Audi Q7: ઓડીએ લૉન્ચ કરી પોતાની 7 સીટર SUV, જાણો કેટલી દમદાર છે ને શું છે કિંમત..........
ફેરફારો વિશે વાત કરીએ તો નવી ઓડી ક્યૂ7 ફેસલિફ્ટને પોતાના જુના વેરિએન્ટની સરખામણીમાં નવા ફિચર્સના એક ગૃપની સાથે કેટલાય કૉસ્મેટિક અપડેટ મળે છે.
Audi Q7 Launched in India: ઓડી ઇન્ડિયાએ આજે દેશમાં ફેસલિફ્ટેડ Q7 SUV લૉન્ચ કરી દીધી છે. આ માટે પ્રી-બુકિંગ ગયા મહિનાથી જ શરૂ થઇ ચૂકી હતી, અને કોઇપણ આ જર્મન લક્ઝરી એસયુવીને 5 લાખ રૂપિયાની ટૉકન રકમ આપીને બુક કરાવી શકે છે. આને બે વેરિએન્ટ પ્રીમિયમ પ્લસ અને ટેકનોલૉજીમાં રજૂ કરવામાં આવી છે. 2022 ઓડી Q7 ફેસલિફ્ટના પ્રમાણે કિંમતો વિશે અહીં બતાવવામાં આવ્યુ છે.
Audi Q7 મૉડલ અને કિંમત-
2022 ઓડી Q7 ફેસલિફ્ટને ભારતમાં 79.99 લાખ રૂપિયા, એક્સ શૉ રૂમની શરૂઆતી કિંમત પર લૉન્ચ કરવામાં આવી છે. આ કિંમત આના પ્રીમિયમ પ્લસ વેરિએન્ટનુ છે. આની ટેકનોલૉજી વેરિએન્ટને 88.33 લાખ રૂપિયાની એક્સ શૉરૂમ કિંમતની સાથે લૉન્ચ કરવામા આવી છે.
Audi Q7 ફિચર્સ-
ફેરફારો વિશે વાત કરીએ તો નવી ઓડી ક્યૂ7 ફેસલિફ્ટને પોતાના જુના વેરિએન્ટની સરખામણીમાં નવા ફિચર્સના એક ગૃપની સાથે કેટલાય કૉસ્મેટિક અપડેટ મળે છે. ડિઝાઇનના મામલે એસયુવીને છ વર્ટિકલ ક્રૉમ સ્લેટ્સની સાથે ઓડીની નવી પહોળા દેખાવવા વાળી ઓક્ટાગોનલ ગ્રિલ, નવુ બમ્પર, સિગ્નેચર એલઇડી ડીઆરએલની સાથે સ્લીકર મેટ્રિક્સ એલઇડી હેડલેમ્પ અને ડાયનેમિક ટર્ન ઇન્ડિકેટર્સ, 19 ઇંચ એલૉય વ્હીલ વગેરે મળે છે. આ ઉપરાંત આને પાંચ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે જે કેરાર વ્હાઇટ, માઇથોસ બ્લેક, નવરા બ્લૂ, સમુરાઇ ગ્રે અને ફ્લૉરેટ સિલ્વર છે.
Audi Q7 પાવર-
નવી ફેસલિફ્ટેડ Audi Q7માં 3.0-લીટર ટર્બોચાર્જ્ડ V6 પેટ્રૉલ એન્જિન છે, જે 340 hpનો પાવર અને 500 Nmનો પીક ટૉર્ક જનરેટ કરે છે. એન્જિન 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબૉક્સની સાથે આવે છે, અને આ માત્ર 5.9 સેકન્ડમાં 0-100 કિમી પ્રતિ કલાકની સ્પીડ પકડવાનો દાવો કરે છે, આના ઉપરાંત આમાં ઓડીનો પૉપ્યૂલર ક્વૉટ્રો ઓલ વ્હીલ ડ્રાઇવ સિસ્ટમ પણ મળે છે. નવી ઓડી Q7 મા 48V માઇલ્ડ હાઇબ્રિડ સિસ્ટમ પણ છે, જે એન્જિનના સ્વિચ ઓફ થવા પર 40 સેકન્ડ સુધી કસ્ટ કરવાની અનુમતિ આપે છે.
આ પણ વાંચો........
Car FASTag: કાર વેચી રહ્યા છો તો FASTag નું શું કરશો ? જાણો વિગત
મહેસાણામાં શિક્ષિકાએ આપઘાતનો કર્યો પ્રયાસ, શિક્ષકો પરેશાન કરતા હોવાનો આરોપ
MS Dhoni Novel Atharva The Origin : ધોની હવે બનશે યોદ્ધા, રીલિઝ થયો ગ્રાફિક નોવેલનો ફર્સ્ટ લૂક
RBIમાં નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં જુઓ અરજી અને પરીક્ષા સંબંધિત તમામ વિગતો
BECIL Recruitment 2022 : ગ્રેજ્યુએશન ડિગ્રી ધરાવતા લોકો માટે ભરતી બહાર પડી, પગાર એક લાખ સુધી હશે