શું સ્ટેટ હાઈવે માટે હવે અલગથી લેવું પડશે ફાસ્ટેગ, ત્યાં કેવી રીતે ચૂકવવો પડશે ટોલ ટેક્સ?
Annual Fastag Pass Rules:વાર્ષિક ફાસ્ટેગ પાસ લીધા પછી શું સ્ટેટ હાઈવે પર મુસાફરી કરવા માટે અલગ ફાસ્ટેગ લેવાની જરૂર પડશે?

Annual Fastag Pass Rules: વાર્ષિક ફાસ્ટેગ પાસ લીધા પછી શું સ્ટેટ હાઈવે પર મુસાફરી કરવા માટે અલગ ફાસ્ટેગ લેવાની જરૂર પડશે? જાણો સ્ટેટ હાઈવે પર ટોલ કેવી રીતે કાપવામાં આવશે. આજથી દેશભરમાં વાર્ષિક ફાસ્ટેગ પાસ શરૂ થઈ ગયો છે. એટલે કે, હવે જો કોઈ હાઇવે પરથી પસાર થાય છે અને વાર્ષિક પાસ દ્વારા મુસાફરી કરે છે. તો તેને 1 વર્ષની અંદર 200 ટ્રીપ સુધી અલગ ટોલ ચૂકવવો પડશે નહીં. જોકે, આ પાસ માટે 3000 રૂપિયાની રકમ એક સાથે અગાઉથી ચૂકવવી પડશે.
15 ઓગસ્ટથી શરૂ થયેલ વાર્ષિક ફાસ્ટેગ પાસ ફક્ત નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI અધિકૃત હાઇવે, એક્સપ્રેસવે અને રસ્તાઓ પર જ માન્ય રહેશે. આ સિવાય અન્ય કોઈ હાઇવે, એક્સપ્રેસવે કે રસ્તા પર નહીં.હવે આવી સ્થિતિમાં આ પ્રશ્ન પણ ઘણા લોકોના મનમાં આવી રહ્યો છે. સ્ટેટ હાઈવે NHAI હેઠળ આવતા નથી. તો શું રાજ્યોમાંથી પસાર થતા સ્ટેટ હાઈવે પર મુસાફરી કરવા માટે અલગ પાસ બનાવવો પડશે? કારણ કે ત્યાં વાર્ષિક પાસ કામ કરશે નહીં.
આ માટે અલગ પાસ બનાવવાની જરૂર નથી. કારણ કે વાર્ષિક પાસ વાહનમાં લગાવેલા ફાસ્ટેગ સાથે લિંક હશે. એટલે કે, વાહનોમાં પહેલાથી જ ફાસ્ટેગ હશે. સ્ટેટ હાઈવે પર તે ફાસ્ટેગમાંથી ટોલ કાપવામાં આવશે. એટલે કે, ફાસ્ટેગ વાર્ષિક પાસ મેળવ્યા પછી જો તમે NHAIના હાઇવે, એક્સપ્રેસ વે પર મુસાફરી કરો છો. અને વચ્ચે ક્યાંક તમને સ્ટેટ હાઇવે મળે છે. તો તમારે તમારા ફાસ્ટેગમાં બેલેન્સ પણ રાખવું પડશે. કારણ કે સ્ટેટ હાઇવે પર ત્યાંથી ટોલ કાપવામાં આવશે.
સ્ટેટ હાઈવે પર ટોલ સિસ્ટમ રાજ્ય સરકાર અથવા ખાનગી ઓપરેટરો દ્ધારા સંચાલિત છે. તે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે NHAI દ્વારા સંચાલિત નથી જે માર્ગ અને પરિવહન મંત્રાલય હેઠળ આવે છે. તેથી વાર્ષિક ફાસ્ટેગ પાસ કોઈપણ સ્ટેટ હાઈવે પર માન્ય રહેશે નહીં અને સ્ટેટ હાઈવે માટે તમારે બીજા કોઈ પાસની જરૂર પડશે નહીં. ફાસ્ટેગ વડે તમે સ્ટેટ હાઈવે પર સામાન્ય રીતે ચૂકવણી કરી શકશો. ફક્ત ધ્યાનમાં રાખો કે તેમાં બેલેન્સ હોવું જરૂરી છે.





















