જીવનમાં ઉન્નતિ થંભી ગઇ છે? સુખ-શાંતિ આપના ઘરનો રસ્તો ભૂલી ગઇ છ? આ અચૂક ઉપાય અજમાવી જુઓ,. ભાગ્ય આપશે સાથ
શું આપના ઘરમાં બરકત નથી રહેતી, ઘરમાં મતભેદના કારણે કલહ રહે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
વાસ્તુ ટિપ્સ:શું આપના ઘરમાં બરકત નથી રહેતી, ઘરમાં મતભેદના કારણે કલહ રહે છે તો વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાય કરવાથી સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.
પ્રગતિ માટે જરૂરી છે કે પરિવારના સભ્યો વચ્ચે હંમેશા પ્રેમ રહે. જ્યાં મતભેદનું વાતાવરણ હોય છે, એવું માનવામાં આવે છે કે ત્યાં નકારાત્મક શક્તિઓ વાસ કરવા લાગે છે અને ત્યાં રહેતા લોકોની પ્રગતિના તમામ રસ્તાઓ બંધ થઈ જાય છે. વાસ્તુમાં કેટલાક સરળ ઉપાયો જણાવવામાં આવ્યા છે, જે પરિવારમાં પ્રેમ તો વધારશે જ સાથે જ જીવનમાંથી નકારાત્મક શક્તિઓ અને નકારાત્મક વિચારોને દૂર કરવામાં મદદરૂપ થશે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે
જો આપના ઘરમાં બરકત ન રહેતી હોય, જો હાથમાં પૈસા ન હોય અથવા અયોગ્ય ખર્ચ વધારે હોય તો શનિવારે ઘરની નજીકના કોઈપણ મંદિરમાં હલવો અને ખીચડીનું દાન કરો.
જો પરિવારના તમામ સભ્યો જમીન પર બેસીને ભોજન કરે તો વેપાર કે કાર્યક્ષેત્રમાં સમૃદ્ધિ આવે છે.
આર્થિક પરેશાનીઓથી છુટકારો મેળવવા માટે શનિવારે વહેતા પાણીમાં અખરોટ અથવા નારિયેળ તરતા મૂકો,
શુક્રવારના દિવસે દેવી લક્ષ્મીની સામે સોનાના આભૂષણો મૂકો અને તેના પર કેસરનું તિલક કરો. કનકધારા સ્તોત્રનો પાઠ કરો.
દરેક જરૂરિયાતમંદને મદદ કરવાનો પ્રયાસ કરો. પતિએ હંમેશા પત્નીનું સન્માન કરવું જોઈએ. સુખી દામ્પત્ય જીવન માટે પીપળ અને કેળાના ઝાડની પૂજા કરો. દર મહિને તમારો પગાર તમારી પત્નીને આપો. એ પગાર પત્નીના જ હસ્તે તિજોરીમાં રાખવો જોઈએ. ઓછા પગાર માટે તમારા પાર્ટનરને ક્યારેય દોષ ન આપો.
ઘરમાં કીડી, પક્ષી, ગાય, કૂતરા, કાગડા માટે ખોરાક અને પાણીની વ્યવસ્થા કરો. બુધવારે કન્યાઓને લીલા કપડા અથવા લીલી બંગડીઓનું દાન કરો. પીળા વસ્ત્રો, ધાર્મિક પુસ્તક, પીળી ખાદ્ય સામગ્રી શિક્ષક અથવા મંદિરના પૂજારીને દાન કરો. ઘરમાં સુખ-શાંતિ માટે સવાર-સાંજ કપૂર સળગાવો. ઘરમાં હંમેશા સુગંધિત વાતાવરણ બની રહેવાની સાથે સકારાત્મક ઊર્જાનો સંચાર થશે.