Auto Expo 2023 : ઑટો એક્સ્પોમાં જોવા મળી શકે છે આ શાનદાર કોન્સેપ્ટ કાર, જાણો શું છે ખાસીયત
મારુતિ સુઝુકી ઓટો એક્સપો 2023માં પોતાની કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક કારને રજૂ કરવાને લઈને તમામ માહિતી પહેલા જ આપી ચૂકી છે.
Auto Expo 2023 : આગામી સપ્તાહે શરૂ થઈ રહેલા ઓટો એક્સપોની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. કોરોના બાદ પહેલીવાર બધું લગભગ અગાઉની માફક રાબેતા મુજબ થઈ રહ્યું છે. હેવ મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈએ તેમના નવા ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવેલી કેટલીક કોન્સેપ્ટ કારમાં શું ખાસ જોવા મળી શકે છે તેને લઈને અમે તમને આજે જણાવવા જઈ રહ્યા છીએ.
મારુતિ સુઝુકી ઇલેક્ટ્રિક કોન્સેપ્ટ કાર
મારુતિ સુઝુકી ઓટો એક્સપો 2023માં પોતાની કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક કારને રજૂ કરવાને લઈને તમામ માહિતી પહેલા જ આપી ચૂકી છે. જોકે, કંપનીએ તેના વિશે વધુ કોઈ ખાસ માહિતી આપી નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, તે મારુતિની YY8 ઇલેક્ટ્રિક SUV કાર હોઈ શકે છે. જે કંપનીની પહેલી સંપૂર્ણ ઈલેક્ટ્રિક SUV કાર હશે. જે કંપની લોન્ચિંગ સમયે રજુ કરી શકે છે. આ કારનો બજારમાં પહેલાથી જ રહેલી Tata Nexon Electric અને Mahindraની આવનારી XUV400 સાથે મુકાબલો થશે.
Kia EV9 ઇલેક્ટ્રિક SUV કાર
Kiaની ઇલેક્ટ્રિક SUV કાર, Kia EV9 આવતા અઠવાડિયે યોજાનારા ઓટો એક્સપો 2023માં જોવા મળી શકે છે. કારના ટેસ્ટિંગ સિવાય કંપનીએ તેને ગયા વર્ષે લોસ એન્જલસ ઓટો શોમાં પણ રજુ કરી ચુકી છે. આ ઇલેક્ટ્રિક એસયુવી કારમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલા માટે કિયાએ તેની ભવિષ્યની SUV કારમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવાના સંકેત આપી ચુકી છે. કિયા તેને ભારતમાં લોંચ કરશે કે નહીં તેને લઈ ચોક્કસ નથી. પરંતુ આ કાર ઓટો એક્સપોમાં જોવા મળે તેવી શક્યતા છે.
ટાટા અવિન્યા
અગાઉ યોજાનાર એક્સ્પોમાં ટાટાએ તેની લક્ઝુરિયસ અને મજબૂત કાર પણ લોંચ કરી ચુકી છે. આ વર્ષે પણ કંપની ઓટો એક્સપો 2023માં કેટલીક કોન્સેપ્ટ કાર રજૂ કરી શકે છે. જેમાં ટાટા અવિનાયા ઇલેક્ટ્રિક કાર એક હોઈ શકે છે. તેને ત્રીજી પેઢીના મોડલ્સ પર તૈયાર કરવામાં આવી છે. કારમાં ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમને બદલે ઈન્ટીગ્રેટેડ સ્ક્રીન આપવામાં આવશે.
ટાટા કર્વ ઇલેક્ટ્રિક એસયુવી
આ ઉપરાંત ટાટા તેની ઇલેક્ટ્રિક એસયુવી કાર ટાટા કર્વનો કોન્સેપ્ટ પણ રજૂ કરશે. કંપનીએ ગયા વર્ષે એપ્રિલમાં આ મિડ-સાઇઝ SUV કૂપ કાર પણ રજૂ કરી છે. કંપની આ કારને 2024માં ઈલેક્ટ્રિક અને કમ્બશન એન્જિન બંને વિકલ્પો સાથે બજારમાં ઉતારશે. ટાટા આ કારમાં જનરેશન 2 આર્કિટેક્ચરનો ઉપયોગ કરશે. જે વધુ પાવરવાળી ટ્રેન સાથે બેટરી લઈ જવાની ક્ષમતા ધરાવશે, તેમજ AWD માટે 2 મોટરનો ઉપયોગ કરશે.