મહાશિવરાત્રી પહેલા સૂર્ય-રાહુની યુતિ: આ 3 રાશિઓને લાગશે લોટરી! શનિની પનૌતી છતાં થશે બમ્પર ધનલાભ
જ્યોતિષીય ઘટના: 13 ફેબ્રુઆરીએ કુંભ રાશિમાં ગ્રહણ યોગ જેવી સ્થિતિ; શનિની સાડાસાતી અને ઢૈયા છતાં મેષ, સિંહ અને ધનુ રાશિને થશે બમ્પર 'નાણાકીય લાભ', જાણો ગ્રહ ગોચરની સંપૂર્ણ અસર.

Sun Rahu Conjunction 2026: વર્ષ 2026 ની પવિત્ર 'મહાશિવરાત્રી' (Mahashivratri) 15 February ના રોજ ઉજવવામાં આવશે. પરંતુ તે પહેલા જ બ્રહ્માંડમાં ગ્રહોની ચાલમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આગામી 13 February ના રોજ ગ્રહોના રાજા સૂર્ય (Sun) અને માયાાવી ગ્રહ રાહુ (Rahu) નો દુર્લભ સંયોગ સર્જાવા જઈ રહ્યો છે. આ 'સૂર્ય-રાહુ યુતિ' (Sun-Rahu Conjunction) કેટલીક રાશિઓ માટે લોટરી સમાન સાબિત થઈ શકે છે.
ક્યાં રચાશે આ યુતિ?
(Planetary Position) જ્યોતિષ ગણતરી મુજબ, 13 February ના રોજ સૂર્ય મકર રાશિમાંથી નીકળીને શનિદેવની મૂળ ત્રિકોણ રાશિ એટલે કે 'કુંભ રાશિ' (Aquarius) માં પ્રવેશ કરશે. આ રાશિમાં રાહુ મહારાજ પહેલાથી જ બિરાજમાન છે. આમ, એક જ ઘરમાં સૂર્ય અને રાહુ ભેગા થવાથી વિસ્ફોટક ઉર્જાનું નિર્માણ થશે. જોકે, તમામ રાશિઓ પર તેની અસર થશે, પરંતુ નીચે મુજબની 3 રાશિઓ માટે આ સમયગાળો 'સુવર્ણકાળ' (Golden Period) સાબિત થશે.
૧. મેષ રાશિ (Aries): આર્થિક પ્રગતિ મેષ રાશિના જાતકો હાલમાં શનિની 'સાડાસાતી' (Sade Sati) ના પ્રથમ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. તેમ છતાં, સૂર્ય-રાહુની યુતિ તેમના માટે આશીર્વાદરૂપ બનશે.
લાભ: તમારી આર્થિક સ્થિતિ (Financial Condition) અચાનક મજબૂત બનશે. અટકેલા પૈસા પાછા મળી શકે છે.
કરિયર: નોકરીમાં પ્રમોશન અને બિઝનેસમાં જૂના નુકસાનની ભરપાઈ થવાની પ્રબળ શક્યતાઓ છે. કરિયરના અવરોધો આપોઆપ દૂર થશે.
૨. સિંહ રાશિ (Leo): દેવામાંથી મુક્તિ સિંહ રાશિ પર હાલમાં શનિની 'ઢૈયા' (Dhaiya) ચાલી રહી છે, પરંતુ સૂર્ય (તમારા રાશિ સ્વામી) અને રાહુનું મિલન તમને મોટી રાહત આપશે.
લાભ: તમારી આવક અને જાવક વચ્ચે સંતુલન જળવાશે. બિનજરૂરી ખર્ચાઓ પર બ્રેક લાગશે.
રાહત: જે લોકો દેવાના બોજ નીચે દબાયેલા છે, તેમને તેમાંથી મુક્તિ મળી શકે છે. નવો વ્યવસાય (New Business) શરૂ કરવા માટે આ સમય ઉત્તમ છે. માનસિક ચિંતા અને થાક દૂર થશે.
૩. ધનુ રાશિ (Sagittarius): માન-સન્માનમાં વધારો ધનુ રાશિ પણ ઢૈયાના પ્રભાવ હેઠળ છે, છતાં આ ગોચર તેમને ફળશે.
લાભ: આવકના 'નવા સ્ત્રોત' (New Income Sources) ઉભા થશે. અત્યાર સુધી કરેલા રોકાણ (Investment) નું શ્રેષ્ઠ વળતર મળવાનો સમય પાકી ગયો છે.
પ્રતિષ્ઠા: સમાજમાં તમારા માન-સન્માન અને પદ-પ્રતિષ્ઠામાં વધારો થશે. બચત કરવામાં પણ તમે સફળ રહેશો.
(Discalimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જ્યોતિષીય ગણતરીઓ પર આધારિત છે. વાચકોએ પોતાની સમજદારીથી તેનો સ્વીકાર કરવો.)



















