Auto Expo 2023: TATA સફારી મચાવશે ધમાલ, આ ફેરફાર સાથે ઉતારાશે માર્કેટમાં
અન્ય ફીચર્સની સાથે તમને આ બંને કારમાં 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે. 360-ડિગ્રી કેમેરા ફીચર પાર્કિંગમાં મદદ કરે છે. વિશાળ ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે જે વિઝ્યુઅલને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે બહાર લાવે છે.
Auto Expo 2023 India: Tata Motors તેની બે ટોપ-એન્ડ SUV સફારી અને હેરિયરને અપડેટ કરી છે, જેમાં ADAS સેફ્ટી સિસ્ટમ અને મોટી ટચસ્ક્રીન સહિત અનેક નવી સુવિધાઓ છે. હાલમાં વર્તમાન સફારી અને હેરિયરને ઘણી નાની ટચસ્ક્રીન મળે છે. આ તમામ નવા ફેરફારો આ બંને કારના નવા રેડ ડાર્ક એડિશનમાં જોવા મળશે. તેમાં માત્ર ADAS સાથે 360 ડિગ્રી કેમેરાની સુવિધા ઉમેરવામાં આવી છે. આ બધી ખૂબ જ આધુનિક અને મહત્વપૂર્ણ સુવિધાઓ છે. ADAS સિસ્ટમમાં ઓટો ઈમરજન્સી બ્રેકિંગ, ટ્રાફિક આસિસ્ટ જેવી ઘણી સુવિધાઓનો સમાવેશ થાય છે.
બીજી સુવિધાઓ
અન્ય ફીચર્સની સાથે તમને આ બંને કારમાં 6 એરબેગ્સ પણ આપવામાં આવી છે. 360-ડિગ્રી કેમેરા ફીચર પાર્કિંગમાં મદદ કરે છે. વિશાળ ટચસ્ક્રીન ડિસ્પ્લે સાથે જે વિઝ્યુઅલને શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે બહાર લાવે છે. મોટી સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સ્ક્રીન તરીકે સારી રીતે કામ કરે છે. અમે ટૂંક સમયમાં આ કારનો અનુભવ કર્યા પછી તેની વધુ વિગતો વિશે ચર્ચા કરીશું.
અન્ય કારને આપશે ટક્કર
તમામ ફેરફારો વિશે વાત કરીએ તો તેમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, 10.25-ઇંચ ટચસ્ક્રીન અને 9-સ્પીકર JBL ઑડિયો સિસ્ટમનો સમાવેશ થાય છે. સફારીની સેકન્ડ રોમાં વેન્ટિલેટેડ સીટો આપવામાં આવી છે. જ્યારે તેના સનરૂફની આસપાસ એમ્બિયન્ટ લાઇટિંગ પણ આપવામાં આવી છે. લાલ સીટ પર નવી પેટર્ન અને ઇન્સર્ટ સાથે લાલ ટપકાં પણ મળે છે. આરામ એ હેરિયર અને સફારીનું મહત્વનું પાસું છે. એન્જિન વિકલ્પોની દ્રષ્ટિએ, ડીઝલ એન્જિન વિકલ્પ બંને કાર માટે સમાન છે. આ નવા ફીચર્સ સાથે, આ બંને SUVની ઈન્સ્ટ્રુમેન્ટ લિસ્ટમાં મોટા સુધારા કરવામાં આવ્યા છે. જેના કારણે આ બંને કાર તેમના સેગમેન્ટની અન્ય કારને ટક્કર આપશે.
Auto Expo 2023: ટોયૉટાની Corolla Cross H2 કૉન્સેપ્ટ કાર થઇ ભારતમાં શૉકેસ, જાણો શું છે આની ખાસિયત
Auto Expo 2023 India: ઓટો એક્સ્પૉ 2023માં, ટોયૉટાએ કેટલીય જુદીજુદી ટેકનિકો પર આધારિત પોતાની કારોને પ્રદર્શિત કરી છે, જેમાં બેટરી ઇલેક્ટ્રિક, ફ્યૂલ સેલ ઇલેક્ટ્રિક પ્લગ -ઇન હાઇબ્રિડ ઇલેક્ટ્રિક, હાઇબ્રિડ ઇલેક્ટ્રિક કારો સામેલ છે. કંપનીએ આ ઇવેન્ટમાં ટોયૉટા કોરોલા ક્રૉસ હાઇડ્રૉઝન કૉન્સેપ્ટ વ્હીકલને પણ શૉકેસ કર્યુ છે.
કેવો છે લૂક?
Corolla Cross H2 કૉન્સેપ્ટ કાર બિલકુલ સામાન્ય કારોની જેમ દેખાય છે. કંપનીએ જે મૉડલને બતાવ્યુ છે તે ડ્યૂલ- ટૉન બ્લૂ અને વ્હાઇટ પેન્ટ સ્કીમમાં તૈયાર કરવામાં આવ્યુ છે, જે બહુજ આકર્ષક લાગે છે. ટોયૉટા કોરોલા ક્રૉસ એચ2ની હૂડ જીઆર કોરોલા હેચબેકથી મેચ થાય છે. Toyota Corolla Cross H2 ની ડિઝાઇન અને સ્ટાઇલ એક ક્રૉસઓવર જેવુ લાગે છે. આમાં બ્લેક હાઉસિંગ, સ્લીક હેડલેમ્પ્સ અને ફ્રન્ટ એન્ડ પર રગ્ડ સ્કિડ પ્લેટની સાથે વાઇડ બ્લેક રેડિએટર ગ્રીલ આપવામાં આવ્યુ છે. હેવી સાઇડ બૉડી ક્લેડિંગ, સ્ક્વેર -ઓફ વ્હીલ આર્ચ શાર્ક ફિન એન્ટીના આની સ્પૉર્ટી અપીલમાં વધુ વધારો કરે છે, જ્યારે રિયરમાં રેપરાઉન્ડ ટેલલેમ્પ્સ આપેલા છે.