોમાંથી એક છે. ગરુડ પુરાણમાં જીવન-મૃત્યુનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગરુડ પુરાણના કુલ 271 અધ્યાયોમાં 16 અધ્યાય છે, જેમાં મૃત્યુ પછી આત્માની યાત્રા અને પાપ-પુણ્ય જણાવવામાં આવ્યું છે. પક્ષીરાજ ગરુડ ભગવાન વિષ્ણુને જન્મ, મૃત્યુ, પુનર્જન્મ અને મુક્તિના માર્ગ વિશે ઘણા પ્રશ્નો પૂછે છે, જેનો ભગવાન વિષ્ણુ જવાબ આપે છે. ગરુડ પુરાણમાં આનો ઉલ્લેખ છે.
ગરુડ પુરાણમાં સ્વર્ગના માર્ગની સાથે સાથે અનેક નરકની પણ વાત કરવામાં આવી છે. આમાંની એક વૈતરણી નદી છે. આ નદીને ગંગા નદીનું ઉગ્ર સ્વરૂપ કહેવામાં આવે છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે, જે લોકો પોતાના જીવનમાં પૈસા ઉધાર લે છે અને તેને પરત નથી કરતા તેમને યમલોક સુધી પહોંચવા માટે આ ખતરનાક નદીનો સામનો કરવો પડે છે.
જેઓ ઉધાર લઇને પૈસા રિર્ટન નથી કરતા તેમને હાલાકી ભોગવવી પડે છે
ગરુડ પુરાણમાં એવા લોકોની સજા વિશે જણાવવામાં આવ્યું છે, જેઓ પૈસા લીધા પછી પરત નથી કરતા. જેઓ પૈસા લીધા બાદ પરત આવતા નથી. મૃત્યુ પછી તેના આત્માને નરકમાં તેનું પરિણામ ભોગવવું પડે છે. આવા લોકોની આત્માએ નરકમાં વૈતરણી નદીમાંથી પસાર થવું પડે છે. વૈતરણી નદીમાં ખતરનાક જીવો છે, નદીમાં હાડકાંનો ઢગલો છે, લોહી અને પરુ વહે છે, જે પાપી આત્માને પરેશાન કરે છે. કહેવાય છે કે આ નદી પાપી આત્માને જોઈને વધુ ગુસ્સે થઈ જાય છે, જેને જોઈને આત્મા ડરી જાય છે.
આ સિવાય જે લોકો કોઇને પરેશાની કરે છે, જૂઠું બોલે છે, બીજાના સુખની ઈર્ષ્યા કરે છે, છેતરપિંડી કરે છે તેવા લોકોની આત્માને પણ વૈતરણી નદીનો સામનો કરવો પડે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો