ભારતમાં એક લાખ રૂપિયાની કિંમતમાં મળી રહ્યાં છે આ શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, જાણો ફિચર્સ....
ખાસ વાત છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric vehicle) પર્યાવરણને કોઇ નુકશાન નથી પહોંચાડતા. જાણો માર્કેટમાં કઇ કંપનીઓ સારા અને સસ્તાં ઇલેક્ટ્રિક સ્કૂટર વેચી રહી છે. તમે આને બેટરી ફૂલ થવા પર 70 કિલોમીટર સુધી આસાનીથી ચલાવી શકો છો. આ કેટલાક એડવાન્સ ફિચર્સની સાથે આવે છે
નવી દિલ્હીઃ આજે અમને કેટલીક એવા ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric Scooter) વિશે વાત કરવા જઇ રહ્યાં છીએ, જે હાલના સમયમાં ભારતમાં લોકો ખુબ પસંદ કરી રહ્યાં છે. તમે આને બેટરી ફૂલ થવા પર 70 કિલોમીટર સુધી આસાનીથી ચલાવી શકો છો. આ કેટલાક એડવાન્સ ફિચર્સની સાથે આવે છે, અને મુસાફરીમાં પણ આરામદાયક રહે છે. ખાસ વાત છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર (Electric vehicle) પર્યાવરણને કોઇ નુકશાન નથી પહોંચાડતા. જાણો માર્કેટમાં કઇ કંપનીઓ સારા અને સસ્તાં ઇલેક્ટ્રિક સ્કૂટર વેચી રહી છે......
HERO ELECTRIC DASH-
હીરોના ઇલેક્ટ્રિક ડેશ સ્કૂટરની કિંમત લગભગ 65,000 રૂપિયા છે. આ સ્કૂટર જબરદસ્ત બેટરી બેકઅપની સાથે માર્કેટમાં ઉતારવામાં આવ્યુ છે. કંપનીનુ માનીએ તો એકવાર ફૂલ ચાર્જ કરવા પર આ સ્કૂટર તમે 60 કિલોમીટરનો સફર કરી શકો છો. ફિચર્સની વાત કરીએ તો આમાં એલઇડી હેડલેમ્પ, રિમૉટ બૂટ ઓપનિંગ, યુએસબી ચાર્જિંગ પોર્ટ જેવા શાનદાર ફિચર્સ છે. આની ડિઝાઇન પણ ખુબ એટ્રેક્ટિવ છે.
OKINAVA I-PRAISE-
ઓકિનાવાના આ ઇલેક્ટ્રિક સ્કૂટરને તમે લગભગ 1.15 લાખ રૂપિયામાં ખરીદી શકો છો. આ સ્કૂટરમાં 3.3 kWhની બેટરી છે, જે 4 કલાકમાં ફૂલ ચાર્જ થઇને 160 કિલોમીટર સુધી ચાલી શકે છે. ખાસ વાત છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટરને એક મોબાઇલ એપ્લિકેશન મારફતે મૉનિટર કરવામાં આવી શકે છે, આને તમે પોતાના સ્માર્ટફોનથી પણ કનેક્ટ કરી શકો છો.
TVS IQUBE-
ટીવીએસ આઇક્યૂબ શાનદાર ફિચર્સ વાળુ એક સારુ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. જેની કિંમત લગભગ 1.15 લાખ રૂપિયા છે. જબરદસ્ત બેટરી બેકઅપ વાળા સ્કૂટરને એકવાર ફૂલ ચાર્જ કરવાથી તમે લગભગ 75 કિલોમીટર સુધી સફર કરી શકો છો. આમાં 4.5 kWhની દમદાર બેટરી આપવામાં આવી છે. આનુ એન્જિન લેટેસ્ટ ટેકનોલૉજી પર બેઝ્ડ છે. આ સિવાય બીજી કેટલીક કંપનીઓ પણ માર્કેટમાં પોતાના ઇલેક્ટ્રિક વ્હિકલ સેલ કરી રહી છે, ભારતીય માર્કેટમાં ધીમે ધીમે ઇલેક્ટ્રિક કાર, બાઇક, સ્કૂટર અને સાયકલનુ ચલણ વધી રહ્યુંં છે.