Maruti Alto K10 થી Hyundai Venue સુધી, આ કાર્સ પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
મારુતિ અલ્ટો કે10 ડિસ્કાઉન્ટ, હ્યુન્ડાઈ વેન્યુ ડિસ્કાઉન્ટ, મારુતિ સુઝુકી ડિસ્કાઉન્ટ, હ્યુન્ડાઈ કાર ડિસ્કાઉન્ટ, મે કાર ડિસ્કાઉન્ટ, બમ્પર કાર ડિસ્કાઉન્ટ, આ મહિને નવી કાર ડીલ્સ, સસ્તી કાર ઈન્ડિયા, હેચબેક કાર ડિસ્કાઉન્ટ, શ્રેષ્ઠ હેચબેક ડીલ્સ ઈન્ડિયા
Latest Discount Offer on Cars: આ મે મહિનામાં કાર ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. કારણ કે આ મહિને નવી કાર ખરીદવાનું વિચારી રહેલા લોકો ભારે ડિસ્કાઉન્ટ મેળવી શકે છે. આ કારોમાં મારુતિ સુઝુકી (Maruti Suzuki), હ્યુન્ડાઈ અને હોન્ડાના મોડલનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કઈ કાર પર કેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
મારુતિ સુઝુકી (Maruti Suzuki) ડિસ્કાઉન્ટ ઓફર (Discount Offer)
મારુતિ સુઝુકી (Maruti Suzuki) તેની કોમ્પેક્ટ કાર Alto K10 પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર (Discount Offer) કરી રહી છે. આ કાર પર મે મહિનામાં 63,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જેમાં એક્સચેન્જ બોનસ અને કેશ ડિસ્કાઉન્ટ સામેલ છે. વધુ વિગતો માટે તમે નજીકના મારુતિ સુઝુકી (Maruti Suzuki) શોરૂમની મુલાકાત લઈ શકો છો. Alto K10ની પ્રારંભિક એક્સ શોરૂમ કિંમત 3.99 લાખ રૂપિયા છે.
Alto K10 પેટ્રોલ અને CNG બંને વર્ઝનમાં ઉપલબ્ધ છે. આ કાર પેટ્રોલ મોડમાં 25 કિલોમીટર પ્રતિ લીટર અને CNG પર 34 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની માઈલેજ આપે છે. તેમાં 998ccનું પેટ્રોલ એન્જિન છે, જે 67 bhpનો પાવર જનરેટ કરે છે. કારમાં મેન્યુઅલ અને AMT ગિયરબોક્સ વિકલ્પો છે. સલામતી માટે, તેમાં એરબેગ્સ, EBD સાથે એન્ટિ લોક બ્રેકિંગ સિસ્ટમ, 3 પોઇન્ટ સીટ બેલ્ટ અને ફ્રન્ટ ડિસ્ક બ્રેકનો સમાવેશ થાય છે. આ સિવાય મારુતિ પોતાની જૂની સ્વિફ્ટ પર 38,000 રૂપિયા અને WagonR પર 60,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.
હ્યુન્ડાઈ ડિસ્કાઉન્ટ ઓફર (Discount Offer)
આ મે, Hyundai તેની કોમ્પેક્ટ SUV વેન્યુ પર રૂ. 35,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર (Discount Offer) કરી રહી છે. જેમાં 25,000 રૂપિયાનું રોકડ ડિસ્કાઉન્ટ અને 10,000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ સામેલ છે. Hyundaiની સબ કોમ્પેક્ટ SUV Xeter પણ આ મહિને રૂ. 10,000ના રોકડ ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ છે. Hyundai Exeterની કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ સિવાય, Grand i10 Nios પર રૂ. 48,000 સુધીનું ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે, જેમાં રૂ. 35,000નું રોકડ ડિસ્કાઉન્ટ, રૂ. 10,000નું એક્સચેન્જ બોનસ અને રૂ. 3,000નું કોર્પોરેટ ડિસ્કાઉન્ટ સામેલ છે.
હોન્ડા ડિસ્કાઉન્ટ ઓફર (Discount Offer)
જો તમે Honda ની કોમ્પેક્ટ સેડાન, Amaze ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ કાર પર 96,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ સિવાય Honda City Hybrid પર 65,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઉપલબ્ધ છે. જોકે, આ ઑફર્સ 31 મે સુધી જ માન્ય છે.