Dev Deepawali 2025: દેવ દિવાળી ક્યારે? જાણો શુભ મૂહૂર્ત અને વિધિ વિધાન સાથે મહાત્મ્ય
Dev Deepawali 2025: દિવાળીની જેમ દેવ દિવાળીનું પર્વ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ હોવાથી તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે દેવ દીપાવલી ક્યારે ઉજવવામાં આવશે.

Dev Deepawali 2025:દિવાળીની જેમ દેવ દિવાળીનું પર્વ પણ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ભગવાન શિવ સાથે સંકળાયેલ હોવાથી તેનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે આ વર્ષે દેવ દીપાવલી ક્યારે ઉજવવામાં આવશે.
દેવ દિપાવલી લગભગ 15 દિવાળીના 15 દિવસ પછી ઉજવવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખાસ મહત્વનું માનવામાં આવે છે. સ્નાન કર્યા પછી, સાંજે શુભ મુહૂર્ત દરમિયાન માટીના દીવા પ્રગટાવવામાં આવે છે. સાંજે, વારાણસીના ઘાટોના કિનારે લાખો માટીના દીવા ઝળહળતા જોઈ શકાય છે. ફક્ત ઘાટ પર જ નહીં પરંતુ વારાણસીના તમામ મંદિરોમાં પણ દીવા પ્રગટાવવામાં આવે છે.
દેવ દિવાળીની તારીખ અને શુભ મૂહૂર્ત
કાર્તિક મહિનાની પૂર્ણિમાની તિથિ 4 નવેમ્બરે રાત્રે 10:36 વાગ્યે શરૂ થાય છે. આ તિથિ 5 નવેમ્બરે સાંજે 6:48 વાગ્યે સમાપ્ત થશે. તેથી, દેવ દીપાવલીનો તહેવાર 5 નવેમ્બર, બુધવારના રોજ ઉજવવામાં આવશે.
પ્રદોષ કાલ દેવ દીપાવલી મુહૂર્ત - સાંજે 5:15 થી 7:50 સુધી
દેવ દિવાળનું મહત્વ
દંતકથા અનુસાર, ત્રિપુરાસુર નામના રાક્ષસના અત્યાચારથી બધા દેવતાઓ, ઋષિઓ અને માનવીઓ પરેશાન હતા. ત્યારબાદ ભગવાન શિવે કાર્તિક પૂર્ણિમાના દિવસે ત્રિપુરાસુરનો વધ કર્યો. તેથી, આ દિવસને ત્રિપુરોત્સવ અથવા ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે આ દિવસે, દેવી-દેવતાઓ કાશીમાં આવે છે અને માટીના દીવા પ્રગટાવે છે. તેથી, આ તહેવારને દેવતાઓની દિવાળી અથવા દેવી દિવાળી કહેવામાં આવે છે.
જરૂર કરો આ કામ
દેવ દિવાળીના દિવસે, વ્યક્તિએ સવારે વહેલા ઉઠીને પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ, ખાસ કરીને વારાણસીના ઘાટ પર થઇ શકે તો આમ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. જો આ શક્ય ન હોય, તો તમે ઘરે ગંગાજળમાં પાણી ભેળવીને સ્નાન કરી શકો છો. વધુમાં, આ દિવસે, સવારે દીવા પ્રગટાવો, તુલસીના ક્યારે દીપક કરો. તેની પૂજા કરો શેરડી ધરાવો અને રંગોળી દીપક આરતી પૂજા વગેરે કરો.




















