શોધખોળ કરો

Surya Rashi Parivartan 2023: સૂર્યનું રાશિ પરિવર્તન, આ રાશિના જાતક માટે નિવડશે શુભ, થશે ધનલાભ

કર્ક રાશિમાં સૂર્યનું ગોચર 17 જુલાઈ, સોમવારે થશે. સૂર્યનું આ રાશિ પરિવર્તન કેટલાક માટે શુભ અને અન્ય માટે અશુભ બની શકે છે.

Surya Rashi Parivartan 2023:કર્ક રાશિમાં સૂર્યનું ગોચર  17 જુલાઈ, સોમવારે થશે. સૂર્યનું આ રાશિ પરિવર્તન કેટલાક માટે શુભ અને અન્ય માટે અશુભ બની શકે છે. કુંભ રાશિના લોકો સૂર્યના પ્રભાવને કારણે પોતાના શત્રુઓ પર પ્રભુત્વ મેળવી શકે છે. તમને કોઈ મોટી નોકરીની ઓફર મળી શકે છે. શું તમે જાણો છો કે સૂર્ય ગોચરની  12 રાશિઓ પર શું અસર થશે?

7મી જુલાઈ સોમવારના રોજ સૂર્ય ભગવાન પોતાની રાશિ બદલવા જઈ રહ્યા છે. સૂર્યદેવ મિથુન રાશિમાંથી બહાર નીકળીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે. 17 જુલાઈના રોજ સવારે 05:19 કલાકે સૂર્યનું ગોચર કર્ક રાશિમાં થશે. સૂર્ય ભગવાન એક મહિના સુધી કર્ક રાશિમાં બિરાજશે. ત્યારબાદ 17 ઓગસ્ટે બપોરે કર્ક રાશિ છોડીને સિંહ રાશિમાં ગોચર  કરશે. જ્યારે સૂર્ય કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે દક્ષિણાયન શરૂ થશે. 3 રાશિના જાતકોએ સૂર્યના કર્ક રાશિમાં ગોચરને  લઈને સાવધાની રાખવી પડશે, જ્યારે સૂર્યનું કર્ક રાશિમાં પરિવર્તન કેટલીક રાશિઓ માટે વરદાન સાબિત થઈ શકે છે.

સૂર્ય રાશિનું રાશિ પરિવર્તન  12 રાશિઓ પર અસર પાડશે

મેષઃ સૂર્યનું રાશિ પરિવર્તન તમારા માટે મિશ્ર પરિણામ આપી શકે છે. જો તમને પ્રોપર્ટીના મામલામાં સફળતા મળશે તો સરકારી નોકરી મળવાના ચાન્સ પણ બની શકે છે. પરંતુ માનસિક તણાવથી પરેશાન રહેશો. આ દરમિયાન કોઈ દુઃખદ સમાચાર મળી શકે છે.

વૃષભઃ કર્ક રાશિમાં સૂર્યના ગોચરને  કારણે તમારી રાશિના લોકોને મોટી સફળતા મળી શકે છે. જો યોજનાઓ સફળ થશે તો આત્મવિશ્વાસ વધશે. નવો વ્યવસાય અથવા કોઈ નવું કાર્ય શરૂ કરવાની સંભાવના છે. તમારી કીર્તિ અને પ્રભાવ વધશે. વિવાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલો.

મિથુનઃ સૂર્યદેવની કૃપાથી તમને અચાનક ધનલાભ થઈ શકે છે. જુના અટકેલા પૈસા પાછા મળવાથી ખુશી થશે. આ દરમિયાન તમારી નાણાકીય બાજુ પહેલા કરતા સારી રહેશે. ગુપ્ત રીતે કામ કરો, તો જ તમે ષડયંત્રનો ભોગ થવાથી બચી શકો છો.

કર્કઃ સૂર્ય ગોચરથી તમે તમારા વ્યક્તિત્વ અને પ્રભાવમાં તીક્ષ્ણતા જોશો. કરિયરમાં લીધેલા નિર્ણયોને કારણે કીર્તિ અને ખ્યાતિ વધી શકે છે. તમારી આવકમાં વધારો થવાના સંકેતો છે. આવકના નવા સ્ત્રોત પણ બની શકે છે. સંતાન સુખ પ્રાપ્ત કરી શકો છો. જેના કારણે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

સિંહઃ સૂર્યનું રાશિ પરિવર્તન તમને ચેતવનારું છે. ઉડાઉતાના કારણે આર્થિક પરિસ્થિતિ તણાવનું કારણ બની શકે છે. લોન લેવાની જરૂર પડી શકે છે. પારિવારિક જીવન અશાંતિથી ભરેલું હોઈ શકે છે, આ તણાવમાં વધારો કરશે, જે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરી શકે છે. મુસાફરી દરમિયાન તમારે સાવચેતી રાખવી પડશે.

કન્યાઃ કર્ક રાશિમાં સૂર્યનું ગોચર તમારી રાશિના લોકો માટે વરદાનથી કમ નથી. શૈક્ષણિક સ્પર્ધા સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે, તમને વિદેશ પ્રવાસ અથવા વિદેશમાં શિક્ષણ મેળવવાની તક મળી શકે છે. આ સમય દરમિયાન તમારી યોજનાઓ સફળ થશે, જેના કારણે તમારી કારકિર્દીમાં પ્રગતિ થઈ શકે છે. નવદંપતીઓને સંતાન સુખ મળી શકે છે.

તુલા: સૂર્યદેવના આશીર્વાદથી તમને તમારા કાર્યમાં સફળતા મળશે. નોકરિયાત લોકોને બોસનો સહયોગ મળશે, વેપારી લોકો માટે પણ સમય સારો છે. જે લોકો નોકરીમાં ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યા છે તેઓ વાત કરે તો તેમને સફળતા મળી શકે છે. કોઈપણ સરકારી નોકરી મળી શકે છે.

વૃશ્ચિકઃ સૂર્યના રાશિ પરિવર્તનથી વેપારમાં સફળતા મળી શકે છે, પરંતુ તમારે સાવધાન રહેવું પડશે. વિદેશમાં કામ કરવાની તક મળી શકે છે. આ દરમિયાન તમે સામાજિક સેવામાં જોડાઈ શકો છો.

ધન: સૂર્યનું ગોચર તમને સાવધાન બનાવશે કારણ કે તમારી કારકિર્દીમાં લોકો તમારી વિરુદ્ધ ષડયંત્ર કરી શકે છે. સાવધાની સાથે કામ કરો. આ દરમિયાન, તમારે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.  તબીબી સલાહ વિના કોઈ દવા ન લો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો.

મકર: સૂર્યના રાશિ પરિવર્તનને કારણે દાંપત્ય જીવનમાં કડવાશ આવી શકે છે. જીવનસાથી સાથે વાદવિવાદ ટાળો. તેમની વાતોને પણ પ્રાધાન્ય આપો. ધીરજથી સમસ્યાનો ઉકેલ લાવો. લવ લાઈફ પણ આ સમય દરમિયાન સારી રહેશે નહીં. જીવનસાથી સાથેના સંબંધોને બગડવા ન દો. વેપાર માટે સમય સાનુકૂળ છે.

કુંભ: સૂર્યના પ્રભાવથી તમે તમારા શત્રુઓ પર પ્રભુત્વ મેળવી શકશો. તમને કોઈ મોટી નોકરીની ઓફર મળી શકે છે. જે લોકો સરકારી નોકરી માટે પ્રયાસ કરી રહ્યા છે, તેમને પણ સફળતા મળી શકે છે. પ્રયત્ન ચાલુ રાખો. અટકેલા કામ પૂરા થશે.

મીન: સૂર્યનું રાશિ પરિવર્તન શિક્ષણ સ્પર્ધા સાથે જોડાયેલા લોકો માટે સફળ સાબિત થઈ શકે છે. નવા પરિણીત યુગલો માટે સંતાન પ્રાપ્તિની શક્યતાઓ બની રહી છે. રચનાત્મક લોકોને કામમાં સફળતા મળશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli News : રાજકોટ બાદ હવે અમરેલીમાં ભાજપ પ્રમુખની સેન્સ પ્રક્રિયામાં છેડછાડAnand News : કપડવંજમાંથી ઝડપાયો લાંચિયો અધિકારી, નિવૃત ASIની આણંદ ACBએ કરી ધરપકડGodhra News: ગોધરામાં ભૂતિયા રેશનકાર્ડથી અનાજ મેળવનાર દુકાન સંચાલકને 2 કરોડ 84 લાખનો દંડ ફટકારાયોAmbedkar Remarks Row: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહનો પલટવાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
One Nation One Election: 'એક દેશ-એક ચૂંટણી' માટે JPCની રચના, અનુરાગ ઠાકુર,પ્રિયંકા ગાંધી સહિત 31 સભ્યોનો સમાવેશ
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Mumbai: મુંબઇના દરિયામાં નેવીની સ્પીડબોટની ટક્કરથી હોડી પલટી, 13નાં મોત, 101 મુસાફરોને બચાવાયા
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
Amit Shah: આંબેડકર અંગે કોંગ્રેસના આરોપ બાદ અમિત શાહે કર્યો પલટવાર, જાણો શું આપ્યો જવાબ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
India WTC 2025 Final Scenarios: ગાબા ટેસ્ટ બાદ WTC 2025 ફાઇનલની રેસમાં ભારતની વધી મુશ્કેલી, જાણો ટીમ ઇન્ડિયાનું સમીકરણ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
Rohit Sharma: બોર્ડર-ગાવસ્કર ટ્રોફી બાદ રોહિત શર્મા છોડી દેશે ભારતની કમાન,પૂર્વ દિગ્ગજ ખેલાડીના દાવાથી ખળભળાટ
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
રાજ્યમાં 10 લાખથી વધુ નાગરિકોએ ડાઉનલોડ કરી ‘MY RATION’ એપ, અનાજના ગોડાઉન પર રખાઇ રહી છે CCTVથી નજર
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Bhimrao Ambedkar: બાબા સાહેબ આંબેડકર સાથે શાળામાં બની હતી શરમજનક ઘટના, જે બાદ બદલાઈ ગયું તેમનું જીવન
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Somvati Amavasya 2024: સોમવતી અમાસે કરો આ કામ,પૂર્વજોના મળશે આશિર્વાદ
Embed widget