(Source: ECI/ABP News/ABP Majha)
Volkswagen Polo: કારની સર્વિસનું બિલ એટલું આવ્યું કે તેટલામાં તો બીજી બે નવી કાર આવી જાય
કાર સર્વિસનો એક કિસ્સો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે
Volkswagen Polo Service: તાજેતરમાં જ બેંગલુરુમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ વરસાદમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદથી અનેક લોકોની કારમાં પાણી ભરાઇ જવાથી બગડી ગઇ હતી. કાર સર્વિસનો એક કિસ્સો આ સમયે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. વાસ્તવમાં બેંગલુરુના એક વ્યક્તિએ કંપનીના સર્વિસ સેન્ટરમાંથી તેની કારની સર્વિસ કરાવી અને આ સર્વિસના બદલામાં કંપનીએ ગ્રાહકને 22 લાખ રૂપિયાનું બિલ પકડાવ્યું હતું. જ્યારે આ કારની કિંમત 11 લાખ રૂપિયા છે. સર્વિસની આ રસીદ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
શું છે સમગ્ર ઘટના?
વાસ્તવમાં બેંગ્લોરમા રહેતા અને અમેઝોનમાં કામ કરતા અનિરુદ્ધે આ ઘટનાને તેના LinkedIn સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર શેર કરી છે, જેને તેણે 'ક્રોની કેપિટાલિઝમ' નામ આપ્યું છે.
અનિરુદ્ધ પાસે ફોક્સવેગન પોલો TSI કાર છે અને બેંગ્લોરમાં પૂરમાં તેની કારને નુકસાન થયું હતું. જે બાદ તેણે પોતાની કાર કંપનીના સર્વિસ સેન્ટરને રિપેરિંગ માટે આપી હતી. આ કારને રિપેર કરવામાં 20 દિવસનો સમય લાગ્યો હતો. જે બાદ તેમને સર્વિસ સેન્ટર દ્વારા જાણ કરવામાં આવી કે તેમની કાર ફિક્સ થઈ ગઈ છે. આ પછી જ્યારે તે પોતાની કાર લેવા પહોંચ્યો તો તેને સર્વિસ માટે કુલ 22 લાખ રૂપિયાનું બિલ આપવામાં આવ્યું, જ્યારે આ કારની કિંમત 11 લાખ રૂપિયા છે. આ પછી તેણે તેની કારની વીમા કંપની સાથે વાત કરી તો કંપનીએ કહ્યું કે કારને ટોટલ સોર્સ તરીકે બતાવવામાં આવશે અને તેઓ તેની પોતાની કારને બાદમાં કલેક્ટ કરશે.
ગ્રાહકે શું કહ્યું?
અનિરુદ્ધે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે કાયદેસર રીતે કાર બ્રેકડાઉન પછી પણ તેની હતી, તેથી જ્યારે તે કાર લેવા માટે સર્વિસ સેન્ટર પર પહોંચ્યો ત્યારે તેને અંદાજિત ચાર્જ તરીકે 44,840 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું. જ્યારે સામાન્ય રીતે 5 હજાર રૂપિયા લેવામાં આવે છે. જે કારના દસ્તાવેજો બનાવવા માટે 44,840 રૂપિયા લેવામાં આવે છે તેની બજારમાં કિંમત 6 લાખ રૂપિયા છે.