શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
રાશિફળ 30 જાન્યુઆરીઃ આજે ગ્રહોની ચાલ તમામ રાશિને કરશે પ્રભાવિત, જાણો તમારું રાશિફળ
Today Horoscope: પંચાગ અનુસાર આજે પોષ વદ બીજની તિથિ છે. આજે મઘા નક્ષત્ર છે અને ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે.
આજનું રાશિફળઃ પંચાગ અનુસાર આજે પોષ વદ બીજની તિથિ છે. આજે મઘા નક્ષત્ર છે અને ચંદ્ર સિંહ રાશિમાં ગોચર કરી રહ્યો છે. સૂર્ય મકર રાશિમાં છે. આજે ગ્રહોની ચાલ તમામ રાશિને પ્રભાવિત કરી રહી છે.
મેષ (અ.લ.ઇ.) : આજના દિવસે ખુદને એક્ટિવ રાખીને તમામ કાર્યો પર નજર રાખવી પડશે. કોઇપણ કામમાં બેદરકારી ન દાખવતાં. ઘરેલુ કાનૂની કાર્યવાહી સંબંધિત મામલામાં સજાગ રહેજો.
વૃષભ (બ.વ.ઉ.) : આજે મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ ન કરતાં. ક્રોધ પર કાબુ રાખજો નહીંતર તમને સોંપવામાં આવેલી જવાબદારીમાં ભૂલ થવાની શક્યતા છે. પરિવારમાં તમામનો સહયોગ મળશે.
મિથુન (ક.છ.ઘ.) આજે કોઇપણ કામ કરતાં પહેવા વિચારજો. વિવાદની સ્થિતિમાં સંયમ જાળવજો. પિતા સાથે કરવામાં આવેલી વાતોને લઇ વિવાદ થવાની આશંકા છે.
કર્ક (ડ.હ.) નવી નોકરી માટે ચાલી રહેલા પ્રયાસોમાં સફળતા મળશે. મતભેદો દૂર કરીને પરિવાર સાથે સમય વીતાવજો. કોઇ ગંભીર મુદ્દે ચર્ચા બાદ જ નિર્ણય લેજો.
સિંહ (મ.ટ.) આજે માનસિક ભાર ઓછો થશે. પોતાના માટે થોડો સમય કાઢજો. પરિવારમાં કોઇ માંગલિક કાર્યક્રમના આયોજનનું પ્લાનંગ કરો. ધાર્મિક કાર્યક્રમના આયોજનમાં ખુશી સાથે સંમેલિત થવું લાભદાયક રહેશે.
કન્યા (પ.ઠ.ણ.) આજના દિવસે અંદર અને બહારના શત્રુને ખતમ કરવાનો પ્રયાસ કરો. કાર્યસ્થળ પર કોઇ મહત્વપૂર્ણ કામનું પ્લાનિંગ પહેલાથી જ કરી રાખો. પરિવાર તરફથી આજના દિવસે કોઇ ભેટ મળવાની સંભાવના છે.
તુલા (ર.ત.) આજનો દિવસ આર્થિક દ્રષ્ટિથી લાભદાયક રહેશે. તેનાથી તાજગી અને પ્રસન્નતાનો અનુભવ થશે. નોકરીને લઇ સ્થળાંતરની સંભાવના વધી રહી છે. કોઇ લોભ કે લાલચમાં આવીને નોકરીમાં બદલાવ ઠીક નથી
વૃશ્ચિક (ન.ય.) આજના દિવસે કોઇપણ કામમાં ઉતાવળ ન કરતાં. એકાગ્રતા ભંગ થશે તો કામ બગડશે. ઇલેક્ટ્રોનિક સામાન ખરીદવાનું મન બનાવી રહ્યા હો તો દિવસ શુભ છે.
ધન (ભ.ધ.ફ.ઢ.) આજ કાનૂની કાર્યવાહીથી બચવા તમામ દસ્તાવેજો હાથવગા રાખજો. જરૂર પડે તો મિત્રો, સગા સંબંધી કે પરિવારજનોની મદદ લેતા સંકોચ ન કરતાં. પરિવારમાં પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. તમામને સન્માન મળશે.
મકર (ખ.જ.) આજે ઘ અને બહાર બંનેની જવાબદારી તમારા પર રહેશે. તેથી ગંભીરતા અને સંયમ સાથે કામ લેજો. માનસિક તણાવ રહી શકે છે.
કુંભ (ગ.શ.ષ.સ.) આજે પરેશાનીથી દૂર રહીને કામ પર ધ્યાન આપજો. બેદરકારીના કારણે મોટું નુકસાન થઈ શકે છે. નજીકના સંબંધીને સમય કાઢીને મળવા જઈ શકો છો.
મીન (દ.ચ.ઝ.થ) આજના દિવસે મહત્વપૂર્ણ કાર્યોને નિર્ધારીત સમયની અંદર પૂરા કરવા જરૂરી છે. ઓફિસમાં પદ અને પ્રતિષ્ઠા બંને વધવાની સંભાવના છે. પરિવારજનોને મળવાનો સમય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સુરત
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion