(Source: ECI/ABP News/ABP Majha)
Renault Cars: રેનોએ આ ખાસ ફિચરની સાથે અપડેટ કરી પોતાની કારો, જાણો શું થયા ફેરફારો.....
આ ત્રણેય કારો પોતાના સંબંધિત પેટ્રલૉ એન્જિનની સાથે આવતી રહેશે, આ એન્જિનને રિયલ ટાઇમ ડ્રાઇવિંગ ઉત્સર્જન નિયમોને પુરા કરવા માટે અપડેટ કરવામાં આવી છે.
Renault Motors: કાર નિર્માતા કંપની રેનૉલ્ટએ એપ્રિલ 2023 થી લાગુ થનારા આગામી ઉત્સર્જન માપદંડ એટલે કે RDE અનુસાર પોતાની આખા રેન્જને અપડેટ કરી દીધી છે. કંપનીની આ લાઇનઅપમાં ક્વિડ, ટ્રાઇબર, કાઇગર વગેરે છે. આ કારોમાં કેટલાય નવા સુરક્ષા ફિચર્સ આપ્યા છે. આ ઉપરાંત કંપનીએ Kwid નું એક નવુ વેરિએન્ટ પણ રજૂ કર્યુ છે. આ નવા અપડેટેડ મૉડલ્સ માટે બુકિંગ પણ શરૂ કરી દીધુ છે. Triber અને Kiger ની ડિલરશીપ્સ પર ઉપલબ્ધ કરાવવામા આવ્યા છે, પરંતુ હજુ સુધી કિંમતોને લઇને કોઇ ખુલાસો નથી થયો.
કેવી હશે આ કારો -
આ ત્રણેય કારો પોતાના સંબંધિત પેટ્રલૉ એન્જિનની સાથે આવતી રહેશે, આ એન્જિનને રિયલ ટાઇમ ડ્રાઇવિંગ ઉત્સર્જન નિયમોને પુરા કરવા માટે અપડેટ કરવામાં આવી છે. આ તમામ કારો એક સેલ્ફ ડાઇગ્નૉઝ ઉપકરણો વાળી હશે, જે ડ્રાઇવિંગના સમય એમિશન લેવલ પર સતત મૉનીટર કરતી રહેશે. સાથે જ આ કારોમાં કેટલિસ્ટ કન્વર્ટર અને ઓક્સિજન સેન્સર જેવા અન્ય મહત્વપૂર્ણ ઉત્સર્જન ઉપકરણો પણ મળશે.
એન્જિન -
રેનો ડ્રાઇવરમાં 72hp નો પાવર જનરેટ કરનારુ 1.0- લીટર, ત્રણ સિલીન્ડર પેટ્રૉલ એન્જિન મળે છે. આ કારોમાં 5-સ્પીડ મેન્યૂઅલ અને AMT ગિયરબૉક્સનો ઓપ્શન મળે છે, જ્યારે Kiger માં પણ Triber વાળા નેચરલી એસ્પિરેટેડ એન્જિન મળે છે. જેમાં માત્ર 5-સ્પીડ મેન્યૂઅલ ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે. વળી, Kiger માં 100hp નો પૉવર જનરેટ કરવાળુ 1.0- લીટર ટર્બો પેટ્રૉલ એન્જિન મળે છે, આ કારમાં 5-સ્પીડ મેન્યૂઅલ અને CVT ટ્રાન્સમિશનનો ઓપ્શન મળે છે.
ક્વિડનું નવુ વેરિએન્ટ -
કંપનીએ Kwid નો એક નવું RXE વેરિએન્ટ પણ લૉન્ચ કર્યુ છે. જેની કિંમત 4.69 લાખ રૂપિયા રાખવામાં આવી છે. આ કારમાં 1.0- લીટર પેટ્રૉલ મેન્યૂઅલ પાવરટ્રેન મળે છે, આ Kwidનુ એન્ટ્રી લેવલ વેરિએન્ટ છે.
ફિચર્સ અપડેટ -
2023 મૉડલની આ કારોમાં કેટલાય સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે. જેમાં ઇલેક્ટ્રૉનિક સ્ટેબિલિટી પ્રૉગ્રામ (ESP), હિલ સ્ટાર્ટ આસિસ્ટ (HSA), ટ્રાક્શશન કન્ટ્રૉલ સિસ્ટમ (TCS) અને એક ટાયર પ્રેશર મૉનિટરિંગ સિસ્ટમ (TPMS) ને સામેલ કરવામા આવી છે. ક્વિડમાં હવે વિન્ગ મિરર્સ પર LED ટર્ન ઇન્ડિકેટર્સ અને સ્ટીયરિંગ માઉન્ટેડ કન્ટ્રૉલ્સ આપવામાં આવ્યા છે. જ્યારે ટ્રાઇબર એમપીવીમાં હવે ક્રૉમ ફિનિશ વાળા ડૉર હેન્ડલની સાથે નવી સીટ અપહોલ્સ્ટ્રી આપવામાં આવી છે.