Budh Gochar 2024: 7 માર્ચે બુધનું ગોચર આ રાશિની વધારશે મુશ્કેલી, આર્થિક નુકસાનના બની રહ્યાં છે યોગ
7 માર્ચે બુધ મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. બુધનું આ ગોચર કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ પરિણામ લાવશે. જાણો ભાગ્યશાળી રાશિઓ વિશે
Mercury Transits 2024: જ્યોતિષશાસ્ત્રમાં બુધને શુભ ગ્રહ માનવામાં આવે છે. મિથુન કન્યા રાશિનો સ્વામી બુધ છે. બુધ બુદ્ધિ, પૈસા, વેપાર, સંચાર, વાણી અને કારકિર્દીનો કારક છે. બુધ 07 માર્ચ, 2024 ના રોજ સવારે 09:21 કલાકે જળ તત્વ મીન રાશિમાં પ્રવેશ કરશે. બુધનું આ ગોચર અનેક રાશિઓ માટે પડકારો લાવશે. ચાલો જાણીએ કે, બુધ ગ્રહના રાશિચક્રમાં પરિવર્તનને કારણે કઈ રાશિના જાતકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે.
મેષ રાશિ
મીન રાશિમાં બુધનું ગોચર મેષ રાશિના લોકો માટે સારું રહેશે નહીં. તમને આ સમયે દરેક કામમાં સાવધાની રાખવાની સલાહ છે. કરિયરના ક્ષેત્રમાં, તમારે તમારી કારકિર્દીમાં કેટલાક પડકારોનો સામનો કરવો પડી શકે છે. ઓફિસમાં સહકર્મીઓ સાથે ગેરસમજ થવાની સંભાવના છે. આ સમયે મુસાફરી તમારા માટે નુકસાનને નોતરશે. તમારો ખર્ચ ઘણો વધી શકે છે. મેષ રાશિના લોકોનું સ્વાસ્થ્ય પણ આ સમયે બગડી શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે બુધનું ગોચર અશુભ પરિણામ લઈને આવ્યું છે. તમારે તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવાની જરૂર છે. આ રાશિના લોકો પર કામનો બોજ નોંધપાત્ર રીતે વધી શકે છે. તમારું પારિવારિક જીવન પ્રભાવિત થઈ શકે છે. તમે કામમાં સંતોષ અનુભવશો નહીં. આ સમયે તમે તમારામાં ઘણી ખામીઓ જોશો. ઓફિસમાં તમે જે પણ કામ કરશો, તમને ઈચ્છિત પરિણામ નહીં મળે. તમારે વ્યવસાયમાં પણ પડકારોનો સામનો કરવો પડી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોને આ ગોચરથી નકારાત્મક પરિણામ મળશે. આ સમયે કરેલા ફેરફારો તમારા માટે સારા નહીં રહે. સિંહ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ રાશિના જે લોકોનો પોતાનો બિઝનેસ છે તેમને પણ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તમારો ખર્ચ વધી શકે છે. તમારી આર્થિક સ્થિતિ ઘણી બગડી શકે છે. નોકરીમાં તમારે ઘણા ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે બુધનું ગોચર સારું પરિણામ નહિ લાવે. આ સમયે તમને તમારી મહેનતથી સફળતા નહીં મળે. તમારી બધી ઈચ્છાઓ અધૂરી રહેશે. આ સમયે બનાવેલી તમારી બધી યોજનાઓ નિષ્ફળ જશે. સફળતાના માર્ગ પર તમારે ઘણા પડકારોનો સામનો કરવો પડી શકે છે. તુલા રાશિના લોકો આ સમયે નકારાત્મક ઉર્જાથી ઘેરાયેલા રહી શકે છે. નાણાકીય રીતે પણ આ ગોચર તમારી સમસ્યાઓમાં વધારો કરનાર સાબિત થશે. તમને વધુ પડતો ખર્ચ ટાળવાની સલાહ આપવામાં આવે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો