શોધખોળ કરો

Auto Expo 2023: ચીનની કંપનીએ વધારી લોકોના દિલની ધડકનો, 700KM ચાલતી કારની દેખાડી ઝલક

એક એવી ઈલેક્ટ્રિક કાર જે લોકોને ખરેખર દિવાના બનાવી દેશે અને તે છે BYD સીલ કાર. તે શાનદાર લુક ધરાવે છે અને તેની એક ઝલક આજે ઓટો એક્સપો 2023માં જોવા મળી હતી.

Auto Expo 2023: ભારતમાં ઓટો એક્સ્પો 2023નો પ્રારંભ થયો છે. જેમાં દુનિયાભરની દિગ્ગજ ઓટો મોબાઈલ કંપનીઓ એકથી એક ચડિયાતા અને શાનદાર કાર મોડલ્સ લોંચ કરી રહ્યાં છે. હવે ચીનની કંપની BYDએ ભારતમાં લોકોના દિલની ધડકનો જ વધારી દીધી છે. 

એક એવી ઈલેક્ટ્રિક કાર જે લોકોને ખરેખર દિવાના બનાવી દેશે અને તે છે BYD સીલ કાર. તે શાનદાર લુક ધરાવે છે અને તેની એક ઝલક આજે ઓટો એક્સપો 2023માં જોવા મળી હતી. આ સાથે ચીનની ઓટોમેકર BYDએ ભારતમાં પોતાનો પગ જમાવવા BYD ATTO-3ની લિમિટેડ એડિશન પણ લોન્ચ કરી છે. હવે તમને આ કાર ફોરેસ્ટ ગ્રીન કલરમાં પણ મળી રહેશે. આ લિમિટેડ એડિશન કાર 11 જાન્યુઆરી 2023થી ઉપલબ્ધ થશે.

જાણો BYD સીલ કાર વિશે

BYD સીલ ભારતમાં 2023ના અંત સુધીમાં લોન્ચ કરવામાં આવશે. આ કાર માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિમીની સ્પીડ પકડી લેશે. એકવાર ચાર્જ થયા બાદ તે 700 કિલોમીટર સુધી ચાલશે. કંપનીનો દાવો છે કે આ કારમાં ટેક્નોલોજીકલ ઈનોવેશન અદભૂત હશે.

BYD સીલનું પ્લેટફોર્મ ઈ-પ્લેટફોર્મ 3.0 હશે. તેમાં અલ્ટ્રા સેફ બ્લેડ બેટરી હશે, જે સુરક્ષિત હોવાનું કહેવાય છે. કંપનીએ કહ્યું હતું કે, તે સલામતી, સ્ટેબિલિટી, હેન્ડલિંગ અને પરફોર્મન્સના સંદર્ભમાં શ્રેષ્ઠ સાબિત થશે. આ કારમાં CBT ટેક્નોલોજી પણ હશે. આ ટેક્નોલોજી કારને આગળ અને પાછળના એક્સલ પર 50-50 ટકા એક્સલ લોડ આપશે, જે કારને સુધારવામાં મદદ કરશે. આ ટેક્નોલોજી કારને લાંબી રેન્જ પણ આપશે. કારમાં સેફ્ટી ઈન્ટિરિયર સ્ટ્રક્ચર મળશે જે ભારતીય રસ્તાઓ અનુસાર હશે.

BYD ઓટો કંપની ક્યાં છે?

BYD ઓટો ચીનની ટોચની કાર કંપનીઓમાંની એક છે. ઇલેક્ટ્રિક કાર સેગમેન્ટમાં વિશ્વવ્યાપી ક્રાંતિને કારણે તે ભારતમાં પણ પોતાનો હાથ અજમાવી રહી છે. કંપનીએ કહ્યું છે કે, વર્ષ 2023માં આ તે ભારતમાં તેના સર્વિસ સેન્ટરની સંખ્યા બમણી કરશે. એકંદરે આ કાર કેટલી સારી, કેટલી શાનદાર સાબિત થશે તે તો આવનારો સમય જ બતાવશે. કારણ કે તે ભારતમાં મારુતિ અને ટાટા જેવી કંપનીઓ સાથે સ્પર્ધા કરી રહી છે જેઓ પહેલાથી જ માર્કેટમાં કિંગમેકર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
50 હજાર ડાઉન પેમેન્ટ પર Alto ખરીદો તો કેટલી આવશે EMI? જાણો સંપૂર્ણ ગણતરી
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
EV કે પેટ્રોલ કાર: લાંબા ગાળે કઈ કાર પડશે સૌથી સસ્તી? અહીં સમજો ખર્ચનું આખું ગણિત
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
1 લાખના ડાઉન પેમેન્ટ પર Hyryder CNG ખરીદો તો દર મહિને કેટલી આવશે EMI? જાણો ગણતરી
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ
Clean Cloudy Car Headlights: વરસાદમાં હેડલાઇટ્સ થઈ ગઈ છે ઝાંખી, અપનાવી જુઓ આ ટિપ્સ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Embed widget