Skoda Kushaq: સ્કોડાએ એસયુવી Kushaq ના ફીચર્સમાં કર્યો બદલાવ, જાણો શું છે અપડેટ
Skoda Kushaq Features: સ્કોડાએ પોતાની મિડ-સાઇઝ એસયુવીમાં કેટલાક વધુ નવા ફીચર્સ ઉમેર્યા છે. પરંતુ આ નવા ફિચર્સ કુશાક અને તેના મોડલ્સના કેટલાક જ વેરિએન્ટમાં જોવા મળશે.
Skoda Kushaq: કાર નિર્માતા કંપની સ્કોડાએ વધુ ગ્રાહકોને આકર્ષવા માટે પોતાની એસયુવી સ્કોડા કુશાકના વેરિઅન્ટમાં કેટલાક ફીચર્સમાં ફેરફાર કર્યા છે. સ્કોડાએ પોતાની મિડ-સાઇઝ એસયુવીમાં કેટલાક વધુ નવા ફીચર્સ ઉમેર્યા છે. પરંતુ આ નવા ફિચર્સ કુશાક અને તેના મોડલ્સના કેટલાક જ વેરિએન્ટમાં જોવા મળશે.
સ્કોડાએ તેના કુશાકના ટોપ વેરિઅન્ટમાં 8.0 ઇંચના ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર ફિચર ઉમેર્યુ છે. આ ફીચર અગાઉ માત્ર મોન્ટે કાર્લો અને સ્લાવિયાના મોડેલોમાં જ ઉપલબ્ધ હતું. કંપનીએ કુશાકના તમામ વેરિએન્ટમાં પુશ સ્ટાર્ટ બટનના રૂપમાં વધુ એક નવું ફીચર એડ કર્યું છે.
આ પહેલા પણ કર્યો છે બદલાવ
કંપનીએ તાજેતરમાં જ સ્કોડા કુશાકનું સનરૂફ વગરનું નવું સ્ટાઇલ વેરિઅન્ટ લોન્ચ કર્યું છે, જેની કિંમત તેના જૂના સનરૂફ વેરિઅન્ટ કરતા 20,000 રૂપિયા ઓછી છે. આ નવા વેરિએન્ટની કિંમત 15.09 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. પરંતુ તેમાં 1.0 લિટરનું ટીએસઆઇ એન્જિન છે જે મેન્યુઅલ ગિયરબોક્સના વિકલ્પ સાથે જ ઉપલબ્ધ છે. સેમીકન્ડક્ટર ચિપની વૈશ્વિક અછતને કારણે સ્કોડાએ ટૂંક સમયમાં જ ઈન્ફોટેનમેન્ટ મોડેલને બદલીને 10.0 ઇંચની સ્ક્રીન સાથે કુશાક અને સ્લેવિયામાં 8.0 ઇંચની નાની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે બદલવાનું શરૂ કરી દીધું છે.
કંપનીએ વેચાણનો બનાવ્યો રેકોર્ડ
સ્કોડા ઓટો અને ફોક્સવેગનની જોડીએ ભારતીય બજારમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. ભારત પ્રોજેક્ટ 2.0ના કારણે અને બજારમાં કેટલાક નવા મોડલ લોન્ચ કરીને 52,698ના વેચાણ સાથે કંપનીએ ચાલુ વર્ષમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. કંપની દ્વારા સંચાલિત એક જૂથે એક નિવેદનમાં જણાવ્યું છે કે સ્કોડા અને ફોક્સવેગને વેચાણના મામલે ભારતીય કાર બજારને મજબૂત બનાવ્યું છે.
6 મહિનામાં લોન્ચ કર્યા 10 મોડલ
સ્કોડાએ ભારત પ્રોજેક્ટ 2.0 અંતર્ગત છેલ્લા છ મહિનામાં 10 નવા મોડલ રજૂ કર્યા છે, જેમાં કંપનીની મોન્ટે કાર્લો એડિશન ગ્રાહકોને ખૂબ પસંદ પડી રહી છે. કંપનીએ સેગમેન્ટના સ્પેક્ટ્રમનો પણ સમાવેશ કર્યો છે. કંપનીએ મિડ-સાઇઝ સેડાન સેગમેન્ટમાં પણ પોતાનું સ્થાન બનાવ્યું છે જેમાં સ્કોડા સ્લાવિઆ અને ફોક્સવેગન વર્ટસ તેમજ કોડિયાક ફેસ લિફ્ટ, કુશાકનો સમાવેશ થાય છે.