Citroen Basalt: Citroenની આ નવી SUVની ડિઝાઇન જોઈને તમે ચોંકી જશો
સિટ્રોએન ઇન્ડિયાએ તાજેતરમાં તેની આગામી SUV બેસાલ્ટની તસવીરો રજૂ કરી છે. તેનો બોલ્ડ અને સ્પોર્ટી લુક એકદમ આકર્ષક લાગે છે. કંપની તેને આગામી 2 ઓગસ્ટે દેશમાં લોન્ચ કરવા જઈ રહી છે.
Citroen Basalt: કારનિર્માતા કંપની સિટ્રોએન ઈન્ડિયાએ હાલમાંજ તેની બહુ પ્રતિક્ષિત SUV બેસાલ્ટની તસવીરો સોસિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. આ કારનો લુક ઘણો સ્ટાઇલિશ દેખાઈ રહ્યો છે. આ કારમાં ઘણા નવા આધુનિક ફીચર્સ પણ મળવાની સંભાવના છે. સિટ્રોએન બેસાલ્ટ કૂપ SUV સેગમેન્ટમાં લોન્ચ કરવામાં આવી રહી છે જે સિટ્રોએન C3 એયરક્રોસની સાથે ,મળતી હોવાની છે. ચાલો આ આવનારી SUV વિશે વિગતવાર જાણીએ.
Citroen Basalt: ડિઝાઇન
Sculpted to steal glances and exceed expectations.
— Citroën India (@CitroenIndia) July 23, 2024
Citroën Basalt.
Coming soon.#TheUnthinkable #SUVCoupe #CitroënBasalt #CitroënIndia #ComingSoon pic.twitter.com/piUS6Cc8z7
Citroenની આ નવી આવનારી કાર C3 Aircross પર આધારિત છે. જો કે, તેમાં ઘણા ફેરફારો પણ જોવા મળશે જે તેને સેગમેન્ટના અન્ય વાહનોથી અલગ પાડે છે. આ સાથે, બેસાલ્ટ એસયુવીની તાકાત પણ અદ્ભુત હશે.
તેમાં LED DRL, LED હેડલાઇટ્સ અને LED ટેલલાઇટ્સ પણ હશે. આ કારની ટેલગેટની ડિઝાઇન પણ ઘણી આકર્ષક છે. આટલું જ નહીં, કારના આગળ અને પાછળના બમ્પરની નીચે સિલ્વર રંગની સેફ્ટી પ્લેટ્સ પણ આપવામાં આવી છે, જે તેના લુકમાં વધારો કરે છે.
Citroen Basalt: આ કારમાં ખૂબ અદભૂત ફીચર્સ જોવા મળશે
Citroenની આ આવનારી SUVમાં પણ ઘણા ફીચર્સ જોવા મળી શકે છે. એવું માનવામાં આવે છે કે કંપનીને મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ મળશે. આ સિવાય તેમાં સ્પીડોમીટર, એરબેગ, EBD સાથે ABS, ESC, રિયર પાર્કિંગ સેન્સર, પાવર વિન્ડોઝ, પાવર સ્ટીયરિંગ સાથે મોટા વ્હીલબેસ જેવા ઘણા શાનદાર ફીચર્સ જોઈ શકાય છે. આ ઉપરાંત, કંપની તેમાં ADAS સ્યુટ આપવાનું પણ વિચારી શકે છે. જો કે, આ કારમાં સનરૂફ આપવામાં આવ્યું હોવાની કોઈ પુષ્ટિ નથી.એટલે કારમાં સનરૂફ હશે કે નહીં તેના વિશે હાલમાં કોઈ માહિતી નથી.
Citroen Basalt:આ કારની કિંમત કેટલી હશે?
તમારી માહિતી માટે, અમે તમને જણાવી દઈએ કે હાલમાં, સિટ્રોએને તેની આગામી નવી SUVની કિંમતો જાહેર કરી નથી. પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે કંપની તેને 10 થી 15 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે માર્કેટમાં લોન્ચ કરી શકે છે. આ કાર દેશમાં 2 ઓગસ્ટ, 2024ના રોજ લોન્ચ થવાની છે.Citroenની આ નવી આવનારી કાર C3 Aircross પર આધારિત છે. જો કે, તેમાં ઘણા ફેરફારો પણ જોવા મળશે જે તેને સેગમેન્ટના અન્ય વાહનોથી અલગ પાડે છે. આ સાથે, બેસાલ્ટ એસયુવીની તાકાત પણ અદ્ભુત હશે.