રાશિફળ 23 માર્ચ: આજે આ રાશિના જાતકોએ રાખવી પડશે સાવધાની, જાણો મેષથી મીન રાશિના જાતકોનું આજનું રાશિફળ
Today Horoscope: કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જોબ, કરિયર, બિઝનેસ, દાંપત્ય જીવન મામલે કેટલીક રાશિના લોકોએ સચેત રહેવાની જરૂર છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજના દિવસે ફાગણ સુદ નોમની તિથિ છે. આજે ચંદ્ર મિથુન રાશિમાં ગોચર કરી રહ્યો છે. કેટલીક રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે. જોબ, કરિયર, બિઝનેસ, દાંપત્ય જીવન મામલે કેટલીક રાશિના લોકોએ સચેત રહેવાની જરૂર છે.
Today Horoscope (આજનું રાશિફળ)
મેષ (અ.લ.ઇ.): આજે મહેનતનુ પૂરું પરિણામ મળશે. ઓફિસમાં બધા પ્રશંસા કરશે. કારોબારમાં ઉન્નતિ અને લાભ થવાની સંભાવના છે. કારોબાર કે નોકરીમાં મોટી સફળતા મળી શકે છે.
વૃષભ (બ.વ.ઉ.) : આજના દિવસે કારણ વગર વિવાદમાં ફસાતા નહીં. વિનમ્ર સ્વભાવ સંબંધને ગાઢ કરશે. ઘરમાં મહિલાઓના સ્વાસ્થ્યને લઈ એલર્ટ રહેજો.
મિથુન (ક.છ.ઘ.) આજે અનિચ્છાએ કોઈ સામાજિક કાર્યમાં ભાગ લેવો પડી શકે છે. મિત્રો અને પરિવારજનો સાથે સંબંધ ગાળશો. પરિવારમાં તમારા સારા વર્તનના કારણે તમામનો સહયોગ મળશે.
કર્ક (ડ.હ.) આજના દિવસે શબ્દોની પસંદગીમાં સાવધાની રાખજો. તમારી વાણીથી કોઈને ઠેસ પહોંચી શકે છે. પરિવારમાં માતા-પિતાની વાતોનું પાલન કરજો.
સિંહ (મ.ટ.) ઓફિશિયલ કાર્યોને પૂરા કરવા પ્લાનિંગ કરજો. નહીંતર સ્થિતિ નિયંત્રણથી બહાર જઈ શકે છે. જૂના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાતથી મન પ્રસન્ન રહેશે અને ભવિષ્યની કાર્યયોજના પર સકારાત્મક ચર્ચા થશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે રોકાણના પ્લાનિંગથી સફળતા મળશે. નોકરી સંબંધિત મામલામાં ધીરજ રાખજો. વાણીમાં મીઠાશ રાખજો.
તુલા (ર.ત.) આજના દિવસે હાથમાં આવેલી તક જવા ન દેતા નહીંતર લાંબા સમય સુધી સફળતા માટે રાહ જોવી પડી શકે છે.પરિવારમાં વડીલોનો આદર કરજો અને નાના લોકોની શક્ય તમામ મદદ કરજો.
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે ખુદને એપડેટ કરવાથી કાર્યકુશળતા વધશે. જેનો નજીકના ભવિષ્યમાં લાભ થશે. પરિવારમાં નાની નાની વાતોમાં મતભેદ થવાની આશંકા છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજના દિવસની શરૂઆત સારી રહેશે પરંતુ સાંજ સુધી કાર્ય પેંડિંગ રહી શકે છે. કોઈ ધાર્મિક સ્થળ પર જાવ તો આવીને બધાને પ્રસાદ વહેંચજો.
મકર (ખ.જ.) આજના દિવસે માનસિક સ્થિતિને લઈ મન વિચલિત રહી શકે છે. ઓફિસમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ ગુમ થવાની આશંકા છે. પરિવાર સાથે સમય વીતાવવાનો મોકો મળશે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજના દિવસે લોકો તમારા પર ખોટા આરોપ મુકીને પરેશાન કરવાનો પ્રયાસ કરી શકે છે. વાદ વિવાદના કારણે પરિવારનો માહોલ ખરાબ રહી શકે છે. તમામ સાથે વિનમ્રતાથી વર્તન કરજો.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસની શરૂઆત મહાદેવને જળ અર્પણ કરીને કરજો. ઓફિશિયલ કામકાજમાં હસ્તક્ષેપથી બચજો. પરિવારમાં વાદ-વિવાદના કારણે કેટલીક મુશ્કેલી આવી શકે છે. ઘરમાં વડીલોની વાતોને અવગણતા નહી.