શોધખોળ કરો
હીરો મોટોકોર્પની નવી Glamour નવા ફીચર્સ સાથે ભારતમાં લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
નવી Glamour માં કંપનીએ BS6 વાળું 125 ccનું સિંગલ સિલેન્ડર એન્જી આપ્યું છે. જે 10.72 bhpનો પાવર અને 10.6 Nmનો ટોર્ક જનરેટ કરે છે.

હીરો મોટોકોર્પ કંપનીએ ભારતમાં પોતાની નવી અપડેટેડ બાઈક Glamour લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ નવી બાઈકમાં ડિઝાઈનથી લઈને એન્જીન સુધી ઘણા ફેરફાર કર્યા છે. જેનાથી આ બાઈક પહેલા કરતા વધુ શાનદાર લાગે છે. નવી Glamourને બે વેરિએન્ટમાં ઉતારવામાં આવી છે. જેમાં ડ્રમ અને ડિસ્ક બ્રેક ઓપ્શન આપવામાં આવ્યા છે. કિંમતની વાત કરીએ તો તેમાં ડ્રમ બ્રેક વેરિએન્ટની એક્શ શો રૂમ કિંમત 68,900 રૂપિયા છે. જ્યારે ડિસ્ક બ્રેક વેરિએન્ટની કિંમત 72,400 રૂપિયા છે. ફિચર્સની વાત કરીએ તો Glamourને ચાર ઑપ્શન માર્કેટમાં ઉતારી છે. જેથી આકર્ષક લૂક લાગે છે. આ બાઈકમાં નવા સ્પ્લિટ 5 સ્પોક એલોય વ્હીલ્સ પણ લગાવવામાં આવ્યા છે. બાઈકમાં રિયલ ટાઈમ ફ્યૂલ એફિશિએન્સી ડિટેલ અને i3 ટેક્નોલોજી સાથે ડિજિટલ એનાલોગ ઈન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર પણ સામેલ કરવામાં આવ્યા છે. બાઈકનો ગ્રાઉન્ડ ક્લીયરન્સ 180 mm છે. નવી Glamour માં કંપનીએ BS6 વાળું 125 ccનું સિંગલ સિલેન્ડર એન્જી આપ્યું છે. જે 10.72 bhpનો પાવર અને 10.6 Nmનો ટોર્ક જનરેટ કરે છે. ખાસ વાત એ છે કે, તેમાં 5 સ્પીડ ગિયરબોક્સની સુવિધા ઠછે.
વધુ વાંચો





















