Mangalwar Puja Niyam: મંગળવાર અને હનુમાનજીને શું છે સંબંધ, આ દિવસે આ કામ કરવા કેમ છે વર્જિત
Mangalwar Puja Niyam: જે ભક્ત મંગળવારના દિવસે ભક્તિભાવથી બજરંગબલીની પૂજા કરે છે, તેની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. પરંતુ તેની સાથે આ દિવસે કેટલાક કામ કરવા વર્જિત છે જાણો કેમ

Mangalwar Puja Niyam: હિન્દુ ધર્મમાં, અઠવાડિયાના દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાની સમર્પિત છે. તેવી જ રીતે જો મંગળવારની વાત કરીએ તો આ દિવસ ભગવાન શ્રી રામના ભક્ત અને પવનના પુત્ર હનુમાન સાથે સંબંધિત છે. એવું માનવામાં આવે છે કે, જે લોકો આ દિવસે બજરંગબલીની પૂજા કરે છે તેમને તેમના કામમાં સફળતા મળે છે. સાથે જ બજરંગબલીની કૃપાથી તેની બધી પરેશાનીઓ પણ દૂર થઈ જાય છે.
જો તમે તમારા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો મંગળવારે હનુમાનજીની પૂજા અવશ્ય કરો. આમ કરવાથી વિઘ્નો દૂર થાય છે અને બધું જ સુખદ બની બની જાય છે. પરંતુ શાસ્ત્રોમાં કેટલાક એવા કામો વિશે જણાવવામાં આવ્યું છે. જે મંગળવારના દિવસે કરવામાં આવે તો ભગવાન હનુમાન ખૂબ જ નારાજ થઈ જાય છે. તેથી, વ્યક્તિએ ખાસ કરીને મંગળવારે આ વસ્તુઓ કરવાનું ટાળવું જોઈએ. જ્યોતિષ અનીશ વ્યાસ પાસેથી જાણીએ કે મંગળવારે કયા કાર્યો ન કરવા જોઈએ અને આ કાર્યો કરવાથી બજરંગબલી નારાજ થાય છે.
મંગળવારે આ કામ કરવાથી નુકસાન થઈ શકે છે
કાળા કપડાં ન પહેરવાઃ હનુમાનજીને કાળો રંગ પસંદ નથી. તેમજ હિન્દુ ધર્મમાં કાળા કપડાને શુભ માનવામાં આવતું નથી. આવી સ્થિતિમાં મંગળવારના શુભ દિવસે કાળા રંગના કપડા ન પહેરવા જોઈએ. આ દિવસે તમે ભગવાન હનુમાનના મનપસંદ રંગના કપડાં જેમ કે લાલ અથવા નારંગી પહેરી શકો છો. મહિલાઓએ મંગળવારના દિવસે શૃંગારની વસ્તુઓ ન ખરીદવી જોઇએ.
બ્રહ્મચર્યનું પાલન કરોઃ ભગવાન હનુમાનને બ્રહ્મચારી માનવામાં આવે છે. તેથી જ હનુમાનને 'બાલ બ્રહ્મચારી' પણ કહેવામાં આવે છે. કારણ કે, તેણે પોતાના જીવનમાં શિસ્ત, શુદ્ધતા અને આત્મ-નિયંત્રણનું પાલન કર્યું છે. જો તમે મંગળવારે વ્રત રાખો છો અથવા બજરંગબલીની પૂજા કરો છો, તો ચોક્કસપણે આ દિવસે બ્રહ્મચર્યનું પાલન કરો અને પ્રેમ સંબંધોથી દૂર રહો.
આ વસ્તુઓ ન ચઢાવોઃ મંગળવારે પૂજા દરમિયાન હનુમાનજીને ભોજન અર્પણ કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે તેમને દૂધથી બનેલી મીઠાઈઓ ન ચઢાવો. જો તમે આવું કરશો તો ભગવાન ગુસ્સે થઈ શકે છે. તેના બદલે, તમે હનુમાનજીને બૂંદી અથવા ચણાના લોટના લાડુ અર્પણ કરી શકો છો, જે તેમને પ્રિય છે.
માંસ અને આલ્કોહોલથી દૂર રહોઃ જો તમે હનુમાનજીના ભક્ત છો તો તમારે માંસાહારી ભોજન છોડી દેવું જોઈએ. ખાસ કરીને મંગળવારના દિવસે માંસાહાર કે દારૂનું સેવન ન કરવું, બલ્કે આ દિવસે સાત્વિક જ આહાશૈલી રાખવી જોઇએ. .
આ સાથે જ મંગળવારના દિવસે વાળ અને દાઢી કાપવા, નખ કાપવા, મીઠું ખાવાનું, ઉધાર લીધેલા પૈસાની આપ-લે અને પશ્ચિમ, ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ દિશામાં યાત્રા કરવાનું ટાળવું જોઈએ. જો તમે દર મંગળવારે આ વાતોનું ધ્યાન રાખશો તો હનુમાનજીના આશીર્વાદ મળશે.



















