શોધખોળ કરો

Auto Expo 2023 : ઑટો એક્સ્પોમાં ટાટા કરશે ધડાકો, આ 2 કારના ઈલેક્ટ્રિક વર્ઝન કરશે લોંચ

આ બંને ઈલેક્ટ્રિક એસયુવીને ટાટાના 'બોર્ન ઇલેક્ટ્રિક' પ્લેટફોર્મ પર બનાવી શકાય છે. જે ટૂ અને થ્રી-રો સિટિંગ કોન્ફિગ્રેશન સાથે બહુવિધ બોડી સ્ટાઇલને સપોર્ટ કરે છે.

Auto Expo 2023: વાહન ઉત્પાદક ટાટા મોટર્સે તેની આગામી શ્રેણીના ઈલેક્ટ્રિક વાહનોનો ટીઝર વિડિયો બહાર પાડ્યો છે, જે 2023 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરવામાં આવનાર છે. વિડિયોમાં Tata Harrier EV અને Safari EVનું સિલુએટ પણ બતાવવામાં આવ્યું છે, જેને મેગા ઓટોમોટિવ ઈવેન્ટમાં કોન્સેપ્ટ કાર તરીકે લોંચ કરવામાં આવે તેવી શક્યતા છે.

બોર્ન ઈલેક્ટ્રિક પ્લેટફોર્મ પર થશે તૈયાર

આ બંને ઈલેક્ટ્રિક એસયુવીને ટાટાના 'બોર્ન ઇલેક્ટ્રિક' પ્લેટફોર્મ પર બનાવી શકાય છે. જે ટૂ અને થ્રી-રો સિટિંગ કોન્ફિગ્રેશન સાથે બહુવિધ બોડી સ્ટાઇલને સપોર્ટ કરે છે. આ EV કોન્સેપ્ટ કાર ટાટાના નવા ઇલેક્ટ્રિક સ્કેટબોર્ડ આર્કિટેક્ચરની ફ્લેક્સિબિલિટીને પ્રદર્શિત કરશે.

નવો લોગો પણ મળશે

નવી Tata Harrier EV અને Safari EV કોન્સેપ્ટ કારમાં પાછળના ભાગમાં 'T' લોગો જોવા મળી શકે છે, જે ટાટા મોટરના EV ડિવિઝન - Tata Passenger Electric Mobility (TPEML)નો નવો સિગ્નેચર લોગો હોઈ શકે છે. કંપનીના બોર્ન ઇલેક્ટ્રિક પ્લેટફોર્મને શ્રેષ્ઠ ઈંટીરિયર અને એક્સટીરિયર ડિઝાઇનને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યું છે. જો કે, બંને કોન્સેપ્ટ EVના ઇન્ટિરિયર હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી. એક અંદાજ મુજબ તેઓ અદ્યતન સુવિધાઓ અને કનેક્ટિવિટી સાથે સ્વ-સહાયક લાઉન્જ જેવું લેઆઉટ હોઈ શકે છે.

ટાટા અન્ય ઈવી પણ લાવશે

ટાટાનું સમર્પિત ઇલેક્ટ્રિક આર્કિટેક્ચર IC એન્જિન પ્લેટફોર્મના પેકેજિંગ અને ડિઝાઇનના સંદર્ભમાં અલગ હોઈ શકે છે. ICE વર્ઝન હેરિયર અને Safari SUV ઓમેગા આર્ક પ્લેટફોર્મ પર આધારિત હોવાથી તેમને ઇલેક્ટ્રિક વર્ઝનમાં કન્વર્ટ કરવું મુશ્કેલ કામ છે. જે લેન્ડ રોવરનું ડી8 આર્કિટેક્ચર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Tata Harrier EV અને Safari EVનું પ્રોડક્શન વર્ઝન 2025ની શરૂઆતમાં રસ્તાઓ પર જોવા મળી શકે છે. આ સાથે ટાટા મોટર્સ તેની ઘણી અન્ય કારને પણ ઈવીના રૂપમાં બજારમાં લાવવાની તૈયારી કરી રહી છે.

હ્યુન્ડાઈ કોના ઇલેક્ટ્રિક સાથે સ્પર્ધા કરશે

ઇલેક્ટ્રિક વર્ઝનમાં ટાટા હેરિયર હ્યુન્ડાઇ કોના ઇલેક્ટ્રિક એસયુવી સાથે સ્પર્ધા કરશે. Hyundaiની આ ઇલેક્ટ્રિક SUVને 39.2kWh બેટરી પેક મળે છે, જે ઇલેક્ટ્રિક મોટર સાથે જોડાયેલ છે, જે 136 PS પાવર અને 395 Nm ટોર્ક જનરેટ કરે છે. તેને 452 કિમીની ARAI પ્રમાણિત રેન્જ મળે છે અને Hyundai કહે છે કે આ EV માત્ર 9.7 સેકન્ડમાં શૂન્યથી 100 kmphની સ્પીડ પકડી શકે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
ગુજરાતને મોદી સરકારની મોટી ભેટ, પુર રાહત પેકેજ માટે આટલા કરોડની કરી જાહેરાત
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
'12 કલાક શૂટિંગ કરવા કરી મજબૂર', Palak Sindhwaniએ 'તારક મહેતા કા ઉલ્ટા શર્મા'ના મેકર્સ પર લગાવ્યા આરોપ
Embed widget