(Source: ECI/ABP News/ABP Majha)
Waiting Period on New Cars: કાર બુક કરતા પહેલા જોઈ લો વેઈટિંગ પીરિયડ, જાણો કઈ કાર માટે કેટલી રાહ જોવી પડશે
દિવાળીની આ સિઝનમાં લોકો કારની એટલી ખરીદી કરી રહ્યા છે કે કંપનીઓને સમયસર કારની ડિલિવરી કરવામાં મુશ્કેલી પડી રહી છે.
Cars Delivery: દિવાળીની આ સિઝનમાં લોકો કારની એટલી ખરીદી કરી રહ્યા છે કે કંપનીઓને સમયસર કારની ડિલિવરી કરવામાં મુશ્કેલી પડી રહી છે. તેથી જો તમે પણ આ દિવાળીમાં તમારા ઘરે કાર લેવાનું વિચારી રહ્યા છો, તો તમારે થોડું હોમવર્ક કરવાની જરૂર છે જેથી કરીને તમે નવી કાર સાથે તમારી દિવાળીનો આનંદ માણી શકો. અહીં અમે તમને કેટલીક કાર પર આપવામાં આવતા વેઇટિંગ પિરિયડ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ. જેથી તમે શક્ય હોય ત્યાં સુધી રાહ જોઈ શકો.
મહિન્દ્રા XUV700
જેઓ આ ખરીદે છે તેમને મહિન્દ્રાના જુદા જુદા મોડલ અનુસાર 16 મહિના સુધી લાંબી રાહ જોવી પડશે. એટલે કે જો તમે આ દિવાળીએ આ કાર બુક કરાવો છો તો વેઇટિંગ પિરિયડ પ્રમાણે આગામી દિવાળી સુધી આ કાર મળવી મુશ્કેલ છે.
મહિન્દ્રા સ્કોર્પિયો-એન
મહિન્દ્રાની આ કાર લોકોને ખૂબ જ પસંદ આવી હતી અને કારનું બુકિંગ શરૂ થતાં જ ગ્રાહકોએ એક કલાકમાં કંપનીને એક લાખથી વધુનું બુકિંગ આપી દીધું હતું. આ કારની વધુ માંગને કારણે, મોડલ્સના આધારે, કંપની 21 મહિના એટલે કે બે વર્ષ સુધીનો વેઇટિંગ પીરિયડ આપી રહી છે.
kia carens
આ વર્ષની શરૂઆતમાં લૉન્ચ થયેલી આ કાર પણ લોકો પર પોતાનો જાદુ ચલાવી રહી છે અને આ કારની પણ સારી ડિમાન્ડને કારણે આ કારનું બુકિંગ કરાવનારા ગ્રાહકોએ 20 મહિના સુધી રાહ જોવી પડશે.
ગ્રાન્ડ વિટારા અને અર્બન ક્રુઝર હાઇરાઇડર
આ કારોને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. જેના કારણે આ કારોનું બુકિંગ ખૂબ જ વધી રહ્યું છે. પરંતુ આ કાર્સ પર એટલી આશા રાખી શકાય છે કે આ દિવાળી યોગ્ય નથી, આગામી દિવાળી તમે આ કાર સાથે ઉજવી શકો છો. કારણ કે કંપની આ બંને કાર પર લગભગ છ મહિનાનો વેઈટિંગ પીરિયડ આપી રહી છે. કંપની દ્વારા ગ્રાહકોને વેઇટિંગ પિરિયડ આપવાનું એક કારણ સેમિકન્ડક્ટર્સની અછત પણ જણાવવામાં આવી રહ્યું છે.
દેશનું સૌથી વ્યસ્ત રહેતું મુંબઈ એરપોર્ટ 6 કલાક બંધ રહેશે
દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે (18 ઓક્ટોબર) છ કલાક માટે બંધ રહેશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન મુજબ આવતીકાલે સવારે 11 થી સાંજના 5 વાગ્યા સુધી એરપોર્ટ બંધ રહેશે. આ દરમિયાન જાળવણીની (Maintenance) કામગીરી કરવામાં આવશે.
છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA), દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ પૈકીનું એક, સુરક્ષિત અને અવિરત રનવે ઓપરેશન જાળવવામાં ગર્વ અનુભવે છે, એમ નિવેદનમાં જણાવાયું છે. મેન્ટેનન્સનું કામ ઘણી વખત થતું હોય છે. આવી સ્થિતિમાં, એરપોર્ટની કામગીરી યોગ્ય રીતે ચાલુ રાખવા માટે CSMIAએ મંગળવારે 18 ઓક્ટોબરે રનવે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. તે સવારે 11:00 થી 17:00 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન સમારકામ અને જાળવણીની કામગીરી કરવામાં આવશે.