Vastu Tips: સાવધાન: કિચનમાં ન કરશો ક્યારે આ ભૂલ, નહિતો ભયંકર મુશીબતો કરવો પડશે સામનો
રસોડામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાહુ-કેતુ જેઓ આવું નથી કરતા તેમને પરેશાન કરે છે. જાણો વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઇને શું છે નિયમ
Vastu Tips: રસોડામાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. રાહુ-કેતુ જેઓ આવું નથી કરતા તેમને પરેશાન કરે છે. જાણો વાસ્તુશાસ્ત્રમાં રસોડાને લઇને શું છે નિયમ
જ્યોતિષમાં રાહુ-કેતુને પાપ ગ્રહ માનવામાં આવે છે. તે શુભ અને અશુભ બંને ફળ આપે છે. કળિયુગમાં આ બે ગ્રહો વિશે કહેવાય છે કે તેમના ફળને સમજવું અશક્ય છે. તે જીવનમાં અચાનક બનતી ઘટનાઓનો કારક છે. આ બંને ગ્રહોને પ્રપંચી ગ્રહો પણ કહેવામાં આવે છે. આને પડછાયા ગ્રહો કહેવામાં આવે છે. જે ગ્રહો સાથે શુભ અને અશુભ સ્થિતિમાં હોય છે, તે મુજબ પરિણામ આપે છે.
વાસ્તુશાસ્ત્રની વાત કરવામાં આવે તો આ બંને ગ્રહોને ગણવામાં આવે છે. ઘરની સકારાત્મક ઉર્જા ને નકારાત્મક ઉર્જામાં પરિવર્તિત કરવામાં આ બંને ગ્રહોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. રાહુ-કેતુનો તમારા રસોડા સાથે પણ ગહન સંબંધ છે. ચાલો સમજીએ કે કેવી
રસોડાનું વાસ્તુ
રસોડાનો સંબંધ માત્ર સ્વાસ્થ્ય સાથે જ નથી, તેનો સંબંધ સુખ-સમૃદ્ધિ સાથે પણ છે. તેથી રસોડાની બાબતમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ. રસોડું હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ. કારણ કે રસોડાનો સંબંધ તમારા નસીબ સાથે પણ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રસોડાનું સ્થાન અગ્નિ કોણ (પૂર્વ-દક્ષિણ) માનવામાં આવે છે. આ સ્થાન પર રસોડું રાખવાથી શુભ ફળ મળે છે. તેની સાથે મંગળની અશુભતા પણ દૂર થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં મંગળને ઊર્જાનો કારક માનવામાં આવે છે. અગ્નિ સાથે મંગળનો સંબંધ પણ જણાવવામાં આવ્યો છે, તેથી આ સ્થાન પર રસોડું બનાવવું શુભ માનવામાં આવે છે.
જો આપ આ ભૂલ નહિ કરો તો આ ગ્રહ ક્યારેય નહી કરે પરેશાન
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં લાંબા સમય સુધી એંઠા વાસણો ન રાખવા જોઈએ. આ વાસણોને સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. રાત્રિભોજન કર્યા પછી આખી રાત ગંદા વાસણ રસોડામાં ન રાખો, આમ કરવાથી ઘરમાં આર્થિક સંકટ આવવા લાગે છે. એટલે કે પૈસાની અછતથી પરેશાની થવા લાગે છે. જમા થયેલી મૂડીનો નાશ થવા લાગે છે અને દેવાની સ્થિતિ યથાવત રહે છે.
રસોડામાં, ઘરની કેટલીક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો તમે આ બાબતોનું ધ્યાન રાખશો તો તમે દિનચર્યામાં ઘણી સમસ્યાઓથી બચી શકો છો. જો તમે આ ભૂલો નથી કરતા તો રાહુ-કેતુ તમને પરેશાન નહીં કરે.
રસોડામાં યુઝ કરાયેલા ગંદા વાસણ લાંબો સમય ન રાખો
વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં લાંબા સમય સુધી એઠા વાસણો ન રાખવા જોઈએ. આ વાસણોને સાફ કરીને યોગ્ય જગ્યાએ રાખવા જોઈએ. રાત્રિભોજન કર્યા પછી વાસણો આખી રાત ગંદા ન છોડી દેતા તેને સાફ કીરને રાખવા જોઈએ. આમ ન કરવાથી ઘરમાં આર્થિક સંકટ આવવા લાગે છે. એટલે કે પૈસાની અછતથી પરેશાની થવા લાગે છે. જમા થયેલી મૂડીનો નાશ થવા લાગે છે અને દેવાની સ્થિતિ યથાવત રહે છે.
ચાકુને તેના સ્થાન પર જ રાખો
રસોડામાં ચાકુ ક્યારેય જેમ તેમ ગમે ત્યાં ન રાખવું જોઈએ. છરીનું એક સ્થાન સુનિશ્ચિત કરી દો. છરી ત્યાં જ રાખવી જોઈએ. ગમે ત્યાં મૂકી દેવાથી ગુસ્સો વધે છે, તણાવ વધે છે અને સંબંધો પર અસર પડે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.