Wednesday Tips:આજે બની રહ્યાં છે આ શુભ ત્રણ યોગ, કાર્યસિદ્ધિ માટે કરો આ અચૂક ઉપાય, મળશે સફળતા
આજે બુધવારે ત્રણ શુભ સંયોગ બની રહ્યાં છે. આજના દિવસે સર્વાસિદ્ધ યોગમાં કેટલાક ઉપાય કરવાથી કાર્ય સિદ્ધિ અચૂક મળે છે.
Wednesday Tips:ભગવાન ગણેશ બધા જ દેવતામાં અગ્રણી દેવતા અને વિધ્નને હરનાર દેતવા કહેવાય છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત તેમની પૂજાથી થાય છે. શાસ્ત્રોમાં બુધવારને ગણેશજીનો દિવસ માનવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં બુધ દોષ છે અથવા જે લોકો શારીરિક, આર્થિક કે માનસિક પરેશાનીઓમાંથી પસાર થઈ રહ્યા છે, તેઓ આ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે બુધવારે કેટલાક ઉપાય કરી શકે છે, જેનાથી ગણેશજી પ્રસન્ન થશે અને તમારી કુંડળીમાં રહેલા બુધ દોષ અથવા કોઈપણ કાર્યમાં આવતા અવરોધો પણ દૂર થશે.
9 માર્ચ, બુધવારના રોજ શુભ સંયોગ બની રહ્યા છે, જેના કારણે આપ નવા કાર્યનો પ્રારંભ કરી શકો છો. આ શુભ યોગોમાં કરવામાં આવેલી ખરીદી પણ ઘરની સુખ-સમૃદ્ધિમાં વધારો કરે છે. 10મી માર્ચથી હોલાષ્ટક શરૂ થશે, તેથી આ શુભ સંયોગ તમામ કાર્યો માટે શુભ ફળ આપશે. 14 માર્ચથી 14 એપ્રિલ સુધી હોળાષ્કના કારણે કારણે શુભ કાર્યો પણ બંધ રહેશે. તેથી આ શુભ સંયોગમાં કેટલાક ઉપાય કરવાથી તમને લાભ અને સફળતા બંને મળશે.
બુધવારે આ 3 શુભ યોગ બની રહ્યાં છે
9 માર્ચ બુધવારનો દિવસ ત્રણ શુભ યોગોને કારણે ખૂબ જ ફળદાયી છે. આ દિવસે કૃતિકા નક્ષત્રમાં ચંદ્રની હાજરીને કારણે સિદ્ધિ યોગ બની રહ્યો છે. સાથે જ સૂર્ય અને ચંદ્રના નક્ષત્રોમાંથી રવિ યોગ બને છે. આ ઉપરાંત સર્વાર્થસિદ્ધિ યોગ પણ હશે જેમાં તિથિ, વાર અને નક્ષત્રનો સમાવેશ થાય છે. આ શુભ યોગોમાં અટકેલા કામ પૂરા થશે. નિયમ પ્રમાણે ભગવાન ગણેશની પૂજા કરવાથી વેપાર-નોકરીમાં પ્રગતિ થશે અને તમામ કાર્યો સિદ્ધ થશે.
આ યોગોમાં કઈ કઈ શુભ વસ્તુઓ થઈ શકે છે?
9 માર્ચ બુધવારના રોજ સિદ્ધિ યોગ હોવાથી દરેક કાર્ય પૂર્ણ કરવામાં મદદ મળશે. સિદ્ધિ યોગમાં તમે જરૂરી રોકાણ, લેવડ-દેવડ અને નવી શરૂઆત કરી શકશો, તમને સફળતા મળશે. આ યોગ સમાધાન કરવા માટે પણ શુભ છે. આ યોગમાં કરેલા કામથી પણ સન્માન મળે છે.સર્વાર્થસિદ્ધિ અને રવિયોગમાં કરવામાં આવેલ કાર્ય પણ શુભ ફળ આપે છે. આ શુભ યોગોમાં કરેલી ખરીદી સમૃદ્ધિ લાવે છે.આ દિવસે શુભ સંયોગના કારણે બુધ ગ્રહ સંબંધિત ઉપાયો પણ કરી શકાય છે. જે લોકોની કુંડળીમાં બુધ દોષ હોય તેઓ જો આ દિવસે બુધ ગ્રહના મંત્રોનો જાપ કરશો તો તેમને ચોક્કસ લાભ મેળવી શકશો.