Car Comparison: ટાટા પંચ સીએનજી અને મારુતિ ફ્રોંક્સ સીએનજીમાંથી કઈ છે બેસ્ટ, કોના કેવા છે ફીચર્સ, જાણો
પંચ CNGમાં 26.99 km/kg ની માઈલેજનો દાવો કરે છે. જ્યારે ફ્રોંક્સ CNG 28.51 km/kg સાથે થોડી વધારે માઇલેજ મેળવે છે.
Tata Punch CNG vs Maruti Fronx CNG: ટાટા મોટર્સે તાજેતરમાં તેનું પંચ iCNG લોન્ચ કર્યું છે. તે Hyundai એક્સટર અને Maruti Suzuki ફ્રોંક્સના CNG મોડલ સાથે સ્પર્ધા કરે છે. ચાલો જાણીએ કે આ બંનેમાંથી કઈ વધારે સારી છે.
એન્જિન સરખામણી
ટાટા પંચ CNGને 1.2-લિટરનું ત્રણ-સિલિન્ડર એન્જિન મળે છે, જે CNG પર 72.5 Bhp પાવર અને 103 Nm ટોર્ક જનરેટ કરે છે. જ્યારે ફ્રોંક્સ CNGમાં 1.2-લિટર, 4-સિલિન્ડર એન્જિન મળે છે, જે CNG પર 76.5 Bhp પાવર અને 98.5 Nm ટોર્ક જનરેટ કરે છે. બંને કારને સ્ટાન્ડર્ડ તરીકે 5-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે.
માઇલેજ સરખામણી
કંપની પંચ CNGમાં 26.99 km/kg ની માઈલેજનો દાવો કરે છે. જ્યારે ફ્રોંક્સ CNG 28.51 km/kg સાથે થોડી વધારે માઇલેજ મેળવે છે.
ફીચર્સ
ફીચર્સ વિશે વાત કરીએ તો, મારુતિ સુઝુકી ફ્રોક્સ સીએનજીને 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક ક્લાઇમેટ કંટ્રોલ, ઓનબોર્ડ વોઇસ આસિસ્ટન્ટ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, કીલેસ એન્ટ્રી, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ અને ઘણી બધા ફીચર્સ મળે છે.
જ્યારે પંચ CNGમાં ઓટોમેટિક પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, 7-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ તેમજ રેઇન સેન્સિંગ વાઇપર્સ, 16-ઇંચના ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ અને સનરૂફ જેવા ફીચર્સ છે.
પંચ CNG અને ફ્રોંક્સ CNG બંનેમાં ડ્યુઅલ એરબેગ્સ, EBD સાથે ABS અને કોર્નર સ્ટેબિલિટી કંટ્રોલ જેવા સેફટી ફીચર્સ મળે છે. જો કે, ફ્રોંક્સ CNGની સરખામણીમાં પંચ CNGમાં 210 લિટરની વધુ બૂટ સ્પેસ મળે છે.
કિંમત સરખામણી
ટાટા મોટર્સે પંચ સીએનજીના ત્રણ વેરિઅન્ટ રજૂ કર્યા છે, જેમાં પ્યોર, એડવેન્ચર અને અકમ્પ્લીશ્ડનો સમાવેશ થાય છે. પંચની એક્સ-શોરૂમ કિંમત રૂ. 7.10 લાખથી રૂ. 9.68 લાખની વચ્ચે છે. Maruti ફ્રોંક્સ CNG બે વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે - સિગ્મા અને ડેલ્ટા, જેની કિંમત અનુક્રમે રૂ. 8.41 લાખ અને રૂ. 9.28 લાખ, એક્સ-શોરૂમ છે.
કાવાસાકીએ પોતાની સ્પોર્ટ્સ મૉટરસાઇકલ ZH2 ભારતમાં 23.48 લાખ રૂપિયાની કિંમત સાથે લૉન્ચ કરી છે, જ્યારે પોતાના ટોચના વેરિઅન્ટની કિંમત 27.76 લાખ રૂપિયા એક્સ-શૉરૂમ છે. બાઇકની ડિઝાઇનની વાત કરીએ તો, Z H2 અને ZH 2 બંને ડિઝાઇનની દ્રષ્ટિએ સમાન છે. જેમાં મસ્ક્યૂલર ફ્યૂઅલ ટેન્ક, મોટી ચંકી સાઇડ સ્લંગ એક્ઝૉસ્ટ અને બંને વ્હીલ્સ પર 17 ઇંચના એલૉય વ્હીલ્સ અવેલેબલ છે.