(Source: ECI/ABP News/ABP Majha)
Sarva Pitru Amavasya 2024: સર્વ પિત્તૃ અમાસ ક્યારે? શું સુર્યગ્રહણ બનશે વિઘ્નરૂપ, જાણો કેવી રીતે કરશો શ્રાદ્ધ
Sarva Pitru Amavasya 2024 Date: સર્વ પિતૃ અમાવસ્યાનો અર્થ તે દિવસ, જ્યારે તમામ પૂર્વજોનું શ્રાદ્ધ કરી શકાય છે. આ વખતે અમાવસ્યા પર સૂર્યગ્રહણ પણ છે. આવી સ્થિતિમાં પિતૃઓની શ્રાદ્ધ વિધિ કેવી રીતે થશે?
Sarva Pitru Amavasya 2024 Date: પિતૃ પક્ષ ભાદ્રપદ પૂર્ણિમાથી અશ્વિન મહિનાની અમાવાસ્યા સુધી રહે છે. પિતૃઓની તર્પણ, પિંડ દાન અને શ્રાદ્ધ વિધિ માટે આ 15 દિવસોનું વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે, યમરાજ પિતૃઓને વર્ષમાં આ 15 દિવસ પૃથ્વી પર રહેવા દે છે.
પૂર્વજો પૃથ્વી પર આવીને તેમના વંશજો પાસેથી અન્ન-જળ ગ્રહણ કરે છે, આ દ્વારા તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. સર્વ પિતૃ અમાવસ્યા પિતૃ પક્ષનો સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસે પૂર્વજોને વિદાય આપવામાં આવે છે. આવો જાણીએ આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યાની ચોક્કસ તારીખ કઈ છે.
સર્વ પિતૃ અમાવસ્યા, 1લી કે 2જી ઓક્ટોબર ક્યારે છે?
પંચાંગ અનુસાર, સર્વ પિતૃ અમાવસ્યા 1 ઓક્ટોબર 2024ના રોજ રાત્રે 09.39 વાગ્યે શરૂ થશે અને 3 ઓક્ટોબર 2024ના રોજ સવારે 12.18 વાગ્યે સમાપ્ત થશે.
હિન્દુ ધર્મમાં અમાવસ્યા ઉદયતિથિથી ઉજવવામાં આવે છે. આવી સ્થિતિમાં, આ વર્ષે અમાવસ્યા ઉદય તિથિ પ્રમાણે 2જી ઓક્ટોબર 2024ના રોજ માન્ય રહેશે.
સર્વ પિતૃ અમાવસ્યા પર સૂર્યગ્રહણનું વિઘ્ન
આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યા પર સૂર્યગ્રહણની છાયા છવાઈ રહી છે. સૂર્યગ્રહણ 1 ઓક્ટોબરે રાત્રે 9.40 વાગ્યાથી 2 ઓક્ટોબરે બપોરે 3.17 વાગ્યા સુધી ચાલશે. જો કે, આ સૂર્યગ્રહણ રાત્રે થશે, તેથી તે ભારતમાં દેખાશે નહીં. આવી સ્થિતિમાં સર્વ પિતૃ અમાવસ્યાના રોજ સૂર્યગ્રહણને કારણે તર્પણ અને શ્રાદ્ધ વિધિમાં કોઈ અડચણ નહીં આવે.
સર્વ પિતૃ અમાવસ્યા પર શુભ સંયોગ
આ વર્ષે સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે 3 શુભ યોગ રચાઈ રહ્યા છે. બ્રહ્મયોગ વહેલી સવારથી શરૂ થઈને બીજા દિવસે 3જી ઓક્ટોબરે સવારે 3.22 વાગ્યા સુધી ચાલે છે. તે પછી ઈન્દ્રયોગ થશે. ઉપરાંત, સર્વાર્થ સિદ્ધિ યોગ બપોરે 12.23 વાગ્યાથી શરૂ થશે, જે 3 ઓક્ટોબરના રોજ સવારે 6.15 વાગ્યે સમાપ્ત થશે.
આ પણ વાંચો
Navratri 2024: કળશ સ્થાપના અગાઉ ઘરમાંથી બહાર ફેંકી દો આ ચીજવસ્તુઓ, નહી તો માતાજી થશે ક્રોધિત