શોધખોળ કરો
Shrawan Month 2025: શ્રાવણ મહિનાની આ તારીખથી થશે શરૂઆત, જાણો પાવન માસના પર્વનું લિસ્ટ
Sharwan Month 2025: પાવન શ્રાવણ માસની શરૂઆતને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. જાણીએ કઇ તારીખથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થશે.

પ્રતીકાત્મક તસવીર
Source : google
Sharwan Month 2025: મહાદેવને સમર્પિત શ્રાવણ માસનો પ્રારંભ 25 જુલાઇ શ્રાવણ સુદ એકમથી થશે અને 23 ઓગસ્ટ શનિવારે શ્રાવણ વદ અમાસે સમાપ્ત થશે. શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે તેવી જ રીતે સાતેય વાર પણ કોઇને કોઇ દેવતાને સમર્પિત છે. સોમવાર મહાદેવનો વાર કહેવાય છે. જેથી મહાદેવના સાધના આરાધનાના શ્રાવણ માસમાં જ્યારે સોમવાર આવે છે તો તેનું મહત્વ વિશેષ હોય છે. આ વર્ષે 2025માં 4 સોમવાર આવશે. આ શ્રાવણ માસ અન્ય તહેવારથી પણ ભરપૂર હોય છે, આ માસમાં રક્ષાબંધન સહિત અનેક પર્વ આવે છે. જેની યાદી જોઇએ
શ્રાવણ માસમાં આવતા પર્વ
- 28 જુલાઇ શ્રાવણ માસનો પ્રથમ સોમવાર
- 4 ઓગસ્ટ બીજો શ્રાવણ માસનો બીજો સોમવાર
- 9 ઓગસ્ટ શનિવારે રક્ષા બંધન (શ્રાવણી પૂનમ)
- 11 ઓગસ્ટ સોમવાર (શ્રાવણનો ત્રીજો સોમવાર)
- 13 ઓગસ્ટ બુધવાર નાગપંચમી
- 14 ઓગસ્ટ ગુરૂવાર રાંઘણછઠ્ઠ
- 15 ઓગસ્ટ શુક્રવાર સ્વતંત્ર દિવસ, શીતળા સાતમ, પારસીનું નવ વર્ષ
- 16 ઓગસ્ટ શનિવારે (કૃષ્ણ જન્માષ્ટમી)
- 17 ઓગસ્ટ રવિવાર નૌમ
- 18 ઓગસ્ટ સોમવાર શ્રાવણ દસમ (શ્રાવણનો ચોથો સોમવાર)
- 19 મંગળવાર અગિયાર
- 20 બુધવાર શ્રાવણ વદ બારસ (પર્યુષણનો પ્રારંભ)
- 23 ઓગસ્ટ શનિવારે શ્રાવણનો અંતિમ દિવસ (શ્રાવણ વદ અમાસ)
- વર્ષ 2025માં રક્ષાબંધન કયારે
- હિન્દુ કેલેન્ડર મુજબ, રક્ષાબંધન 2025માં 9 ઓગસ્ટ શનિવારે ઉજવવામાં આવશે. પૂર્ણિમા તિથિ 8 ઓગસ્ટ 2025ના રોજ 2;12 વાગ્યો શરૂ થશે અને 9 ઓગસ્ટના રોજ બપોરે 1 :24 વાગ્યે સમાપ્ત થશે.
- રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત
- હવે ચાલો જાણીએ રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત કયો છે? રક્ષાબંધનના દિવસે એટલે કે શનિવાર, 9 ઓગસ્ટ 2025 ના રોજ, રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત સવારે 5:47 વાગ્યાથી શરૂ થશે અને બપોરે 1:24 વાગ્યા સુધી ચાલુ રહેશે.
- ભદ્રા કાળની અસર
- હિન્દુ માન્યતાઓમાં, ભદ્રા કાળ દરમિયાન શુભ કાર્ય કરવું નિષેધ માનવામાં આવે છે, અને આ સમય દરમિયાન રાખડી બાંધવી પણ અશુભ માનવામાં આવે છે. સારી વાત એ છે કે 2025 માં, ભદ્રાનો રક્ષાબંધન પર લગભગ કોઈ પ્રભાવ પડશે નહીં. ભદ્રા કાળ 9 ઓગસ્ટના રોજ સૂર્યોદય પહેલા સમાપ્ત થશે, જેનો અર્થ છે કે બહેનો કોઈપણ ચિંતા વિના દિવસભર રાખડી બાંધી શકે છે.
વધુ વાંચો




















