Good News: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ખરીદનારા માટે સારા સમાચાર, ચાર્જિંગનું ટેન્શન થશે ખત્મ
Hero MotoCorp અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ કરાર કર્યો છે
Hero MotoCorp અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) એ કરાર કર્યો છે. આ કરાર હેઠળ બંને કંપનીઓ દેશમાં ઇલેક્ટ્રિક વાહનો (EV) માટે ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે. જેના કારણે આવનારા સમયમાં ઈલેક્ટ્રિક વાહનોનો ટ્રેન્ડ વધશે.
શું છે કરાર?
કરાર કરનારી બંન્ને કંપનીઓ દેશમાં એચપીસીએલના વર્તમાન નેટવર્કમાં ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપિત કરવા પર કામ કરશે. આ પછી અમે નવી તકો માટે જોડાણને વિસ્તારવાની શક્યતાઓ શોધીશું, જેથી આ કાર્યને વધુ વિસ્તૃત કરી શકાય. કંપનીઓ પસંદગીના શહેરોમાંથી ચાર્જિંગ સ્ટેશન શરૂ કરશે. આ પછી જરૂરિયાત અને માંગને ધ્યાનમાં રાખીને તેને અન્ય સ્થળોએ વિસ્તારિત કરવામાં આવશે. Hero MotoCorp અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડનો હેતુ સમગ્ર દેશમાં EV ચાર્જિંગ સ્ટેશનોના નેટવર્કને વિસ્તારવાનો છે.
બંને કંપનીઓ વચ્ચેના કરાર મુજબ ચાર્જિંગ નેટવર્ક માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વર્કનું નેતૃત્વ Hero MotoCorp કરશે. જેના કારણે દરેક ચાર્જિંગ સ્ટેશન પર ટુ-વ્હીલર ઇવી માટે ડીસી અને એસી ચાર્જર સહિત ઘણા સ્માર્ટ અને ઝડપી ચાર્જર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સાથે Hero MotoCorp મોબાઈલ-એપ દ્વારા આ ચાર્જિંગ સ્ટેશનોના ઉપયોગ અંગે યુઝર્સને સંપૂર્ણ અનુભવ લેવાનું કામ કરશે. આ સ્ટેશનોની ખાસ વાત એ છે કે, તેના પર પેમેન્ટ ઑનલાઇન જમા કરવાનું રહેશે.
ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) અનુસાર, ભારતમાં ઈલેક્ટ્રિક વ્હીકલ્સનો એક અહેવાલ દર્શાવે છે કે નાણાકીય વર્ષ 2022માં ભારતમાં 4,29,217 યુનિટ્સનું વેચાણ થયું હતું, જે એક વર્ષ અગાઉના નાણાકીય વર્ષ 2021માં માત્ર 1,34,821 યુનિટ હતું. ઇલેક્ટ્રિક સેગમેન્ટમાં આ વૃદ્ધિને ધ્યાનમાં લેતા ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનોની મોટા પાયે જરૂરિયાત રહેશે. જેથી લોકો વધુને વધુ ઈલેક્ટ્રીક વાહનોનો ઉપયોગ કરી શકે. કારણ કે હજુ પણ ઈવીમાં જે બેટરી-પેક આપવામાં આવે છે, તે લોકો લાંબા અંતરની મુસાફરી કરવાનું ટાળે છે. પરંતુ હીરો મોટોકોર્પ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ વચ્ચેના કરારથી આવનારા ભવિષ્ય માટે ઇલેક્ટ્રિક વાહનોને વધુ વેગ મળવાની અપેક્ષા રાખી શકાય છે.